SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ભાજપના સાંસદ રાજેશ શુક્લની જીત સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન; જાણો કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ કયો મુદ્દો ઉઠાવ્યો

Gujarat High Court: રાજ્યસભામાં ચૂંટાયેલા ભાજપના સાંસદ રાજેશ શુક્લની મુશ્કેલી વધી છે, કારણ કે વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ કરેલી અરજીના કારણે ગુજરાત હાઇકોર્ટે રાજેશ શુક્લને નોટિસ ફટકારી છે. કોંગ્રેસના વિધાનપક્ષના નેતા તુષાર ચૌધરીએ હાઈકોર્ટમાં દાખલ કરેલી પિટીશન પર સુનાવણી કરતા હાઈકોર્ટના જસ્ટિસ એસ. વી. પિન્ટોએ નોટિસ ઈસ્યુ કરી છે.

Written By Kinjal Patel
Published: Oct 02, 2026, 11:04 AM IST | Updated: Oct 02, 2026, 11:12 AM IST
Join

Gujarat High Court: તાજેતરમાં  રાજ્યસભામાં ચૂંટાયેલા ભાજપના સાંસદ રાજેશ પરમાનંદભાઈ શુક્લની જીતને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. જી હા...ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના વિપક્ષી નેતા તુષાર ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવેલી ઈલેક્શન પિટિશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ. વી. પિન્ટોએ ભાજપના સાંસદ રાજેશ શુક્લ સામે સમન્સ બજાવ્યું છે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં યોજાશે.

ભાજપના સાંસદ રાજેશ શુક્લ સોગંદનામામાં ગંભીર ગુનાઓ છુપાવ્યાનો આક્ષેપ
વિપક્ષી નેતા તુષાર ચૌધરીએ હાઈકોર્ટમાં કરેલી પિટિશનમાં રજૂઆત કરી હતી કે, ભાજપના સાંસદ રાજેશ શુક્લે ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલા સોગંદનામામાં પોતાની વિરુદ્ધ કોઈ પણ ફોજદારી કેસ પડતર ન હોવાનો દાવો કર્યો હતો, પરંતુ વાસ્તવમાં તેમની સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 406, 420, 45, 467, 498 અને 471 હેઠળ અત્યંત ગંભીર ગુનાઓ દાખલ છે. આ મામલે ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને અગાઉ સમન્સ પણ પાઠવવામાં આવ્યા હતા.

રાજેશ શુક્લ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ક્વાશિંગ પિટિશન દાખલ કરાઈ
તુષાર ચૌધરીની અરજીમાં દર્શાવવામાં આવ્યું છે કે, આ ગુનાઓ સંબંધિત નીચલી કોર્ટની ફરિયાદ રદ કરાવવા માટે રાજેશ શુક્લ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ક્વાશિંગ પિટિશન દાખલ કરવામાં આવેલી છે, જે હાલ પણ પડતર છે. ખાસ વાત એ છે કે, ગુજરાત હાઈકોર્ટે આ કેસની કાર્યવાહી પર કોઈપણ પ્રકારનો સ્ટે આપ્યો નથી.

ભાજપ સાંસદ રાજેશ શુક્લની ચૂંટણી રદ કરવાની દાદ મંગાઈ
ભાજપ સાંસદ રાજેશ શુક્લને પોતાની સામે નોંધાયેલા ફોજદારી કેસોની સંપૂર્ણ જાણકારી હોવા છતાં આ હકીકત છુપાવીને લોકપ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓનો ભંગ કર્યો છે. પિટિશનમાં આ કૃત્યને લોકશાહી પ્રક્રિયાની વિરુદ્ધ ગણાવીને, સાચી માહિતી છુપાવવાના આધારે ભાજપ સાંસદ રાજેશ શુક્લની ચૂંટણી રદ કરવાની દાદ (માગણી) માંગવામાં આવી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES