SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગુજરાતમાં રવિ વાવેતરને મળ્યો વેગ: એક જ સપ્તાહમાં 7.81 લાખ હેક્ટરમાં બિયારણ રોપાયું, કુલ વાવણી 10.43 લાખ હેક્ટરને પાર

Gujarat Farmers News: ગુજરાતમાં ઓક્ટોબર એન્ડમાં શરુ થયેલું રવિ સીઝનનું વાવેતર 16 નવેમ્બર સુધીના ત્રણ સપ્તાહ દરમિયાન તદ્દન મંદ રહ્યું હતું પરંતુ, ગત સપ્તાહથી વાવણી વેગવંતી બની છે. સત્તાવાર અહેવાલ મૂજબ એક સપ્તાહમાં જ ખેડૂતોએ 7.81 લાખ હેક્ટરમાં વિવિધ 21 પ્રકારની કૃષિપેદાશોના બીજ રોપી દીધા છે. શિયાળામાં ઓક્ટોબરથી ફેબ્રુઆરીની આ સીઝનમાં સામાન્ય રીતે ઘંઉં, ચણા સહિત હેક્ટરમાં વાવણી થતી હોય છે.

Written By Kinjal Patel
Published: Nov 24, 2026, 11:24 IST | Updated: Nov 24, 2026, 11:35 IST
Join

Gujarat Farmers News: ગુજરાતમાં આ વર્ષે જોઈએ એવો વરસાદ પડ્યો નથી, જેના કારણે સિંચાઈના પાણીની અછતને કારણે શરૂઆતના ત્રણ અઠવાડિયા સુધી ધીમી ગતિએ ચાલી રહેલી રવિ સીઝનની વાવણીએ હવે ગુજરાતમાં જોર પકડ્યું છે. રાજ્યના ખેડૂતોએ ગત એક જ સપ્તાહમાં વિવિધ ૨૧ પ્રકારના કૃષિ પાકોનું 7.81 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ કરી દીધું છે, જેના પરિણામે રાજ્યનો કુલ વાવેતર વિસ્તાર 2.61 લાખ હેક્ટરથી વધીને 10.43 લાખ હેક્ટરને પાર પહોંચી ગયો છે.

મોંઘીદાટ કારો પાછળ અમદાવાદીઓ દિવાના! શહેરમાં લક્ઝુરિયસ કારના વેચાણમાં ઐતિહાસિક ઉછાળો, ત્રણેય RTOમાં ચોંકાવનારા આંકડા

ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન શિયાળુ પાકની સીઝન

સામાન્ય રીતે રાજ્યમાં ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન શિયાળુ પાકની સીઝન ચાલે છે. આ વર્ષે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ અડધો, એટલે કે માત્ર 45 ટકા જ પાણીનો સંગ્રહ બચ્યો છે અને ભૂગર્ભ જળના તળ પણ ઊંડા ગયા છે. આ વિકટ પરિસ્થિતિને કારણે 16 નવેમ્બર સુધીના પ્રથમ ત્રણ સપ્તાહમાં માત્ર 2.61 લાખ હેક્ટરમાં જ વાવણી થઈ શકી હતી. જોકે, ત્યારબાદ ખેડૂતોએ વાવણી કાર્ય તેજ બનાવતા આંકડો 10.43 લાખ હેક્ટર સુધી પહોંચ્યો છે, જે હજુ પણ ગત વર્ષની સરખામણીએ 1.85 લાખ હેક્ટર જેટલો ઓછો છે.

શિયાળુ પાકો એવા ઘઉં અને ચણાના વાવેતરમાં પણ તેજી, રાઈમાં પણ મોખરે

શરૂઆતના નિરુત્સાહ બાદ હવે મુખ્ય શિયાળુ પાકો એવા ઘઉં અને ચણાના વાવેતરમાં પણ તેજી જોવા મળી રહી છે. રાઈના વાવેતરમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો છે, જે સીઝનના 60 ટકાને વટાવી 1.65 લાખ હેક્ટરમાં પહોંચી ગયું છે. આ આંકડો ગત વર્ષ કરતાં પણ 27 હજાર હેક્ટર વધુ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1.71 લાખ હેક્ટરમાં ચણા (સીઝનનું 21 ટકા) અને 1.46 લાખ હેક્ટરમાં ઘઉંનું (સીઝનનું 11 ટકા) વાવેતર નોંધાયું છે.

કોર્ટ કેસમાં વાહન પોલીસ સ્ટેશને રાખવાનો કોઈ ફરજિયાત નિયમ નથી: ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

મસાલા પાકો અને બટાટાના વાવેતરમાં નોંધપાત્ર વધારો

પરંપરાગત પાકો ઉપરાંત રોકડિયા અને મસાલા પાકો તરફ પણ ખેડૂતોનો ઝુકાવ વધ્યો છે, જેના આંકડા ગત વર્ષ કરતાં પણ આગળ નીકળી ગયા છે. સૌરાષ્ટ્રના મુખ્ય ગણાતા જીરુંનું 74 હજાર હેક્ટરથી વધુ અને ધાણાનું 29 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયું છે, જે ગત વર્ષ કરતાં વધુ છે. બટાટાનું વાવેતર ગત વર્ષના 68 હજાર હેક્ટરની સામે વધીને આ વર્ષે 89 હજાર હેક્ટરમાં થયું છે. તેવી જ રીતે, લસણનું વાવેતર પણ નોંધપાત્ર ઉછાળા સાથે 44 ટકાએ (6,833 હેક્ટર) પહોંચી ગયું છે.

મગની ટેકાના ભાવે ખરીદી, ૩૦ નવેમ્બરથી શરૂ થશે; પ્રતિ ક્વિન્ટલ રૂ. 8780નો ભાવ નિયત

ખેડૂતોના આર્થિક હિતોના રક્ષણ અને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૬થી ખરીફ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પ્રતિ હેક્ટર ૫૫૦ કિ.ગ્રા. (૨૭.૫ મણ) અને ખેડૂત દીઠ મહત્તમ ૨,૫૦૦ કિ.ગ્રા. (૧૨૫ મણ) સુધી ખરીફ મગની ખરીદી કરવામાં આવશે.

દિવાળી બાદ ફરી ગાંધીનગર આંદોલનોનું એપી સેન્ટર બન્યું: સત્યાગ્રહ છાવણીમાં એક સાથે ત્રણ મોરચે આંદોલનથી સરકારની મુશ્કેલી વધી!

મગનો ટેકાનો ભાવ રૂ. ૮,૭૮૦ પ્રતિ ક્વિન્ટલ (૧,૭૫૬ પ્રતિ મણ) જાહેર કરાયો

વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારત સરકાર દ્વારા ખરીફ મગનો ટેકાનો ભાવ રૂ. ૮,૭૮૦ પ્રતિ ક્વિન્ટલ (૧,૭૫૬ પ્રતિ મણ) જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યની વિવિધ APMC ખાતે ખરીફ મગનો બજાર ભાવ સરેરાશ રૂ. ૮,૧૯૦ પ્રતિ ક્વિન્ટલ (૧,૬૩૮ પ્રતિ મણ) ચાલી રહ્યો છે, જે નિયત ટેકાના ભાવ કરતા ઓછો હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય તે માટે ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરાયો છે.

“પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાનની માર્ગદર્શિકા મુજબ સમગ્ર ખરીદી હાથ ધરાશે

ભારત સરકારના “પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (પીએમ આશા યોજના)”ની માર્ગદર્શિકા મુજબ સમગ્ર ખરીદી હાથ ધરાશે. ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલા ખેડૂતોને SMS મળ્યેથી તેમને ફાળવવામાં આવેલા ખરીદ કેન્દ્ર ખાતે નિયત ધોરણ મુજબના જથ્થા સાથે હાજર રહી યોજનાનો લાભ લેવાનો રહેશે. ખરીદી સામેની રકમ સીધી ખેડૂતોના આધાર સીડેડ બેંક ખાતામાં DBT મારફતે જમા કરવામાં આવશે. ચૂકવણીમાં કોઈ વિલંબ ન થાય તે માટે તમામ ખેડૂતોએ પોતાના બેંક ખાતા ફરજિયાત આધાર સીડીંગ કરાવીને એક્ટિવ રાખવા કૃષિ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: આજે દેવ દિવાળીનું પાવન પર્વ, ગુજરાતમાં જબરદસ્ત ઠંડીનો ચમકારો, રાજકોટના જેતપુર નજીક ટ્રેનની અડફેટે બે સિંહણના મોત

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES