SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રીલ ક્વીન બાદ હવે ખાખી ખંડણીખોર સકંજામાં: કીર્તિ પટેલની ખાસ સાથીદાર નયના બારૈયા સાસણગીરના રિસોર્ટમાંથી દબોચાઈ

Naina Baraiya Arrest : સોશિયલ મીડિયા પર ફેક વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને કરોડો રૂપિયાની ખંડણી વસૂલતી ટોળકીના કારનામાનો આખરે સુરત પોલીસે ધી એન્ડ આણી દીધો છે. રીલ લાઈફમાં કાયદાના લીરેલીરા ઉડાવતી વિવાદોની ક્વીન કીર્તિ પટેલ તો ઓલરેડી જેલના સળિયા ગણી રહી છે, પણ ખાખી વર્દીને લજવતી તેની જ ખાસ સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા છેલ્લા ત્રણ મહિનાથી પોલીસને હાથતાળી આપીને નાસતી ફરતી હતી.

Edited By Karan Rajput
Published: Oct 05, 2026, 02:04 PM IST | Updated: Oct 05, 2026, 02:05 PM IST
Image Credit: AI Image
Join

પ્રશાંત ઢીવરે, સુરત : સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવીને અને નકલી વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને કરોડો રૂપિયા ખંખેરતી ગેંગની મુખ્ય સૂત્રધાર આખરે લોકઅપના સળિયા પાછળ પહોંચી ગઈ છે. સુરતની પુણા પોલીસે કીર્તિ પટેલની ખાસ સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની ધરપકડ કરી લીધી છે. નયના સામે તેના જ લિવ-ઈન પાર્ટનર રાજુ ભમ્મરે જુલાઈ મહિનામાં 3.12 કરોડ રૂપિયા પડાવી લેવાની અને બ્લેકમેલ કરવાની ગંભીર ફરિયાદ નોંધાવી હતી.

આ હાઈપ્રોફાઈલ કેસમાં કીર્તિ પટેલ તો અગાઉથી જ જેલના હવાલે છે, પણ નયના બારૈયા પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરીને સતત પોલીસને ચકમો આપી રહી હતી.તે ધરપકડથી બચવા માટે ઉદયપુર, ચિત્તોડગઢ અને ખાટુશ્યામ જેવા ધાર્મિક અને પર્યટન સ્થળોએ વેશ પલટો કરીને છુપાતી ફરતી હતી પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પુણા પોલીસને પાક્કી બાતમી મળી કે નયના ગુજરાતમાં ઘૂસી ચૂકી છે અને સાસણગીરના એક રિસોર્ટમાં મોજ કરી રહી છે.

રિસોર્ટમાં દરોડો પાડીને નયના બારૈયાને દબોચી લીધી

લોકેશન કન્ફર્મ થતાં જ સુરત પોલીસે રાતોરાત પોતાની સ્પેશિયલ ટીમ ગીર રવાના કરી અને રિસોર્ટમાં દરોડો પાડીને નયના બારૈયાને દબોચી લીધી. સુરત સેશન્સ કોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ પોલીસ તેની પાછળ હાથ ધોઈને પડી હતી. આખરે નયનાની ધરપકડ કરીને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.

તમને જણાવી દઈએ કે, આ સમગ્ર વિવાદની શરૂઆત ફેબ્રુઆરી 2026માં થઈ હતી, જ્યારે ભાવનગરના દાઠા પોલીસ સ્ટેશનમાં નયના સામે પ્રેમ પ્રકરણ બાબતે ધમકી આપવાની ફરિયાદ થઈ હતી ત્યારબાદ જૂન મહિનામાં વિવાદોની ક્વીન કીર્તિ પટેલે આ કેસમાં એન્ટ્રી મારી હતી. કીર્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી ફરિયાદી રાજુ ભમ્મર અને તેની પત્ની વિરુદ્ધ બદનક્ષીકારક વીડિયો અને અશ્લીલ રીલ્સ બનાવી હતી. નયના બારૈયાએ પણ પોતાના આઈડી પર આ બદનક્ષીકારક વીડિયો શેર કરીને આ ગુનાહિત કાવતરામાં પૂરો સાથ આપ્યો હતો...

રાજુ ભમ્મર અને નયના 21 મહિના સુધી લિવ-ઈન રિલેશનશિપમાં

પોલીસના જણાવ્યા અનુસાર, રાજુ ભમ્મર અને નયના 21 મહિના સુધી લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા હતા. સંબંધો બગડ્યા બાદ નયનાએ કીર્તિ પટેલ સાથે મળીને ખંડણી વસૂલવાનું મોટું નેટવર્ક શરૂ કર્યું. રાજુની પત્નીના નકલી વીડિયો વાયરલ કરવાની અને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને કરોડો રૂપિયા પડાવી લીધા હતા.

હાલ તો કીર્તિ પટેલ જેલમાં છે અને તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડીએક્ટિવેટ કરી દેવાયું છે ત્યારે હવે નયના બારૈયાની લઈને આ કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

નયના અને કીર્તિની ધરપકડ એક જડબાતોડ બોધપાઠ 

સોશિયલ મીડિયા પર સસ્તા ફેમ અને રીલ્સના જોરે કાયદાને ખિસ્સામાં લઈને ફરતી આવી સ્વયંભૂ 'વિવાદિત ક્વીન્સ' માટે નયના અને કીર્તિની ધરપકડ એક જડબાતોડ બોધપાઠ છે. ખાખીની આડમાં બ્લેકમેલિંગનું નેટવર્ક ચલાવતી નયના બારૈયા હોય કે ઈન્સ્ટાગ્રામ પર કાયદાના લીરેલીરા ઉડાવતી કીર્તિ પટેલ. જ્યારે કાયદાનો સકંજો કસાય છે ત્યારે ગમે તેવા માતેલા સાંઢ પણ જેલના સળિયા પાછળ આવી જ જાય છે ત્યારે જોવાનું એ રહેશે કે આ 'રીલ લાઈફ'ની કિંગ કીર્તિ અને નયના 'રિયલ લાઈફ'ના જેલવાસમાંથી ક્યારે બહાર આવી શકે છે...

 


 

Add Zee News as a Preferred Source

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES