SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

1976 બાદ બદલાશે ગુજરાતનો રાજકીય નક્શો! વિધાનસભાની 273 અને લોકસભાની 39 બેઠકો થવાની શક્યતા

કેન્દ્ર સરકાર ફરી પરિસીમન અને મહિલા અનામત સાથે જોડાયેલા બંધારણીય સુધારા ખરડાને સંસદમાં રજૂ કરવા માટે તૈયાર છે. કેન્દ્ર સરકારે 30 નવેમ્બરે લોકસભા અને 2 ડિસેમ્બરે રાજ્યસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્રમાં પરિસીમન અને મહિલા અનામત વિધેયકને રજૂ કરવામાં આવી શકે છે. આ વિધેયકમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની 50 ટકા સીટો વધારવાની જોગવાઈ કરવામાં આવી છે, આવો જાણીએ આ બિલ પસાર થાય તો ગુજરાતમાં તેની કેવી અસર થશે.

Written By Gokani Dhaval
Published: Nov 27, 2026, 15:28 IST | Updated: Nov 27, 2026, 15:39 IST
Join

Gujarat Delimitation: કેન્દ્ર સરકારે આગામી 30 નવેમ્બરે લોકસભા અને 2 ડિસેમ્બરે રાજ્યસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા પરિસીમન દ્વારા મહિલાઓને લોકસભા અને રાજ્ય વિધાનસભામાં 33 ટકા અનામતનું બિલ રજૂ કરવામાં આવી શકે છે. આજે કેન્દ્રીય કેબિનેટે પરિસીમન દ્વારા મહિલાઓને અનામત આપનાર બંધારણીય સંશોધન બિલને મંજૂરી આપી દીધી છે. તેવામાં આ બિલ પસાર થવાની સાથે ગુજરાતના રાજકીય નક્શા પર મોટી અસર થશે. વર્તમાનમાં ગુજરાતમાં વિધાનસભાની 182 અને લોકસભાની 26 સીટો છે, જેમાં સીધો 50 ટકાનો વધારો થઈ જશે.

કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં પરિસીમન દ્વારા મહિલાઓને અનામત આપનાર બંધારણીય સંશોધન વિધેયકને મંજૂરી આપી છે. તે હેઠળ તમામ રાજ્યોમાં સીટોની સંખ્યા સમાન ગુણોત્તરમાં 50 ટકા વધારવામાં આવશે અને આ વ્યવસ્થા 2051 સુધી લાગૂ રહેશે. એટલે કે આ બિલ કાયદો બનવાની સાથે ગુજરાત પર પણ તેની અસર થશે. ગુજરાતમાં પણ લોકસભા અને વિધાનસભાની સીટો વધી જશે.

1976 બાદ બદલાઈ જશે ગુજરાતનો રાજકીય નક્શો

વર્તમાનમાં ગુજરાતમાં વિધાનસભાની કુલ સીટો 182 અને લોકસભાની કુલ સીટો 26 છે. 1976માં 42મા બંધારણીય સુધારા દ્વારા આ સીટો નિર્ધારિત કરવામાં આવી હતી. હવે કેન્દ્ર સરકાર દ્વારા પરિસીમન બિલ પસાર કરવામાં આવે તો કાયદા પ્રમાણે ગુજરાતમાં લોકસભા અને રાજ્ય સભાની સીટોમાં 50 ટકાનો વધારો થશે, જેમાંથી 1/3 સીટો મહિલાઓ માટે અનામત રહેશે.

ગુજરાતમાં વિધાનસભાની 90 સીટો વધી શકે

કેન્દ્ર સરકાર મહિલા અનામત લાગૂ કરશે તો તેની અસર ગુજરાત પર પણ થશે. ગુજરાતમાં વિધાનસભા બેઠકોના નવા પરિસીમન થશે અને નવી બેઠકો પણ અસ્તિત્વમાં આવશે. વર્તમાનમાં ગુજરાતમાં 182 વિધાનસભા સીટો છે, જે વધીને 273 સુધી પહોંચી શકે છે. એટલે કે રાજ્યમાં 90 જેટલી બેઠકો વધી જશે. પરિસીમન બાદ વર્તમાન વિધાનસભાની બેઠકોમાં મોટા ફેરફાર થશે. ઘણી નવી બેઠકો અસ્તિત્વમાં આવવાની સાથે ઘણી બેઠકોના નામ પણ બદલાઈ જશે.

અનામત બેઠકોમાં પણ થઈ શકે છે ફેરફાર

ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે પણ બેઠકો અનામત છે. જો વિધાનસભાની બેઠકો વધીને 273 થાય તો અનામત બેઠકોમાં ફેરફાર થઈ શકે છે. બીજીતરફ ગુજરાત વિધાનસભાની 273 બેઠકોમાંથી 1/3 એટલે કે 91 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. મહિલા અનામત લાગૂ થયા બાદ ગુજરાત વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધી જશે.

સ્થાપના સમયે 132 વિધાનસભા બેઠકો હતી

1 મે 1960ના વર્ષમાં જ્યારે ગુજરાતને મહારાષ્ટ્રથી અલગ બનાવવામાં આવ્યું ત્યારે રાજ્યમાં 132 વિધાનસભા બેઠકો હતી. ત્યારબાદ 1962મા 154 બેઠકો થઈ અને 1967મા ધારાસભ્યોની બેઠકો વધીને 168 પહોંચી હતી. ત્યારબાદ 1976મા ગુજરાતમાં 182 ધારાસભ્યોની સંખ્યા નક્કી થઈ હતી, જે હજુ સુધી યથાવત છે.

લોકસભાની બેઠકો પણ વધશે

વિધાનસભાની બેઠકોમાં ફેરફાર થવાની સાથે ગુજરાતમાં લોકસભાની સીટો પણ વધી જશે. વર્તમાનમાં 26 લોકસભા બેઠકો છે, જેની સંખ્યા વધીને 39 થઈ જશે. 2029મા જ્યારે લોકસભા ચૂંટણી યોજાશે ત્યારે ગુજરાતમાં લોકસભા સાંસદોની સંખ્યા વધીને 39 થઈ શકે છે, જેમાં 13 જેટલી બેઠકો મહિલા સાંસદો માટે અનામત રહી શકે છે.

દેશમાં લોકસભાની સીટો વધશે તો તેની અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતનો રાજકીય નક્શો 2029 પહેલા બદલાઈ જશે. ગુજરાતમાં વર્તમાનમાં 26 લોકસભા સીટ છે, જેમાં વધારો થશે. વર્તમાન રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 39 લોકસભા સીટ થઈ શકે છે, એટલે કે 13 સીટનો વધારો થશે. આ સાથે એસસી અને એસટી અનામતની સીટોમાં પણ ફેરફાર થઈ શકે છે.

ગુજરાતમાં વર્તમાન લોકસભા સીટ

ગાંધીનગર        
નવસારી    
ખેડા    
કચ્છ    
જુનાગઢ    
પાટણ    
સુરત    
અમદાવાદ પશ્ચિમ        
સુરેન્દ્રનગર    
ભાવનગર        
વલસાડ    
દાહોદ        
અમરેલી        
રાજકોટ        
ભરૂચ    
બનાસકાંઠા    
બારડોલી        
અમદાવાદ પૂર્વ        
આણંદ    
જામનગર    
પોરબંદર        
વડોદરા        
પંચમહાલ    
સાબરકાંઠા        
છોટા ઉદેપુર        
મહેસાણા    

આ સિવાય ગુજરાતમાં કુલ લોકસભાની વર્તમાન 26 બેઠકોમાંથી અનુસૂચિત જાતિ અને અનુસૂજિત જનજાતિ માટે અનામત બેઠકો છે. રાજ્યમાં કુલ બે સીટો અનુસૂજિત જાતિ અને 4 સીટ અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. લોકસભાની કુલ બેઠકોની સંખ્યામાં વધારો થવાને કારણે આ અનામત બેઠકોમાં પણ ફેરફાર થઈ શકે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES