SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મેલું ઉપાડવાના શંકરસિંહ વાઘેલાના નિવેદન પર પાટીદાર અને બ્રાહ્મણ સમાજ લાલઘૂમ, દિનેશ બાંભણીયા અને યજ્ઞેશ દવેનો પલટવાર

શંકરસિંહ વાઘેલાના મેલું ઉપાડવાના નિવેદન બાદ મોટો વિવાદ શરૂ થઈ ગયો છે. બાપુએ જાહેરસભામાં આપેલા નિવેદન બાદ બ્રાહ્મણ અને પાટીદાર સમાજ લાલધૂમ થયો છે. બંને સમાજે શંકરસિંહ વાઘેલાને પડકાર ફેંક્યો છે.

Written By Gokani Dhaval
Published: Oct 03, 2026, 11:41 AM IST | Updated: Oct 03, 2026, 11:54 AM IST
Join

ગુજરાતની રાજનીતિમાં નવો વિવાદ છેડાયો છે. શંકરસિંહ વાઘેલાના મેલું ઉપાડવાના નિવેદન બાદ પાટીદાર અને બ્રમ સમાજ લાલધૂમ થયો છે. દિનેશ બાંભણીયા અને યજ્ઞેશ દવેએ શંકરસિંહ વાઘેલાને પડકાર ફેંક્યો છે. નોંધનીય છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સાગબારામાં યોજાયેલી આદિવાસીઓની બેઠકમાં એક નિવેદન આપતા નવો વિવાદ શરૂ થયો છે.

શું બોલ્યા હતા શંકરસિંહ વાઘેલા
સાગબારામાં આદિવાસી સમાજની જાહેરસભામાં શંકરસિંહ વાઘેલા સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે જંગલ-જમીનના સાચા માલિકો આદિવાસી સમાજ છે. આ દરમિયાન તેમણે અનામત અંગે કહ્યું કે કોઈને મહેરબાનીથી અનામત આપવામાં આવી નથી. વર્ષોના અન્યાયને કારણે અનામત મળી છે.

આ સાથે શંકરસિંહ વાઘેલાએ પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમાજને પડકાર ફેંક્યો હતો. બાપુએ કહ્યુ કે પટેલ, વાણિયા કે બ્રાહ્મણ આદિવાસીઓનું મેલું ઉપાડે તો હું તેમને 50 હજાર આપું. તેમના આ નિવેદન બાદ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પાટીદાર સમાજના દિનેશ બાંભણીયા અને બ્રહ્મ સમાજના યજ્ઞેશ દવેએ વળતો પ્રહાર કર્યો છે

દિનેશ બાભણીયાએ કર્યો પ્રહાર
શંકરસિંહ વાઘેલાના નિવેદન બાદ પાટીદાર સમાજના દિનેશ બાંભણીયાએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે શંકરસિંહ મેલું ઉપાડે તો પાટીદાર સમાજ માગશે એટલા રૂપિયા આપશે. દિનેશ બાંભણીયાએ કહ્યું કે શંકરસિંહનું નિવેદન બાલ્યઅવસ્થા વાળું છે. તેમણે કહ્યું કે શંકરસિંહે આ નિવેદન અમુક સમાજને ખુશ કરવા માટે આવ્યું છે.

 

બ્રહ્મ સમાજના યજ્ઞેશ દવેનું નિવેદન
શંકરસિંહ વાઘેલાના નિવેદન બાદ બ્રહ્મ સમાજના યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે જો શંકરસિંહ મારા ઘરનું મેલું ઉપાડે તો હું પાંચ લાખ રૂપિયા આપીશ. યજ્ઞેશ દવેએ સવાલ કર્યો કે કેમ બ્રહ્મ સમાજ અને પાટીદાર સમાજને નિશાન બનાવવામાં આવ્યો છે. બાપુએ પોતાના સમાજ વિશે વાત કરી નથી.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES