SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સત્તામાં ભાગીદારી છતાં અસંતોષ કેમ? પાટીદાર નેતાઓ કઈ ખામોશીની જાહેરમાં કાઢી રહ્યા છે ભડાશ, કેમ ચર્ચામાં છે પાટીદાર સમાજ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં પાટીદાર સમાજ એક્ટિવ થઈ ગયો છે. પીએમ મોદીની ડિનર ડિપ્લોમસી બાદ અલગ અલગ સમાજના નેતાઓ ખુલ્લેઆમ નિવેદનો કરી રહ્યાં છે. શિસ્તબદ્ધ પાર્ટીમાં મોંઢામાં મગ ભરીને ચૂપ રહેનારા નેતાઓ સીએમ પદની માગણી કરતાં દાળમાં કંઈક કાળુ હોવાનું રાજકીય સૂત્રો શંકા વ્યક્ત કરી રહ્યાં હતા. હવે ભાજપમાં જઈને ચૂપકીદી સાધી લેનાર હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયામાં આક્રમક અંદાજમાં પોસ્ટ મૂકતાં ગુજરાતના રાજકારણમાં કંઈક નવાજૂની થવાના એંધાણ છે. પ્રફૂલ પટેલે પણ ગુજરાત આવીને પાટીદાર રાગ આલાપતાં પાટીદાર સમાજ હાલમાં ગુજરાતમાં ટ્રેન્ડમાં આવી ગયો છે.

Written By Dilip Chaudhary
Published: Nov 26, 2026, 19:08 IST | Updated: Nov 26, 2026, 19:32 IST
Join

Gujarat Patidar : ગુજરાતમાં આર્થિક રીતે સમૃદ્ધ પાટીદાર સમાજનો ભાજપમાં હંમેશાં દબદબો રહ્યો છે. હાલમાં ગુજરાતના સીએમ પણ ભૂપેન્દ્ર પટેલ છે. રાજ્યમાં પાવરફૂલ ગણાતા સમાજને અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી જગાવવામાં કોણ સફળ થઈ રહ્યું છે. એકાએક પાટીદાર સમાજના સંગઠનો અને નેતાઓ સક્રિય થઈને પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. પબુભા માણેકે સીએમ પદ માટે આપેલી પ્રતિક્રિયા હવે આગની જેમ ફેલાઈ રહી છે. પાટીદાર નેતાઓની 'ભડાશ' પાછળનો અસલી ઈશારો કોની તરફ છે?  અને હાર્દિક તેમજ અલ્પેશ સહિતના પાસના નેતાઓને એકાએક કેમ ઉભરાયો છે એ સવાલો હેઠળ છે. આ નેતાઓના એક જેવા જ આક્રમક નિવેદનો ગુજરાતમાં કંઈક નવા જૂની થવાના એધાણનો અણસાર છે.

Top 6 Gujarat News: બંધારણને કોનાથી ખતરો? રવી પાકના વાવેતરમાં ઘટાડો અને WhatsAppના નવા ફીચર સુધીના 6 મોટા સમાચાર

પાટીદાર નેતાઓની 'ખામોશી'નો ઈશારો કોના તરફ?

આગામી ચૂંટણીને હજુ એક વર્ષ જેટલો સમય બાકી છે, પરંતુ રાજ્યમાં અત્યારથી જ રાજકીય હલચલ તેજ બની ગઈ છે. આવા સમયે હાર્દિક અને અલ્પેશ સહિત પાસના બીજા 3 નેતાઓની કોપીકેટ પોસ્ટ અનેક સવાલો ઊભા કરી રહી છે. શું પાસના નેતાઓ પક્ષના કોઈ નિર્ણય કે નેતાથી નારાજ છે? કે પછી આગામી ચૂંટણી પહેલાં પોતાનું રાજકીય વજન અને મહત્વ બતાવવા માટે આ પ્રકારનો મેસેજ આપવામાં આવી રહ્યો છે? હાલ તો આ નેતાઓની 'ખામોશી' પાછળનો અસલી ઈશારો કોના તરફ છે, તે સમગ્ર ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 

હાર્દિક પટેલે 25 નવેમ્બરની સાંજે પોતાની તસવીર સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલપતિના ગીત સાથે હાર્દિકે લખ્યું, ‘મારી શાંતિને નબળાઈ સમજવાની ભૂલ ન કરતા’ ‘દરેક જવાબ શબ્દોથી જ આપવામાં આવે એ જરૂરી નથી’આ કેપ્શન સાથેની પોસ્ટ વાયરલ થઈ હતી.

હાર્દિકની પોસ્ટ બાદ અલ્પેશ કથીરિયાની પોસ્ટ

હાર્દિક પટેલની પોસ્ટ બાદ, આંદોલન સમયના તેમના સાથી અને પાસ (PAAS)ના પૂર્વ કન્વીનર અલ્પેશ કથીરિયાએ પણ હાર્દિક સાથેની એક જૂની તસવીર શેર કરી હતી. તેમણે હાર્દિકના સૂરમાં સૂર પુરાવતા કેપ્શનમાં લખ્યું કે, "અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ના કરતા, અમારા સ્વાભિમાનને તમારી શરતોમાં તોલતા નહીં. અમે સમય આવ્યે ઇતિહાસ લખવાની તાકાત રાખીએ છીએ, બાકી અમને દરેક પાને પોતાનું નામ લખવાનો શોખ નથી." એક જ સમયે બંને નેતાઓની આવી પોસ્ટે રાજકીય ગરમાવો વધારી દીધો છે.

'અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ન કરતા'

 

 

પાટીદાર નેતાઓની સોશિયલ મીડિયા પોસ્ટથી ફરી રાજકીય વર્તુળોમાં ચર્ચા, હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા બાદ ધાર્મિક માલવીયાએ પણ સૂચક પોસ્ટ મૂકી છે! ધાર્મિક માલવીયાએ અલ્પેશ અને હાર્દિક સાથેની જૂની તસવીર ફેસબુક પર શેર કરી છે. પોસ્ટમાં લખ્યું કે અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ન કરતા, અમારા સ્વાભિમાનને તમારી શરતોમાં તોલતા નહીં, સમય આવ્યે ઇતિહાસ લખવાની તાકાત રાખીએ છીએ.

વધુમાં લખ્યું - અમારી ગતિ ભલે ધીમી લાગે, પરંતુ અમારા પગલાં જ આગળ જતાં રસ્તો બનશે, કોઈ ગેરસમજમાં રહીને અમને અલગ ન ગણશો, દિલના તાર હંમેશા એક જ ધબકાર પર ધબકે છે. ત્રણેય નેતાઓની એકસાથે જૂની તસવીર સાથેની પોસ્ટથી પાટીદાર રાજકારણમાં ફરી ચર્ચા તેજ થઈ છે. આ પોસ્ટને પાટીદાર નેતાઓની એકતા અને ફરી સક્રિય થવાના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. સૌથી મોટી વાત એછે કે અલ્પેશ કથિરિયાએ પોસ્ટમાં ધાર્મિક માલવિયાનો ફોટોગ્રાફ કાપ્યો હતો પણ ધાર્મિકે ત્રણેયની એક સાથેની તસવીર મૂકી અલ્પેશ કથિરિયાની ચાલાકીને ખુલ્લી પાડી હતી. 

એક સમયે પાટીદાર આંદોલનો સાથે સંકળાયેલા નેતાઓની એકાએક પોસ્ટથી રાજકીય ગરમાવો આવ્યો છે. પાસના 3 નેતાઓની પોસ્ટ બાદ વરૂણ પટેલ પણ પાછળ રહ્યાં નથી. એમને પણ પાસના જૂના નેતાઓની જેમ જ પોસ્ટ કરી નવા જૂનીના સંકેતો આપ્યા છે.  પાસ નેતાએ બાંભણીયાએ પણ આ પ્રકારની હવે પોસ્ટ કરી છે. એકની એક કોપી પેસ્ટ પોસ્ટથી પાસના નેતાઓ કોને ટાર્ગેટ કરી રહ્યાં છે એ સૌથી મોટો સવાલ છે. 
 

 

બંને નેતાઓ હાલ ભાજપમાં હોવાથી પોસ્ટને લઈને પાટીદાર સમાજમાં ચર્ચા

એક સમયે સરકાર સામે આંદોલન કરનારા બંને નેતાઓ હાલ ભાજપમાં હોવાથી પોસ્ટને લઈને પાટીદાર સમાજમાં ચર્ચા છે. હાર્દિક પટેલ વિરમગામના ભાજપના ધારાસભ્ય છે, બંને નેતાઓની પોસ્ટ પાછળનું કારણ શું તે અંગે અટકળો ચાલી રહી છે. અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટતા કરી કે હાર્દિકના સમર્થનમાં પોસ્ટ મૂકી છે, જોકે હાર્દિકે પોસ્ટ શા માટે મૂકી તેની તેમને જાણ નથી અને બંને વચ્ચે કોઈ વાતચીત પણ થઈ નથી. હવે પાસના નેતાઓ સોશિયલ મીડિયા પર કોઈને ટાર્ગેટ કરી રહ્યાં છે પણ ચૂપ રહેતા નેતાઓ કેમ સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા એ ગુજરાતમાં ચર્ચાનો વિષય છે. હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા સહિતના પાસના નેતાઓની આક્રમક પોસ્ટ કોના પર દબાણ લાવવાની રણનીતિ છે?

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES