SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: ₹18 લાખના બિલમાં ગેરરીતિ ખુલતાં એક અધિકારી સસ્પેન્ડ, બે સામે ખાતાકીય તપાસ

રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશનમાં એક તરફ ગરીબોના ઘર તૂટી રહ્યાં હતા, બીજી તરફ રાજકોટ મનપાના અધિકારીઓ ચા-નાસ્તા અને જમવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યાં હતા. હવે આ બિલ વિવાદ મામલે મનપા કમિશનરે કાર્યવાહી કરી છે.

Written By Gokani Dhaval
Published: Nov 25, 2026, 20:33 IST | Updated: Nov 25, 2026, 20:36 IST
Join

રાજકોટના બહુચર્ચિત જંગલેશ્વર ડિમોલિશન સમયે થયેલા ખર્ચ અને તે અંગે થયેલા વિવાદ બાદ મોટી કાર્યવાહી કરી છે. તપાસ રિપોર્ટ જાહેર થયા બાદ એક અધિકારીને સસ્પેન્ડ કરાયા છે અને  બે અધિકારીઓ સામે ખાતાકીય તપાસનો નિર્ણય જાહેર કરાયો છે. ડિમોલિશન સમયે થયેલા મસમોટા ખર્ચ બાદ મોટો વિવાદ થયો હતો અને તંત્રએ ખાસ તપાસ કરવી પડી હતી. જેનો રિપોર્ટ જાહેર થતા ખળભળાટ મચી ગયો છે. અને સાથે ખોટો ખર્ચ કરનાર અધિકારીઓ પર મોટી તવાઈ આવી છે.

જંગલેશ્વર ડિમોલિશન વિવાદ મામલે કાર્યવાહી

રાજકોટમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચના વિવાદ મામલે મોટી કાર્યવાહી થઈ છે. આજે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ તપાસ બાદનો રિપોર્ટ જાહેર કર્યો. અને સાથે જવાબદાર અધિકારીઓ સામે એવા કડક પગલાંની જાહેરાત કરી કે, તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ.  સાંસ્કૃતિક વિભાગના મેનેજર કૌશિક ઉનાવા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે આરોગ્ય અધિકારી જયેશ વાંકાણી સામે ખાતાકીય તપાસ થશે. તેમજ સ્ટોર ઈન્ચાર્જ સામે ખાતાકીય તપાસ થશે.

 

નાસ્તા-પાણીમાં 18 લાખનો ખર્ચ

જંગલેશ્વર વિસ્તારમાં રાજકોટના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન થયું હતું. એ સમયે તંત્રએ દબાણો હટાવવા માટે કરેલી કામગીરીની ચર્ચા હતી. પરંતુ જ્યારે આ કામગીરીના બિલ સામે આવ્યા તો હડકંપ મચી ગયો. મોટા હોબાળા બાદ ઈન્ચાર્જ ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં કમિટી રચનામાં આવી. જેમના રિપોર્ટ પ્રમાણે ભોજન, નાસ્તા, ચા-પાણી, લીંબુ સરબતની વ્યવસ્થાના બિલમાં ક્ષતિ જોવા મળી છે. 18 લાખના બિલ અયોગ્ય રીતે મુકાયાનો સ્વીકાર કમિશનરે કર્યો છે. આ સાથે ઇતિહાસમાં પહેલીવાર 5 લાખથી વધુનાં બિલ રિકવર કરાયા છે.

આ પણ વાંચોઃ 70થી વધુ વિધાનસભા બેઠકો પર નિર્ણાયક છે પાટીદાર અને આંજણા સમાજ, જાણો વસ્તી, પ્રભાવ

સાંસ્કૃતિક વિભાગના મેનેજર સસ્પેન્ડ

આ આખી ઘટનામાં સાંસ્કૃતિક વિભાગના મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમણે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં તેમના સુધી રિપોર્ટ ન પહોંચ્યો હોવાનું કહ્યું અને સાથે દાવો કર્યો કે, તેમણે નિયમ મુજબ જ બિલ મુક્યા છે. તપાસનો રિપોર્ટ સામે આવી ગયો છે..જવાબદારો સામે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહેશે, કે રિપોર્ટ કેટલો અસરકારક સાબિત થાય છે? અને જવાબદારો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે?

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES