ગુજરાત સરકારનો મોટો નિર્ણય; દિવાળી પર્વ નિમિત્તે 143 કેદીઓને 15 દિવસના પેરોલ મંજૂર; પરિવાર સાથે ઉજવી શકશે તહેવાર
Gandhinagar News: દિવાળી પર્વ નિમિત્તે રાજ્યના 143 પાત્રતા ધરાવતા કેદીઓને 15 દિવસના પેરોલ મંજૂર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેલ સુધારણા અને કેદી કલ્યાણના ભાગરૂપે વર્ષ 2003થી દિવાળી પેરોલ આપવામાં આવે છે. 60 વર્ષથી વધુ વયના 103 પુરૂષ કેદીઓ અને 40 મહિલા કેદીઓ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી શકશે. ધનતેરસથી 15 દિવસ માટે પેરોલ રજાનો લાભ મળશે.
Gandhinagar News: રાજ્ય સરકારની કેદી કલ્યાણ પ્રવૃત્તિઓ અને જેલ સુધારણા યોજનાના ભાગરૂપે દિવાળી પર્વ નિમિત્તે કેદીઓને પરિવાર સાથે તહેવાર ઉજવવાની તક આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની જેલોમાં સજા ભોગવી રહેલા પાત્રતા ધરાવતા ૧૪૩ કેદીઓને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ૧૫ દિવસના દિવાળી પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે.
"આ જુઓ'ને નીતિન કાકા કરમાઈ ગયા, અમે બધા નવરા થઈ ગયા છે...", પાટીદાર મહાસંમેલનમાં જ નીતિન પટેલની રાજકીય સ્થિતિ અંગે પરેશ ધાનાણીના ચાબખા
પુરુષ કેદીઓ પોતાના પરિવારજનો સાથે ખુશાલીથી દિવાળી ઉજવી શકશે..
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2003થી પ્રતિવર્ષ દિવાળીના તહેવાર નિમિત્તે કેદીઓને ૧૫ દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવે છે. આ નીતિ અન્વયે પાત્રતા ધરાવતા મહિલા કેદીઓ તેમજ 60 વર્ષ કે તેથી વધુ વયના પાત્રતા ધરાવતા પુરુષ કેદીઓ પોતાના પરિવારજનો સાથે ખુશાલીથી દિવાળી ઉજવી શકે તે હેતુથી આ લાભ આપવામાં આવે છે.
15 દિવસ માટે દિવાળી પેરોલ પર મુક્ત કરવાનો નિર્ણય
આ વર્ષે રાજ્ય સરકારની મંજૂરી અન્વયે પાત્રતા ધરાવતા 60 વર્ષ કે તેથી વધુ વયના 103 પુરુષ કેદીઓ અને 40 મહિલા કેદીઓ મળી કુલ 143 કેદીઓને ધનતેરસના દિવસથી, એટલે કે તા. 06/11/2026થી 15 દિવસ માટે દિવાળી પેરોલ પર મુક્ત કરવાનો નિર્ણય કરાયો છે.
રાજકોટની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી મામલે અનેક મોટા ખુલાસા, કોણ છે ચિરાગ પટેલ? એક ધારાસભ્યના ભાઈ-ભાભી સહિત 38 સામે કાર્યવાહી
ગંભીર ગુનાના કેદીઓને દિવાળી પેરોલ રજાનો લાભ આપવામાં આવતો નથી
જેલ ડીજીપી ડૉ. કે.એલ.એન રાવે જણાવ્યું છે કે, રાજ્ય સરકારના નિયમો અનુસાર ગંભીર ગુનાના કેદીઓને દિવાળી પેરોલ રજાનો લાભ આપવામાં આવતો નથી. જેમાં ખાસ કરીને હાઇકોર્ટમાં અપીલ પેન્ડિંગ હોય તેવા કેદીઓ, એન.આર.આઈ. કેદીઓ તથા અન્ય રાજ્યના વતની હોય તેવા કેદીઓ, NDPS એક્ટ, ટાડા તેમજ પોટા હેઠળ સજા ભોગવી રહેલા કેદીઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ અથવા રાજ્યના અર્થતંત્રને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કેદીઓ, એક કરતાં વધુ ગુનાઓમાં સજા પામેલા કેદીઓ, બળાત્કાર, અપહરણ, લૂંટ, ધાડ, ચોરી કે નાણાં પડાવવા જેવા ગંભીર અને સમાજવિરોધી ગુનાઓમાં સંડોવાયેલા કેદીઓ અને જેમના પર પ્રતિબંધાત્મક હુકમો લાગુ કરવામાં આવ્યા હોય તેવા કેદીઓને દિવાળી પેરોલ રજાનો લાભ આપવામાં આવતો નથી.