SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રાજકોટમાં દિવાળી પર્વ પર પોલીસ કમિશનરનું જાહેરનામું: ફટાકડા ફોડવાના સમયથી લઈને વેચાણ સુધીના નિયમો જાહેર

Rajkot News: રાજકોટ દિવાળીને પોલીસ કમિશનરનું જાહેરનામું. દિવાળીમાં રાત્રિના 8થી10 અને નૂતનવર્ષના રાત્રે 11: 55થી 12:30 સુધી જ ફટાકડા ફોડી શકાશે. સાયલેન્ટ ઝોનથી 100મીટર દૂર ફટાકડા ફોડવાના રહેશે. વધુ એમિશન વાળા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ. ચાઈનીઝ તુક્કલ અને વિદેશી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ. આગામી દિવાળીના તહેવારને ધ્યાને રાખીને રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ફટાકડાના વેચાણને લઈને કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. રાજકોટ શહેરમાં 29 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી આ જાહેરનામું અમલી રહેશે.

Written By Kinjal Patel
Published: Oct 24, 2026, 11:15 AM IST | Updated: Oct 24, 2026, 11:33 AM IST
Join

Rajkot News: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ફટાકડાના વેચાણ અને ફોડવા અંગેનું એક કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ કમિશનરનું ફટાકડા ફોડવાનો સમય નક્કી કરવામાં આવ્યો
રાજકોટ શહેરમાં અવાજ અને વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ફટાકડા ફોડવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જેમાં દિવાળીના દિવસે રાત્રિના 8:00 થી 10:00 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. જ્યારે બેસતું વર્ષના દિવસે રાત્રે 11:55 થી 12:30 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની છૂટ રહેશે.

બંગાળની ખાડીમાં જાગ્યો ભયાનક 'કુંભકરણ'! 11 રાજ્યોમાં મચી શકે છે ભારે તબાહી, જાણો ગુજરાતને કેટલી થશે અસર, રેડ એલર્ટ જાહેર

પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ નીચે મુજબના નિયમોનું પાલન કરવું ફરજિયાત
પોલીસ કમિશનરના આ જાહેરનામા મુજબ નીચે મુજબના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્ટ જેવા સાયલેન્ટ ઝોનથી 100 મીટરના વિસ્તારની અંદર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. આ વિસ્તારોથી 100 મીટર દૂર જ ફટાકડા ફોડી શકાશે.

દેશી ફટાકડાના વેચાણ પર કડક પ્રતિબંધ ફરમાવ્યો..
વધુ પ્રદૂષણ ફેલાવતા ફટાકડા, ભારે ઘોંઘાટવાળા ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય બજારમાં વેચાતા ચાઈનીઝ તુક્કલ અને અન્ય તમામ વિદેશી ફટાકડાના વેચાણ પર કડક પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ગુજરાત પોલીસ આવાસ મરામત માટે નવી SOP જાહેર: ભ્રષ્ટાચાર રોકવા પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકનો મોટો નિર્ણય

ફટાકડાના વેચાણ અંગેની શું છે માર્ગદર્શિકા? નિયમ તોડ્યો તો થશે પોલીસની કાર્યવાહી
રાજકોટ શહેરમાં આ જાહેરનામું 29 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી અમલમાં રહેશે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ માત્ર અધિકૃત અને લાયસન્સ ધરાવતા વેપારીઓ જ નિયત કરેલી જગ્યાએ ફટાકડાનું વેચાણ કરી શકશે. ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, જો કોઈ લાયસન્સ વગર ફટાકડાના સ્ટોલ ચલાવતું ઝડપાશે, તો તેની સામે કાયદેસરનો ગુનો નોંધીને તમામ માલસામાન જપ્ત કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે.

સમાચારના સાર:

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: વડોદરા ગેસ લિમિટેડે CNG-PNG ગેસના ભાવમાં કર્યો વધારો, તાલાલા પંથકમાં ભૂકંપના 5 આંચકા, ગોતા ખાતે આગની ઘટના

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES