SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

એક શંકા અને સાત મહિનાનું લગ્નજીવન હોમાયું: જેતપુરમાં પતિએ પત્નીને પથ્થર મારી પતાવી દઈ રેલવે ટ્રેક પર ફેંકી

Jetpur Murder Case : સાત ફેરાના વચનો...માંડ સાત મહિનાનું લગ્નજીવન અને અચાનક રેલવે ટ્રેક પરથી મળી આવી નવદંપતી પરિણીતાની શંકાસ્પદ લાશ! રાજકોટના જેતપુર પંથકમાં બનેલી આ ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. શરૂઆતમાં આ એક અકસ્માત લાગતો હતો, પણ જ્યારે રેલવે ટ્રેક પરથી રહસ્યનો પડદો ઉઠ્યો, ત્યારે જે સચ્ચાઈ બહાર આવી તેણે પોલીસને પણ હચમચાવી દીધી!.

Edited By Karan Rajput
Published: Oct 21, 2026, 02:53 PM IST | Updated: Oct 21, 2026, 02:54 PM IST
Image Credit: Ai Image
Join

નરેશ ભાલિયા, જેતપુર : રાજકોટ જિલ્લાનું જેતપુર પંથક અને કાગવડ-પીઠડીયા વચ્ચેનો રેલવે ટ્રેક! મંગળવારે ટ્રેનના લૉકો પાયલટે ટ્રેક પર કંઈક શંકાસ્પદ જોયું, બ્રેક મારી અને રેલવે કંટ્રોલને મેસેજ મોકલ્યો. રેલવે ટ્રેક પર પડી હતી એક 20 વર્ષની પરિણીતાની કોહવાયેલી લાશ. માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન જોઈને જ વીરપુર પોલીસ સમજી ગઈ હતી કે મામલો અકસ્માતનો નહીં, પણ ઘાતકી હત્યાનો છે.

પોલીસે તપાસ શરૂ કરી તો લાશની ઓળખ દક્ષાબેન શીંગાર તરીકે થઈ, જે મૂળ મધ્યપ્રદેશના વતની હતા અને પતિ દીપક સાથે અહીં ખેતમજૂરી કરતા હતા. લગ્નના હજુ માંડ સાત મહિના થયા હતા ત્યાં જ માસૂમ દક્ષાના જીવનનો ક્રૂર અંત આવી ગયો હતો.

આખરે સાત મહિનાના ટૂંકા લગ્નજીવનમાં એવું તે શું બન્યું કે લાશ સીધી રેલવે ટ્રેક પર પહોંચી ગઈ? પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તે કાળજું કંપાવનારો હતો. પત્ની દક્ષા કોઈ અન્ય વ્યક્તિ સાથે ફોન પર વાત કરે છે, બસ આ એક જ વહેમ પતિ દીપકના મગજ પર સવાર થઈ ગયો હતો.

વીજળી બચાવવા સુરત ટેક્સટાઈલ માર્કેટનો મહત્વનો નિર્ણય, ઉદ્યોગોને મળશે મોટી રાહત

પથ્થર ઉપાડ્યો અને માથા પર ઉપરાઉપરી ઘા ઝીંકયા

દારૂના નશામાં અવારનવાર મારપીટ કરતા દીપકે તે કાળી રાત્રે ઝઘડો કર્યો અને ઉશ્કેરાટમાં દક્ષાનું ગળું દબાવી દીધું.દક્ષા બેભાન થઈ ગઈ એટલે તેને મરેલી સમજી લાશને ખેતરમાંથી ઢસડીને રેલવે ટ્રેક પર ફેંકી આવ્યો પણ હેવાનીયતની હદ તો જુઓ, પાટા પર પહોંચ્યા પછી ખબર પડી કે દક્ષાના શ્વાસ હજુ ચાલુ છે, એટલે નરાધમ પતિએ બાજુમાંથી મોટો પથ્થર ઉપાડ્યો અને દક્ષાના માથા પર ઉપરાઉપરી ઘા ઝીંકીને જીવતી જ મારી નાખી!

હત્યારા દીપકનો પ્લાન એકદમ શાતિર હતો. લાશને ટ્રેક પર મૂકીને તે આ આખી ઘટનાને આત્મહત્યા અથવા ટ્રેન અકસ્માતમાં ખપાવવા માંગતો હતો જેથી પુરાવાનો નાશ થઈ જાય પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટે દીપકના આ પ્લાન પર પાણી ફેરવી દીધું. રિપોર્ટમાં સાબિત થયું કે મોત ટ્રેનની ટક્કરથી નહીં, પણ ગળું દબાવવાથી અને માથામાં પથ્થર મારવાથી થયું છે.

પાટણના ઊંટવાડામાં દેશી દારૂથી મોત? વાયરલ વીડિયોથી ચકચાર મચી

કાયદાના સકંજા સામે શાતિર હત્યારો ભાંગી પડ્યો

શંકાના આધારે પોલીસે જ્યારે પતિ દીપકની કડક પૂછપરછ શરૂ કરી, ત્યારે કાયદાના સકંજા સામે શાતિર હત્યારો ભાંગી પડ્યો અને પોતાની જ પત્નીની કરપીણ હત્યાની કબૂલાત કરી લીધી. વીરપુર પોલીસે ગણતરીના કલાકોમાં આ અંધારી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી કાતિલ પતિને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

વીરપુર પોલીસે કાતિલને સજાના પાંજરામાં તો પૂરી દીધો

જ્યારે લોહીના સંબંધો પર પૈસાની કે વહેમની લાલચનો કાળો પડછાયો પડે છે, ત્યારે માણસ હેવાન બની જાય છે.જે પત્ની સાથે અગ્નિની સાક્ષીએ સાત ભવ સુધી સાથ નિભાવવાના વચનો આપ્યા હતા, એ જ પત્નીના શ્વાસ વહેમના એક જ ઝાટકે રોકી દેનાર દીપક શિંગાર આજે જેલની અંધારી કોટડીમાં પહોંચી ગયો છે. વીરપુર પોલીસે કાતિલને સજાના પાંજરામાં તો પૂરી દીધો છે, પણ આ ઘટનાએ સમાજ સામે એક બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે કે શંકાનો એક નાનકડો વહેમ કેવી રીતે હસતા-ખેલતા પરિવારની ખુશીઓને સદાય માટે સ્મશાનમાં ફેરવી શકે છે.

 



 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES