અમૂલ બાદ હવે આ ડેરીએ ગ્રાહકોને આપ્યો ઝટકો! દૂધના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયા સુધીનો વધારો, પશુપાલકોને રાહત
Baroda Dairy increases milk prices: અમૂલ ડેરી બાદ હવે બરોડા ડેરી દ્વારા પણ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 4 રૂપિયા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેનો અમલ 13 નવેમ્બરથી કરવામાં આવ્યો છે. આ ભાવવધારા મુજબ, અમૂલ ગોલ્ડ દૂધના 500 મિલી પાઉચનો ભાવ 35 રૂપિયાથી વધીને 37 રૂપિયા અને અમૂલ શક્તિ દૂધના પાઉચનો ભાવ 32 રૂપિયાથી વધીને 34 રૂપિયા કરવામાં આવ્યો છે. ગ્રાહકો પર ભાવવધારાના બોજની સાથે-સાથે બરોડા ડેરીએ પશુપાલકોને રાહત આપતા દૂધ ઉત્પાદકોના દૂધ ખરીદ ભાવમાં પણ પ્રતિ કિલોફેટે 30 રૂપિયાનો વધારો કર્યો છે.
Baroda Dairy increases milk prices: મોંઘવારીનો માર સહન કરી રહેલી સામાન્ય જનતા પર વધુ એક બોજ પડ્યો છે. અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યા બાદ હવે બરોડા ડેરીએ પણ દૂધના વેચાણ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. બરોડા ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયા સુધીનો વધારો કર્યો છે, જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે.
Gujarat News Live: અમેરિકામાં 13 હજારથી વધુ વિમાનો થંભ્યા, લાભ પાંચમના પાવન પર્વે આજથી ફરી ધંધા-વેપાર ધમધમતાં થશે, PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ
આ નવા ભાવવધારાનો અમલ 13 નવેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યો
બરોડા ડેરી દ્વારા જાહેર કરવામાં આવેલા આ નવા ભાવવધારાનો અમલ 13 નવેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. દૂધના પાઉચના ભાવમાં થયેલા આ ફેરફાર મુજબ, વિવિધ શ્રેણીના દૂધના ભાવમાં પ્રતિ 500 મિલી પાઉચ દીઠ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે ગ્રાહકોને હવે એક લિટર દૂધ પાછળ 4 રૂપિયા વધુ ચૂકવવા પડશે.
અમૂલ ગોલ્ડ અને શક્તિ દૂધના નવા દર
ભાવવધારા બાદ બજારમાં મળતા મુખ્ય દૂધ પાઉચના નવા દર નીચે મુજબ નક્કી કરવામાં આવ્યા છે...
- અમૂલ ગોલ્ડ (500 મિલી): અગાઉ 35 રૂપિયામાં મળતું આ પાઉચ હવે 2 રૂપિયાના વધારા સાથે 37 રૂપિયામાં મળશે. (પ્રતિ લિટર ભાવ 74 રૂપિયા થયો).
- અમૂલ શક્તિ (500 મિલી): અગાઉ 32 રૂપિયામાં મળતું પાઉચ હવે 2 રૂપિયા વધીને 34 રૂપિયામાં ઉપલબ્ધ થશે. (પ્રતિ લિટર ભાવ 68 રૂપિયા થયો).
2027ની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં જ્ઞાતિનું રાજકારણ ગરમાયું: અમરાપુર સંમેલનથી ભાજપ-કોંગ્રેસમાં હલચલ, કોળી સમાજમાં જ ભડકો!
બરોડા ડેરીએ દૂધ ઉત્પાદકો એટલે કે પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય
એક તરફ જ્યાં ગ્રાહકોના ખિસ્સા પર ભાર વધ્યો છે, ત્યાં બીજી તરફ બરોડા ડેરીએ દૂધ ઉત્પાદકો એટલે કે પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલોફેટે 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઘાસચારા અને પશુદાણના વધતા ભાવ વચ્ચે ડેરીના આ નિર્ણયથી લાખો પશુપાલકોને મોટી આર્થિક રાહત મળશે.
સમાચારનો સાર:-
- અમૂલ ડેરી બાદ બરોડા ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
- દૂધમાં એક લિટરે 4 રૂપિયા સુધીનો વધારો કર્યો
- 13 નવેમ્બરના રોજથી ભાવ વધારો કર્યો
- અમૂલ ગોલ્ડ દૂધ પાઉચ 500 મિલીનો ભાવ 35 થી 37 રૂ કરાયો
- અમૂલ શક્તિ દૂધ પાઉચનો ભાવ 32 થી 34 રૂ કરાયો
- દૂધ ઉત્પાદકોના દૂધ ખરીદ ભાવમાં પ્રતિ કિલોફેટે રૂ 30 નો વધારો કરાયો