• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /૪૪માંથી ૪૪ બેઠકો પર ભગવો લહેરાવવાનો ટાર્ગેટ: ગાંધીનગરમાં ભાજપનું હાઈ-વોલ્ટેજ માઇક્રો મેનેજમેન્ટ!

૪૪માંથી ૪૪ બેઠકો પર ભગવો લહેરાવવાનો ટાર્ગેટ: ગાંધીનગરમાં ભાજપનું હાઈ-વોલ્ટેજ માઇક્રો મેનેજમેન્ટ!

BJP's Mega Micro-Planning : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અને ભાજપનું લક્ષ્ય. 44માંથી 44 બેઠકો.11 વોર્ડ. 44 બેઠકો અને દરેક બેઠક પર ભગવો લહેરાવવાના ટાર્ગેટ સાથે ભાજપે ચૂંટણી મેદાનમાં પોતાની સંગઠન શક્તિ કામે લગાડી છે. ભાજપનો દાવો છે કે, માત્ર મોટી સભાઓ નહીં... પરંતુ બૂથથી લઈને સોસાયટી સુધીનું માઇક્રો પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે જુઓ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી પર આ ખાસ અહેવાલ

Written ByKaran Rajput
Published: Sep 30, 2026, 04:53 PM IST|Updated: Sep 30, 2026, 05:00 PM IST
joinshare
૪૪માંથી ૪૪ બેઠકો પર ભગવો લહેરાવવાનો ટાર્ગેટ: ગાંધીનગરમાં ભાજપનું હાઈ-વોલ્ટેજ માઇક્રો મેનેજમેન્ટ!
Image Credit: Gandhinagar Municipal Corporation Election

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gandhinagar Municipal Corporation Election: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે 44માંથી 44 બેઠકો જીતવાનો લક્ષ્યાંક જાહેર કર્યો છે. આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે 11 વોર્ડનું અલગ-અલગ સ્તરે પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જ્ઞાતિગત સમીકરણ હોય કે ભૌગોલિક સમીકરણ. જે વિસ્તારમાં જે સમાજનું પ્રભુત્વ હોય, ત્યાં તે મુજબ બેઠકો અને સંપર્ક કાર્યક્રમો યોજવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે.

જ્ઞાતિગત સમીકરણ હોય કે ભૌગોલિક સમીકરણ

ભાજપના આ પ્લાનમાં માત્ર સ્થાનિક નેતાઓ જ નહીં. સાંસદો અને ધારાસભ્યો સહિત સિનિયર નેતાઓને પણ પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. રોજની 11થી વધુ નાની ગ્રુપ મીટિંગો યોજવાની તૈયારી છે. સોસાયટી, ફ્લેટ, ગ્રામ્ય વિસ્તાર, મતદારો સુધી સીધો સંપર્ક કરવા માટે 50થી 60 જેટલા વક્તાઓની ટીમ પણ તૈયાર કરવામાં આવી હોવાનો ભાજપનો દાવો છે.

 

  • સાંસદો અને ધારાસભ્યો, સિનિયર નેતાઓને પ્રચારની જવાબદારી
  • રોજની 11થી વધુ નાની ગ્રુપ મીટિંગો યોજવાની તૈયારી છે

ચૂંટણી પ્રચારને માત્ર દિવસના કાર્યક્રમો સુધી મર્યાદિત ન રાખતા ભાજપે મોર્નિંગ વોક કેમ્પેઇન પણ ગોઠવ્યું છે. સવારે ગાર્ડનમાં મતદારો સાથે સીધો સંપર્ક તો બીજી તરફ મહિલા મોરચો, યુવા મોરચો અને બક્ષીપંચ મોરચા સહિત સાત મોરચાને મેદાનમાં ઉતારવાની તૈયારી છે. ખાસ કરીને નવા અને યુવા મતદારો સુધી પહોંચવાની જવાબદારી યુવા મોરચાને સોંપાઈ છે.

  • ભાજપે મોર્નિંગ વોક કેમ્પેઇન ગોઠવ્યું છે
  • સવારે ગાર્ડનમાં મતદારો સાથે સીધો સંપર્ક

હવે વાત સૌથી મહત્વના માઇક્રો મેનેજમેન્ટની. સોસાયટીના ચેરમેનથી લઈને સેક્રેટરી અને સિક્યુરિટી ગાર્ડ્સ સુધી સંપર્ક. મતદાનના દિવસ સુધી સતત ફોલોઅપ...આ ઉપરાંત સામાજિક સંસ્થાઓ અને આગેવાનોના સહયોગથી મતદાન વધારવા માટે કોલ સેન્ટરની વ્યવસ્થા કરવાનો પ્લાન પણ છે.

સોસાયટીના ચેરમેનથી લઈ સેક્રેટરી, સિક્યુરિટી ગાર્ડ્સ સુધી સંપર્ક

.ભાજપ પોતાના પ્રચારમાં ગાંધીનગરમાં થયેલા વિકાસ કાર્યો, મેટ્રો ટ્રેન સહિતની યોજનાઓને પણ મુખ્ય મુદ્દા બનાવવાની વાત કરી રહ્યું છે.એટલે એક તરફ 44માંથી 44નું લક્ષ્ય અને બીજી તરફ દરેક વોર્ડ, દરેક વિસ્તાર અને દરેક મતદાર સુધી પહોંચવાનો પ્રયાસ. હવે સવાલ એ છે કે. ભાજપનું આ માઇક્રો પ્લાનિંગ મતદાનના દિવસે કેટલું અસરકારક સાબિત થાય છે?...

માઇક્રો પ્લાનિંગ મતદાનના દિવસે કેટલું અસરકારક સાબિત થશે?

શું 44માંથી 44 બેઠકો જીતવાનો ભાજપનો લક્ષ્યાંક વાસ્તવિક પરિણામમાં બદલાય છે?. ગાંધીનગરની જનતા આ ચૂંટણીમાં શું જનાદેશ આપે છે. તેનો જવાબ ચૂંટણીના પરિણામોમાં જ મળશે કે ભાજપનો લક્ષ્યાંક વાસ્તવિક પરિણામમાં બદલાય છે?
 

Add Zee News as a Preferred Source