'રીચી રીચ'ના માલિકની હેવાનિયત : સાંતેજમાં તનીષ પટેલ પર જીવલેણ હુમલો કરી કાન કાપી નાખનાર આરોપી પોલીસ પકડથી દૂર
Bhavik Gajjar : ગાંધીનગરના સાંતેજ પોલીસની કામગીરી પર અત્યારે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ગરબા ગ્રાઉન્ડ બહાર સામાન્ય બાબતમાં આતંક મચાવનારો રીચી રીચ પાન પાર્લરનો માલિક ભાવિક ગજ્જર 5 દિવસથી ફરાર છે. પોલીસે ગુનો તો ગંભીર નોંધ્યો છે, પણ આરોપીને પકડવામાં પોલીસના હાથ કેમ ટૂંકા પડી રહ્યા છે?.
Gandhinagar Crime News : રસ્તો ક્રોસ કરવા જેવી તદ્દન સામાન્ય બાબતે ભાવિક ગજ્જર અને તનીષ પટેલ વચ્ચે બોલાચાલી થઈ હતી. કાળી મર્સિડીઝ કાર લઈને ફરતા ભાવિક ગજ્જરને આ વાત દિલ પર લાગી ગઈ. તેનો અહંકાર એટલો ઘવાયો કે તેણે કાયદો હાથમાં લઈ હેવાનિયતની તમામ હદો પાર કરી નાખી!.
ભાવિક ગજ્જરે તનીષ પટેલ પર પંચ વડે હુમલો કર્યો અને એટલી નિર્દયતાથી તેના કાન પર બચકું ભર્યું કે કાન કપાઈ ગયો. લોહીલુહાણ હાલતમાં તનીષને હોસ્પિટલ ખસેડાયો, જ્યાં તેના કાનને સરખો કરવા પ્લાસ્ટિક સર્જરી કરવી પડી છે. પોલીસ સૂત્રોના મતે આરોપી અત્યારે રાજસ્થાન તરફ ભાગી ગયો છે.
- કાન પર બચકું...5 દિવસથી ભાવિક ફરાર
- બચકાકાંડમાં પોલીસની કામગીરી સામે સવાલ
- દાંતથી કાપ્યો કાન...ક્યારે પકડાશે ભાવિક?
- ગંભીર ગુનો નોંધાયો...આરોપી હજુ ફરાર
- રીચી રીચના માલિક પર ગંભીર આરોપ
હત્યાના પ્રયાસ જેવો ગંભીર ગુનો હોવા છતાં સાંતેજ પોલીસની ઢીલી કામગીરીથી અનેક ચર્ચાઓ જાગી છે...શું આરોપી પૈસાવાળો અને વગદાર હોવાથી તેને ભાગવાનો મોકો આપવામાં આવ્યો?. સાંતેજ ગરબા ગ્રાઉન્ડ બહાર તનીષ પટેલનો કાન કરડી ખાનાર 'રીચી રીચ'ના માલિક ભાવિક ગજ્જર મામલે હવે રાજકીય ભૂકંપ આવ્યો છે. ચાંદલોડિયાના કોર્પોરેટર નંદુભાઈ પટેલે આ હુમલાખોર સામે સનસનાટીપૂર્ણ આક્ષેપો કર્યા છે.
અદ્રશ્ય જેલ અને ₹8 કરોડની લૂંટ! અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટનો ભયાનક ખેલ, સુરતથી માસ્ટરમાઈન્ડ ઝડપાયો
શું ભાવિક ગજ્જર વગદાર અને 'રીચી રીચ' પાન પાર્લરનો માલિક હોવાના કારણે જ પોલીસ ઢીલી નીતિ અપનાવી રહી છે?. સાંતેજ પોલીસની આ શંકાસ્પદ ભૂમિકા સામે ઉચ્ચ અધિકારીઓ ક્યારે એક્શન લેશે અને આ 'રીચી રીચ' હેવાન ક્યારે જેલના સળિયા ગણશે તે હવે જોવાનું રહેશે.