• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /સંબંધોનું ખૂન! ખંભાતમાં ઓનર કિલિંગ: પિતાએ જ દુપટ્ટાથી ગળું દબાવીને કરી દીકરીની હત્યા

સંબંધોનું ખૂન! ખંભાતમાં ઓનર કિલિંગ: પિતાએ જ દુપટ્ટાથી ગળું દબાવીને કરી દીકરીની હત્યા

આણંદના ખંભાતમાંથી સંબંધોનું ખૂન કરતી એક એવી ખૌફનાક ઘટના સામે આવી છે, જે જાણીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે...જે પિતાએ દીકરીને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, એ જ પિતાએ 21 વર્ષીય વ્હાલસોયી દીકરીના શ્વાસ રૂંધી નાખ્યા...મપિતાએ કેવી રીતે ખેલ્યો મોતનો ખેલ? અને આત્મહત્યાના નાટકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટે કેવી રીતે કર્યો પર્દાફાશ? જુઓ આ ખાસ અહેવાલ...

Written ByGokani Dhaval
Published: Nov 11, 2026, 08:31 PM IST|Updated: Nov 11, 2026, 08:33 PM IST
joinshare
સંબંધોનું ખૂન! ખંભાતમાં ઓનર કિલિંગ: પિતાએ જ દુપટ્ટાથી ગળું દબાવીને કરી દીકરીની હત્યા

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

દીકરી એટલે પિતાના કાળજાનો કટકો...દીકરી એટલે ઘરની રોનક...પણ જ્યારે એ જ પિતાના હાથ દીકરીના ગળાનો ફાંસો બની જાય, ત્યારે માનવતા પણ શરમાઈ જાય છે...આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના મેતપુર ગામમાં આવો જ એક હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે...જ્યાં 21 વર્ષીય સાન્યા પટેલની તેના જ સગા પિતા કૌશલકુમાર પટેલે ગળું દબાવી કરપીણ હત્યા કરી નાખી...

દીકરીનો કાતિલ નીકળ્યો સગો બાપ

વડોદરાથી બી.કોમ.નો અભ્યાસ પૂર્ણ કરનાર આશાસ્પદ યુવતી સાન્યાને પોતાના જ ગામ મેતપુરના એક યુવક સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હતો...પરંતુ આ પ્રેમમાં જ્ઞાતિની ઊંચી દીવાલ આડી આવી...બંનેની જ્ઞાતિ અલગ હોવાથી પિતા કૌશલકુમારને આ સંબંધ બિલકુલ મંજૂર નહોતો...પિતાએ અનેકવાર સાન્યાને આ સંબંધ તોડી નાખવા સમજાવી, દબાણ કર્યું, પરંતુ સાન્યા પોતાના પ્રેમ પર અડગ રહી અને યુવક સાથે ફોન પર વાતચીત ચાલુ રાખી.

જ્ઞાતિની દીવાલ બની દીકરીની કાળ...

સમગ્ર ઘટના બની હતી 8 નવેમ્બર, દિવાળીની રાત્રે...જ્યારે આખો દેશ દીવાઓના અજવાળામાં તહેવાર મનાવી રહ્યો હતો, ત્યારે મેતપુરના સહજાનંદ ફળિયામાં આવેલા આ ઘરમાં મોતનો અંધકાર છવાઈ રહ્યો હતો...રાત્રે પરિવારના તમામ સભ્યો વાતો કરીને પોતપોતાના રૂમમાં સૂવા જતા રહ્યા હતા...પરંતુ મોડી રાત્રે આશરે સવા ત્રણ વાગ્યે પિતા કૌશલકુમારે રસોડામાં સાન્યાને ઘેરી અને તેના પ્રેમસંબંધ અંગે ઉગ્ર ચર્ચા શરૂ કરી...આવેશમાં આવેલા પિતાએ સાન્યાને કહ્યું કે, "હું તારું ગળું દબાવી દઉં તો શું થાય?" ભોળી દીકરીએ શરૂઆતમાં પિતાની આ વાતને મજાક સમજી...પણ સાન્યાને ક્યાં ખબર હતી કે પિતાના મનમાં તો મોતનું તાંડવ ચાલી રહ્યું છે! પળવારમાં જ પિતાએ સાન્યાના જ દુપટ્ટાથી તેનું ગળું દબાવવાનું શરૂ કર્યું...ગળા પર દબાણ વધતા સાન્યા તડપીને જમીન પર ઢળી પડી અને તેના પ્રાણ પંખેરું ઉડી ગયા.

આ પણ વાંચોઃ તહેવાર ટાણે જ કાયદો-વ્યવસ્થા ખાડે? રાજકોટમાં તોડફોડ-આગચાંપી, ડભોઈમાં જૂથ અથડામણ

ખંભાતમાં ઓનર કિલિંગથી ચકચાર

દીકરીનો જીવ લીધા બાદ શાતિર પિતાએ આ હત્યાને આત્મહત્યા અથવા અકુદરતી મોતમાં ખપાવવાનો કારસો રચ્યો...પરિવારજનો અને સગાંસંબંધીઓને ગેરમાર્ગે દોરીને મૃતદેહને ખંભાત જનરલ હોસ્પિટલ લઈ જવાયો...પરંતુ હોસ્પિટલના તબીબોની બાજ નજરથી સત્ય છુપાયું નહીં...મૃત્યુ શંકાસ્પદ જણાતા મૃતદેહને કરમસદની કૃષ્ણ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો...અને જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો, ત્યારે પિતાના તમામ જુઠ્ઠાણાનો પર્દાફાશ થઈ ગયો...રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે સાન્યાનું મોત 'ગળા પર દબાણ આવવાથી શ્વાસ રૂંધાવાના કારણે થયું છે.

ફોરેન્સિક રિપોર્ટ બાદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો અને પિતા કૌશલ રમણલાલ પટેલની આકરી પૂછપરછ હાથ ધરી...પોલીસની કડકાઈ સામે આરોપી પિતા ભાંગી પડ્યો અને પોતે જ દીકરીની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી...

ફરિયાદના આધારે આરોપી પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાયો છે...આરોપી પિતાની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં નામદાર કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી આરોપી પિતાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે...

સમાજની ખોટી પ્રતિષ્ઠા અને જ્ઞાતિવાદની આગમાં એક પિતાએ પોતાની જ દીકરીનો ભોગ લઈ લીધો...આજે આરોપી પિતા જેલના સળિયા પાછળ છે, પરંતુ આ ઘટનાએ સમગ્ર પંથકમાં અનેક સવાલો ઊભા કર્યા છે...
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News