• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /મોંઘીદાટ કારો પાછળ અમદાવાદીઓ દિવાના! શહેરમાં લક્ઝુરિયસ કારના વેચાણમાં ઐતિહાસિક ઉછાળો, ત્રણેય RTOમાં ચોંકાવનારા આંકડા

મોંઘીદાટ કારો પાછળ અમદાવાદીઓ દિવાના! શહેરમાં લક્ઝુરિયસ કારના વેચાણમાં ઐતિહાસિક ઉછાળો, ત્રણેય RTOમાં ચોંકાવનારા આંકડા

Ahmedabd RTO News: અમદાવાદના લોકોની જીવનશૈલીમાં આવી રહેલા બદલાવ અને વધતી જતી આર્થિક સમૃદ્ધિને કારણે શહેરમાં લક્ઝુરિયસ કારોનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ચાલુ વર્ષ દરમિયાન શહેરમાં 50 લાખથી 1 કરોડ સુધીની કિંમતની રોજની સરેરાશ 2થી વધુ મોંઘીદાટ કારોનું વેચાણ નોંધાયું છે. આ ઉપરાંત, અમદાવાદની ત્રણેય RTO કચેરીઓમાં 20 લાખથી 4 કરોડ સુધીની પ્રીમિયમ અને લક્ઝુરિયસ કારોના રજિસ્ટ્રેશનમાં 38.92 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે, જે શહેરીજનોના વૈભવી વાહનો પ્રત્યેના વધતા આકર્ષણ અને ખરીદશક્તિને દર્શાવે છે.

Written ByKinjal Patel
Published: Nov 24, 2026, 10:51 IST|Updated: Nov 24, 2026, 11:10 IST
joinshare
મોંઘીદાટ કારો પાછળ અમદાવાદીઓ દિવાના! શહેરમાં લક્ઝુરિયસ કારના વેચાણમાં ઐતિહાસિક ઉછાળો, ત્રણેય RTOમાં ચોંકાવનારા આંકડા

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
ગુજરાતના યુવાનો માટે ખાખી વર્દી પહેરવાની સુવર્ણ તક: હવે 3,000ના બદલે 12,993 જગ્યા પર સીધી ભરતી, જાણો કઈ કેટેગરીમાં કેટલી જગ્યા

ગુજરાતના યુવાનો માટે ખાખી વર્દી પહેરવાની સુવર્ણ તક: હવે 3,000ના બદલે 12,993 જગ્યા પર સીધી ભરતી, જાણો કઈ કેટેગરીમાં કેટલી જગ્યા

2

સરકારી કંપનીનો IPO 1.52 ગણો થયો સબસ્ક્રાઇબ, શૂન્ય પર પહોંચ્યો GMP, લિસ્ટિંગના દિવસે શું નુકસાન થશે?

3

ગુજરાતમાં રવિ વાવેતરને મળ્યો વેગ: એક જ સપ્તાહમાં 7.81 લાખ હેક્ટરમાં બિયારણ રોપાયું, કુલ વાવણી 10.43 લાખ હેક્ટરને પાર

4

મારુતિ સુઝૂકીની અર્ટિગાથી પણ સસ્તી 6.5 લાખની ફેમિલી કાર, જલદી થઈ શકે છે લોન્ચ, વિગતો જાણો

5

મોંઘીદાટ કારો પાછળ અમદાવાદીઓ દિવાના! શહેરમાં લક્ઝુરિયસ કારના વેચાણમાં ઐતિહાસિક ઉછાળો, ત્રણેય RTOમાં ચોંકાવનારા આંકડા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ahmedabd RTO News: ગુજરાતની ઓળખ હવે માત્ર ટેક્સટાઇલ કે બિઝનેસ હબ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ અમદાવાદ જેવા શહેરના રસ્તાઓ પર દોડતી કરોડો રૂપિયાની કિંમતની લક્ઝુરિયસ કાર અહીંના લોકોની વધતી જતી અને બદલાતી જીવનશૈલીની ચાડી ખાઈ રહી છે. આ વાત અમે નહીં, RTO કચેરીના આંકડાઓ કહી રહ્યા છે. અમદાવાદની ત્રણેય આર.ટી.ઓ. (RTO) કચેરીઓના તાજેતરના આંકડા પર વાત કરીએ તો ચાલુ વર્ષે 20 લાખથી લઈને 4 કરોડ સુધીની પ્રીમિયમ અને લક્ઝુરિયસ કારના રજિસ્ટ્રેશનમાં ગત વર્ષની સરખામણીએ 38.92 ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે.

શહેરમાં રોજ સરેરાશ 2થી વધુ લક્ઝુરિયસ કારના શો-રૂમમાંથી થઈ રહ્યા છે સોદા 
RTO કચેરીના આંકડાકીય માહિતી પર નજર કરીએ તો, ગત વર્ષ-2025માં રૂ. 50 લાખથી 1 કરોડ સુધીની કિંમતની કુલ 774 કાર વેચાઈ હતી. તેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જ 950 કારનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે, એટલે કે શહેરમાં દરરોજ સરેરાશ 2થી વધુ લક્ઝુરિયસ કારના શો-રૂમમાંથી સોદા થઈ રહ્યા છે. એટલું જ નહીં, રૂ. 1 કરોડથી 2 કરોડની રેન્જની સુપર-લક્ઝુરિયસ કારની માંગમાં પણ વધારો થયો છે. ગત વર્ષે દર મહિને સરેરાશ 10 કાર વેચાતી હતી, જે આંકડો હવે વધીને પ્રતિ માસ 13 કાર પર પહોંચ્યો છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રીમિયમ સેગમેન્ટની તેજી
અમદાવાદની ત્રણેય આર.ટી.ઓ. કચેરીઓમાં રૂ. 20 લાખથી 4 કરોડની કિંમતની કારનું રજિસ્ટ્રેશન વર્ષ-2025માં 4,774 હતું, જે વર્ષ-2026માં વધીને 6632 થઈ ગયું છે. આ ટ્રેન્ડ માત્ર અમદાવાદ પૂરતો જ નથી, પરંતુ પાટનગર ગાંધીનગરમાં પણ આ જ શ્રેણીની કારનું રજિસ્ટ્રેશન 457થી વધીને 604 પર પહોંચ્યું છે. બીજી તરફ, રૂ. 20 લાખ સુધીની બજેટ કારની માંગ પણ અકબંધ રહી છે. સુભાષબ્રિજ આર.ટી.ઓ.માં ચાલુ વર્ષે 32,000 કાર અને વસ્ત્રાલ આર.ટી.ઓ.માં ગત વર્ષના 13,983ની સામે ચાલુ વર્ષે 17,528 બજેટ કારનું રજિસ્ટ્રેશન નોંધાયું છે.

લક્ઝુરિયસ કાર માર્કેટમાં આવેલા આ બદલાવ પાછળ ગ્રાહકોની બદલાતી પ્રોફાઇલ જવાબદાર
વાહન ડીલરો અને આર.ટી.ઓ. અધિકારીઓના જણાવ્યા મુજબ, લક્ઝુરિયસ કાર માર્કેટમાં આવેલા આ ફેરફાર પાછળ ગ્રાહકોની બદલાતી જીવનશૈલી અને આર્થિક સદ્ધરતા મુખ્ય કારણ છે. અગાઉ બી.એમ.ડબલ્યુ., મર્સિડીઝ, લેન્ડરોવર, લેમ્બોર્ગિની, મસરાટી, બેન્ટલી, રોલ્સ રોયસ અને ફેરારી જેવી ઈમ્પોર્ટેડ કાર માત્ર મોટા ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ કે ખેલાડીઓ પૂરતી મર્યાદિત હતી. હવે ઊંચા પગારે કામ કરતા કોર્પોરેટ પ્રોફેશનલ્સ, બેન્કર્સ, ડોક્ટર્સ, વકીલો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) પણ સ્ટેટસ સિમ્બોલ અને આરામદાયક મુસાફરી માટે આવી કાર ખરીદી રહ્યા છે. ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા 50 લાખથી ઓછી કિંમતની કારમાં દર છ મહિને અને 1 કરોડથી વધુની કારમાં દર વર્ષે નવી ડિઝાઈન અને આધુનિક ફીચર્સ લોન્ચ કરવામાં આવે છે, જે ગ્રાહકોને આકર્ષે છે.

અમદાવાદના લક્ઝુરિયસ કાર બજારમાં હજુ વધુ તેજી આવવાની પૂરેપુરી શક્યતા 
વાહન બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વર્ષના અંતે ઓટોમોબાઈલ સેક્ટરમાં 12થી 15 ટકાનો વિકાસ દર જળવાઈ રહ્યો છે. આગામી સમયમાં થનારા આંતરરાષ્ટ્રીય કરારો અને કોમનવેલ્થ ગેમ્સ જેવા મોટા આયોજનોને પગલે રાજ્યમાં રોકાણ અને આર્થિક ગતિવિધિઓ વધશે, જેના કારણે અમદાવાદના લક્ઝુરિયસ કાર બજારમાં હજુ વધુ તેજી આવવાની પૂરી શક્યતા છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News