Bhuj Khavda Highway Accident: કચ્છના ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર મોડી રાત્રે ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર એક જ પરિવારના નાના બાળકો તથા મહિલા સહિત 7 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અકસ્માતના કારણે રસ્તા પર મૃતદેહો વેરવિખેર હાલતમાં જોવા મળ્યા હતા. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે મૃતકો એક જ પરિવારના હોઈ શકે છે.
અકસ્માતની ગંભીરતા દર્શાવતા અત્યંત હૃદયદ્રાવક દૃશ્યો સામે આવ્યા છે. ટક્કર બાદ કારનો કચ્ચરઘાણ વળી જતાં અંદર સવાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને રસ્તા પર મૃતદેહો વેરવિખેર હાલતમાં જોવા મળ્યા હતા. મોડી રાત્રે બનેલા આ ગમખ્વાર અકસ્માત અને રસ્તા પરના દૃશ્યો જોઈને સ્થાનિકો તથા રાહદારીઓમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ છવાઈ ગયો છે.
ભુજ-ખાવડા રોડ ઉપર સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુના મુખમાં ધકેલાયેલા 7 હતભાગીઓની પ્રાથમિક ઓળખ પોલીસની પ્રારંભિક તપાસમાં સ્પષ્ટ થઈ છે.
આ ભયાનક અકસ્માતની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાના પગલે જિલ્લા પોલીસ અધિક્ષક (SP) વિકાસ સુંડા તાત્કાલિક અકસ્માત સ્થળ અને હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.