SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

"રાત્રે અંધારામાં નહીં, તાકાત હોય તો દિવસે ફાડો... છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેશું", ગાંધીનગરમાં ગેનીબેનનો હુંકાર

Geniben Thakor's statement: ગાંધીનગર મનપાની ચૂંટણી ટાણે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક બીજા પર વાર પ્રતિવાર કરી રહ્યા છે. ગઈકાલે (મંગળવારે) ગાંધીનગર મનપાના વોર્ડ નંબર-6ની જાહેર સભામાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે બેનર ફાડવા મુદ્દે ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે રાત્રે બેનરો ના ફડાય, રાત્રે કોઈને ખબર ના હોય એવી રીતે બેનર ના ફડાય. જો તમારામાં તાકાત હોય તો 56 ઇંચની છાતી હોય તો દિવસે બેનરો ફાડજો, તો તમને છઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવે તો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો નહીં. પોલીસ અહીંથી બધાને ધમકી આપે છે રિક્ષાવાળાને અને બધાને એસપી ખુદ ફોન કરે છે.

Written By Kinjal Patel
Published: Oct 07, 2026, 10:22 AM IST | Updated: Oct 07, 2026, 10:31 AM IST
Join

Geniben Thakor's statement: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ત્રણેય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હાલ ગાંધીનગરના અલગ અલગ વોર્ડમાં ત્રણેય પાર્ટીઓ પોતાના દિગ્ગજ નેતાઓ સાથે સભાઓ ગજવી રહ્યા છે. મંગળવારે સાંજે ગાંધીનગરના વોર્ડ નંબર 6માં કોંગ્રેસની યોજાયેલી એક વિશાળ જાહેર સભા દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ અને સ્થાનિક પોલીસ વહીવટી તંત્ર સામે આકરા પ્રહારો કરતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

જો કોંગ્રેસના આગેવાનો તમને છઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવી દે તો કહેજો: ગેની બેન
ગાંધીનગર મનપાની ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના બેનરો ફાડી નાખવાની ઘટના બની છે. આ ઘટના અંગે આક્રોશ વ્યક્ત કરતા ગેનીબેન ઠાકોરે ભાજપ અને પોલીસ તંત્રને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, "રાત્રે કોઈને ખબર ન પડે તે રીતે બેનરો ન ફાડાય. જો તમારામાં તાકાત હોય અને 56 ઇંચની છાતી હોય, તો દિવસે આવીને સામે ચાલીને બેનરો ફાડી બતાવો. જો કોંગ્રેસના આગેવાનો તમને છઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવી દે તો કહેજો."

પોલીસ તંત્ર સામે ગેની બેન ઠાકોરના ગંભીર આરોપ
સભા દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસ દ્વારા પ્રચારમાં રોકાયેલા નાના વર્ગના લોકોને હેરાન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, "અહીંથી પોલીસ બધાને ધમકીઓ આપી રહી છે. રિક્ષાચાલકોથી લઈને સામાન્ય લોકોને ખુદ એસ.પી. ફોન કરીને ધમકાવે છે. પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, કોંગ્રેસના કાર્યકરો કે મતદારોને ડરાવવાનું કે ધમકાવવાનું નથી."

 

"દારૂના અડ્ડાઓ બંધ કરાવો, હપ્તાખોરી બંધ કરો": ગેનીબેન ઠાકોર 
ગુજરાત પોલીસની કામગીરી સામે આકરા પ્રહારો કરતા ગેનીબેને જણાવ્યું હતું કે, "જો તમારામાં ખરેખર ડ્યુટી પ્રત્યેની ફરજ અદા કરવાની તાકાત હોય, તો કાર્યકરોને ધમકાવવાને બદલે ફતેપુરા સહિતના વિસ્તારોમાં જે રેલમછેલ દારૂ વેચાઈ રહ્યો છે તે બંધ કરાવો. દારૂના વેપારમાંથી મહિને હપ્તા ઉઘરાવવામાં આવે છે. ગરીબ સમાજના યુવાનો બરબાદ થઈ રહ્યા છે અને નાની ઉંમરે બહેનો વિધવા બની રહી છે, છતાં તંત્રને આ દૃશ્ય દેખાતું નથી. જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે વહીવટી તંત્ર બેફામ બનીને સત્તાનો દુરુપયોગ કરે છે."

"અમિત ચાવડાની હાજરીને કારણે મર્યાદા જાળવું છું": ગેનીબેને મંચ પર ઉપસ્થિત નેતાઓનો ઉલ્લેખ 
પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા ગેનીબેને મંચ પર ઉપસ્થિત નેતાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "આમ તો જો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા હાજર ન હોત, તો હું આનાથી પણ વધુ કડક ભાષામાં જવાબ આપત. પણ તેમની હાજરી હોવાથી હું મારી મર્યાદા જાળવી રહી છું."

"જો તમારામાં તાકાત હોય, તો આ 11મી તારીખે મતદાન પૂર્ણ થવા દો!
ગેનીબેન ઠાકોરે સંબોધનના અંતે વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે, "જો તમારામાં તાકાત હોય, તો આ 11મી તારીખે મતદાન પૂર્ણ થવા દો. અને જો તમને એટલી બધી ઉતાવળ હોય, તો તમે જાતે મેદાન નક્કી કરો. તમે જે રીતે લડવા માગતા હોવ, એ રીતે લડી લેવાની અમારા તમામ કોંગ્રેસના કાર્યકરોની પૂરેપૂરી તૈયારી છે."

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES