SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રાજ્યના મુર્ધન્ય સાહિત્યકારોના સર્જન સાથે ‘ગુજરાત દીપોત્સવી અંક-૨૦૮૨’ પ્રકાશિત: CM ભૂપેન્દ્ર પટેલે કર્યું વિમોચન

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માહિતી ખાતા દ્વારા દર વર્ષે પ્રકાશિત થતા 'ગુજરાત દીપોત્સવી અંક' (વિક્રમ સંવત 2082)નું વિમોચન કર્યું હતું. આ દળદાર અંકમાં ગુણવંત શાહ, કુમારપાળ દેસાઈ, રઘુવીર ચૌધરી અને શાહબુદ્દીન રાઠોડ જેવા ગુજરાતના મુર્ધન્ય સાહિત્યકારોના ચિંતનાત્મક લેખો, કાવ્યો, નવલિકાઓ, વિનોદિકાઓ અને નાટિકાઓનો સમૃદ્ધ સાહિત્ય રસથાળ પીરસવામાં આવ્યો છે.

Written By Kinjal Patel
Published: Oct 21, 2026, 07:27 PM IST | Updated: Oct 21, 2026, 07:47 PM IST
Join

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા  ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૮૨નું વિમોચન કર્યુ હતું. રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રતિ વર્ષ પોતાની આગવી પરંપરા અનુસાર ‘ગુજરાત દીપોત્સવી અંક’ પ્રસિધ્ધ કરવામાં આવે છે.

મન પ્રફુલ્લિત બને તેવા ચિંતનાત્મક લેખો..
આ વર્ષે ગુજરાત દીપોત્સવી – ૨૦૮૨માં ગુજરાતના મુર્ધન્ય સાહિત્યકારોની સર્જનશીલ કલમે રજૂ થયેલા સાહિત્યની સૌરભથી વાચક મિત્રોનું મન પ્રફુલ્લિત બને તેવા ચિંતનાત્મક લેખો, કાવ્યો, નવલિકાઓ, વિનોદિકાઓ, નાટિકાઓ સાથેનો સાહિત્ય રસથાળ પીરસવામાં આવ્યો છે.

દીપોત્સવી અંકમાં પ્રસિધ્ધ કરાયા વિશેષ લેખો
આ દીપોત્સવી અંકમાં ગુણવંતભાઈ શાહ, વિષ્ણુભાઈ પંડયા, ડૉ. કુમારપાળ દેસાઈ, રઘુવીરભાઈ ચૌધરી, શાહબુદ્દીન રાઠોડ, રતિલાલ બોરીસાગર, માધવ રામાનુજ, રાજેન્દ્ર શુક્લ જેવા લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જનશીલ કલમે લખાયેલી સાહિત્યકૃતિઓ પ્રસિધ્ધ કરવામાં આવી છે.

યુસુફ પઠાણ પર સરકાર અને વડોદરા કોર્પોરેશન મહેરબાન! 20.53 કરોડની જમીન માત્ર 5.52 કરોડમાં ફાળવાતા રાજનીતિમાં ગરમાવો!

મનમોહક ચિત્રો આ અંકને વધુ નયનરમ્ય બનાવશે..
આ દળદાર અંક 28 અભ્યાસલેખો, 28 નવલિકાઓ, 16 વિનોદિકાઓ, 9 નાટિકા અને 89 જેટલી કાવ્ય રચનાઓથી સંપન્ન છે. સાથેસાથે પ્રકૃતિ, લોકજીવન અને માનવીય સંવેદનાઓને અભિવ્યક્ત કરતી ૫૨ જેટલી રંગીન તસવીરો અને મનમોહક ચિત્રો આ અંકને વધુ નયનરમ્ય બનાવે છે.

આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ એમ.કે.દાસ, અગ્ર સચિવ સંજીવ કુમાર, માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ ડો.વિક્રાંત પાંડે, અધિક માહિતી નિયામક ડો.સંજય કચોટ તથા સંયુક્ત માહિતી નિયામક જયેશ દવે સહિત માહિતી ખાતાનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 


 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES