અમદાવાદના નિકોલમાં ફોર્ચ્યુનર કારનો કહેર! પાથરણાવાળાઓને કચડ્યા, ચાર લોકોને અડફેટે લેતા એક મહિલાનું મોત
Ahmedabad News: અમદાવાદના નિકોલ વિસ્તારમાં દેવસ્ય સ્કૂલ સર્કલ પાસે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક ફોર્ચ્યુનર કારચાલકે રસ્તા પર પાથરણાં લગાવીને બેઠેલા લોકોને અડફેટે લીધા હતા. કારની ટક્કર એટલી જોરદાર હતી કે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Published: Nov 02, 2026, 11:46 PM IST
| Updated: Nov 02, 2026, 11:50 PM IST
Ahmedabad News: ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા આશરે ચાર લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે.
પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી
બીજી તરફ, અકસ્માત સર્જનાર ફોર્ચ્યુનર કારચાલકને પોલીસે ઝડપી લીધો છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પીઆઈ એસ.આઈ. સુમરાએ વિગતો આપી
આ અકસ્માત અંગે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસના પીઆઈ એસ.આઈ. સુમરાએ વિગતો આપી હતી. તેમણે અકસ્માતની ઘટના અને પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે માહિતી આપી હતી.
નાના વેપારીઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા
નિકોલ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર રસ્તા પર રાહદારીઓ અને નાના વેપારીઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા કર્યા છે.