સાગબારા જમીન વિવાદ મુદ્દે મનસુખ વસાવા ભડક્યા; શંકરસિંહ બાપુ, અનંત પટેલ અને અમિત ચાવડા પર આકરા પ્રહાર
Narmada News: સાગબારા જંગલ જમીન વિવાદમાં હવે રાજકીય નિવેદનબાજી તેજ બની છે. સાંસદ મનસુખ વસાવાએ શંકરસિંહ બાપુ, અનંત પટેલ અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સામે નિશાન સાધતાં વન વિભાગના અધિકારીઓની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
Narmada News: નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ અંગે રાજકારણ ગરમાયું છે. સાંસદ મનસુખ વસાવાએ વન વિભાગના અધિકારીઓની સરખામણી ગીધ સાથે કરીને આકરા પ્રહારો કર્યા છે કે અધિકારીઓ કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવવા ખેડૂતોને આપસમાં લડાવી રહ્યા છે. તેમણે અનંત પટેલ, શંકરસિંહ વાઘેલા અને અમિત ચાવડા જેવા વિપક્ષી નેતાઓ પર લોકોને ભડકાવીને ગાયબ થઈ જવાનો તથા આદિવાસી ખેડૂતો સામે નોંધાતા કેસો પર મૌન રહેવાનો આરોપ લગાવ્યો છે. આક્ષેપો અને વન વિભાગની કાયદાકીય કાર્યવાહી વચ્ચે હવે આ વિસ્તારમાં સંઘર્ષ વધુ ઉગ્ર બને તેવા પૂરેપૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે.
નવરાત્રિમાં S.G હાઈવે પર ટ્રાફિક નહીં થાય! શનિવારથી આ રસ્તો ખુલ્લો મુકાશે, 56 ગરબાના સ્થળોને ધ્યાને રાખી તંત્રની તૈયારી
અધિકારીઓની સરખામણી ગીધ સાથે કરતાં આકરા શબ્દોમાં ઝાટકણી
મનસુખ વસાવાએ વન વિભાગના અધિકારીઓની સરખામણી ગીધ સાથે કરતાં આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, “જેમ ગીધની નજર મરેલા ઢોર પર હોય છે. તેમ વન વિભાગના અધિકારીઓની નજર કરોડોની ગ્રાન્ટના પ્રોજેક્ટ પર છે.”
અનંત પટેલ, શંકરસિંહ બાપુ અને અમિત ચાવડા લોકોને ભડકાવે છે...
તેમણે આક્ષેપ કર્યો હતો કે સાગબારા જંગલ જમીનના મુદ્દે અનંત પટેલ, શંકરસિંહ બાપુ અને અમિત ચાવડા લોકોને ભડકાવીને જતા રહ્યા છે, પરંતુ આજે જ્યારે આદિવાસી ખેડૂતો સામે કેસ થઈ રહ્યા છે ત્યારે તેઓ ક્યાંય દેખાતા નથી. ખેડૂતોની લડત અને તેમની સામે થઈ રહેલી કાયદાકીય કાર્યવાહી વચ્ચે આ નેતાઓની ભૂમિકા અંગે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા.
મોતની ચિચિયારીથી ગૂંજી ઉઠ્યું કચ્છ; બોલેરો-ટ્રકની અકસ્માતમાં 7નાં મોત, લોહીના ખાબોચિયા; રસ્તા પર ચીસાચીસ, હચમચાવનારા દૃશ્યો
જમીન પર કરોડો રૂપિયાની ગ્રાન્ટના પ્રોજેક્ટ લાવવાની ગણતરી હોવાના આક્ષેપ
સાંસદે વધુમાં આક્ષેપ કર્યો હતો કે વન વિભાગના અધિકારીઓ પોતાના સ્વાર્થ માટે ખેડૂતોને લડાવી રહ્યા છે. જમીન પર કરોડો રૂપિયાની ગ્રાન્ટના પ્રોજેક્ટ લાવવાની ગણતરી હોવાના આક્ષેપ સાથે તેમણે વન વિભાગની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
જંગલ જમીનના હક માટે લડત ચલાવતા ખેડૂતો સામે વન વિભાગ દ્વારા કેસ કરવામાં આવ્યા હોવાનો મુદ્દો ઉઠાવતાં મનસુખ વસાવાએ આદિવાસી ખેડૂતોના પ્રશ્ને જવાબદારી નક્કી કરવાની માગણીનો સૂર વ્યક્ત કર્યો હતો.
40 વટાવેલા યુવકોને વાંઢા લિસ્ટમાંથી નામ કઢાવી વાજપેયી-રાહુલની જેમ દેશ સેવા કરો; 'હવે બીજો કોઈ રસ્તો
હવે સંઘર્ષ વધુ ઉગ્ર બને તેવા સંકેત
સાગબારા જંગલ જમીન વિવાદમાં ખેડૂતોના હક, વન વિભાગની કાર્યવાહી અને રાજકીય નેતાઓની ભૂમિકાને લઈને હવે સંઘર્ષ વધુ ઉગ્ર બને તેવા સંકેતો મળી રહ્યા છે. મનસુખ વસાવાના આ નિવેદન બાદ આ વિવાદમાં રાજકીય ગરમાવો વધ્યો છે.