દિવાળી-છઠ ઉજવવા સુરતથી હજારો પરપ્રાંતિય પરિવારો વતનના રવાના; ઉધના સ્ટેશને માનવમહેરામણ! એક જ દિવસમાં દોડી 10 સ્પેશિયલ ટ્રેન!
Surat News: દિવાળી અને છઠપૂજાના પર્વને માનવવા પરપ્રાંતિયોએ પકડી વતનની વાટ પકડી રહ્યા છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી રહી છે. યુપી, બિહાર અને ઝારખંડ તરફ મોટી સંખ્યામાં પ્રવાસીઓ રવાના થયા છે. દિવાળી પર્વ પર સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ રહી છે.
પ્રશાંત ઢીવરે/સુરત: દિવાળી અને છઠ પૂજાના પવિત્ર પર્વને લઈને સુરતમાં રહેતા લાખો પરપ્રાંતિયોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તહેવારની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે. જેના કારણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.
રાજકોટમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર રેડ; 43 પુરુષો અને 33 મહિલાઓ ઝડપાઈ; મોઢા છુપાવવા ટેબલ-ખુરશીના કવર બાંધવા પડ્યા!
દિવાળી અને છઠ પૂજાનો તહેવાર પરિવાર સાથે મનાવવા લોકોમાં ભારે ઉત્સાહ
સુરતના ઉધના રેલવે સ્ટેશનને જ્યાં જુઓ ત્યાં માથા જ માથા દેખાઈ રહ્યા છે. હાથમાં થેલા અને બાળકોને સાથે લઈને હજારો પરપ્રાંતિય પરિવારો પોતાના વતન યુપી, બિહાર અને ઝારખંડ જવા માટે સ્ટેશન પર પહોંચ્યા છે. દિવાળી અને છઠ પૂજાનો તહેવાર પોતાના પરિવાર સાથે મનાવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ છે.
ઉધનાથી યુપી, બિહાર અને ઝારખંડ તરફ 10 જેટલી સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ
મુસાફરોની આ ભીડને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવાળીના તહેવાર પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આજે એક જ દિવસમાં ઉધનાથી યુપી, બિહાર અને ઝારખંડ તરફ 10 જેટલી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે
Gujarat News Live: રાજકોટમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર રેડ, દુષ્કાળના સંકટ વચ્ચે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં વરસાદ, માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા
માત્ર ઓક્ટોબરમાં 1 લાખ 50 હજારથી વધુ લોકો સુરતથી વતન રવાના
રેલવેના આંકડા મુજબ માત્ર ઓક્ટોબર મહિનામાં જ 1 લાખ 50 હજારથી વધુ લોકો સુરતથી પોતાના વતન રવાના થયા છે. તો ગઈકાલે મોડી રાતથી લઈને આજે સવારે 8 વાગ્યા સુધીમાં 20 હજારથી વધુ મુસાફરો વતન તરફ રવાના થઈ ચૂક્યા છે. અને હાલ પણ એક બાદ એક ટ્રેન યુપી, બિહાર તરફ રવાના થઈ રહી છે
40 કરોડના ખર્ચે એક આધુનિક અને વિશાળ વેટિંગ એરિયા બનાવવામાં આવ્યો
મુસાફરોની ભીડને કાબુ કરવા અને તેમને કોઈ તકલીફ ન પડે તે માટે રેલવે વિભાગે આ વખતે ખાસ તૈયારી કરી છે. 40 કરોડના ખર્ચે એક આધુનિક અને વિશાળ વેટિંગ એરિયા બનાવવામાં આવ્યો છે. જ્યાં હજારો મુસાફરોને તડકાથી બચાવીને સુરક્ષિત રીતે બેસાડવામાં આવી રહ્યા છે અને વારાફરતી ટ્રેનમાં રવાના કરવામાં આવી રહ્યા છે
સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ, સરદાર પટેલ વગર ભારતની કલ્પના અશક્ય : PM મોદી
મુસાફરોને શાંતિપૂર્ણ રીતે વતન મોકલવામાં આવી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે દિવાળી દરમિયાન અચાનક ભારે ભીડ ઉમટી પડતા સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી અને મુસાફરોને ભર તડકામાં કલાકો સુધી રાહ જોવી પડી હતી. પરંતુ આ વર્ષે ગત વર્ષનું પુનરાવર્તન ન થાય તે માટે રેલવે વિભાગ અને પોલીસ પ્રશાસન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને મુસાફરોને શાંતિપૂર્ણ રીતે વતન મોકલવામાં આવી રહ્યા છે