• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગુજરાતના અર્થતંત્રને હચમચાવતું ષડયંત્ર : રાજકોટ અને સુરતમાં નકલી નોટોનું મસમોટું નેટવર્ક પર્દાફાશ!

ગુજરાતના અર્થતંત્રને હચમચાવતું ષડયંત્ર : રાજકોટ અને સુરતમાં નકલી નોટોનું મસમોટું નેટવર્ક પર્દાફાશ!

Fake Currency : તમારા ખિસ્સામાં રહેલી ચલણી નોટો અસલી છે કે નકલી? આ સવાલ આજે એટલા માટે પૂછવો પડી રહ્યો છે કારણ કે, ગુજરાતના બે સૌથી મોટા આર્થિક હબ સમાન શહેરોમાં એક એવો ખેલ ચાલી રહ્યો હતો, જે જાણીને તમે પણ ચોંકી જશો.

Written ByKaran Rajput
Published: Sep 29, 2026, 04:17 PM IST|Updated: Sep 29, 2026, 04:21 PM IST
joinshare
ગુજરાતના અર્થતંત્રને હચમચાવતું ષડયંત્ર : રાજકોટ અને સુરતમાં નકલી નોટોનું મસમોટું નેટવર્ક પર્દાફાશ!
Image Credit: Fake Currency Racket

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

 હા...તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલા જ અર્થતંત્રની પીઠમાં છરો ભોંકવાનું એક બહુ મોટું આંતરરાજ્ય કાવતરું ઘડાયું હતું પરંતુ કેવી રીતે આ કાવતરૂ સફળ થાય તે પહેલા જ પોલીસે પર્દાફાશ કર્યો છે.

  • ગુજરાતના બે શહેરોમાં નકલી નોટોનો ખેલ
  • રાજકોટ-સુરતમાં નકલી નોટોનું નેટવર્ક!
  • નકલી નોટોના કનેક્શનની તપાસ તેજ

ગુજરાતના આર્થિક પાટનગરો સમાન બે મોટા શહેરોમાં નકલી નોટોનો મોટો ખેલ ચાલી રહ્યો હતો પણ માર્કેટમાં આ નકલી ચલણ ફરે અને અર્થતંત્રને નુકસાન પહોંચાડે તે પહેલા જ પોલીસે સપાટો બોલાવ્યો છે. રાજકોટ અને સુરત પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને નકલી નોટોના નેટવર્કને ધ્વસ્ત કરી નાખ્યું છે.

રાજકોટના શ્યામ કિરણ પાર્કમાં એસઓજી અને ડીસીબીએ ઘરમાં ચાલતી આખી નકલી નોટોની ફેક્ટરી પકડી પાડી છે. અહીં શાકભાજી વેચતો કિશન સોલંકી સોશિયલ મીડિયા પરથી નોટો છાપવાનું શીખ્યો હતો અને 10,000ની નકલી નોટો સામે 3000 રૂપિયા અસલી મેળવતો હતો. તો બીજી તરફ, સુરતના ગોડાદરામાં દેવધ ચાર રસ્તા પાસેથી રમેશ ઉર્ફે જીગા નામના રાજસ્થાની યુવકને 500ના દરની 165 નકલી નોટો ભરેલી બેગ સાથે દબોચી લેવાયો છે.

  • ગુજરાતમાં નકલી નોટોનો ખેલ
  • રાજકોટ-સુરતમાં નકલી નોટોનું નેટવર્ક
  • નકલી નોટોની ફેક્ટરીનો પર્દાફાશ
  • 165 ડુપ્લિકેટ નોટ સાથે યુવક ઝડપાયો
  • તહેવારો પહેલાં નકલી નોટોનો ખેલ

આ માત્ર બે છૂટાછવાયા કિસ્સા નથી, પણ નકલી નોટો ઘુસાડવાનું બહુ મોટું કાવતરું હોવાની શંકા છે. સુરતમાં પકડાયેલા આરોપીની પૂછપરછમાં આસામના ગુવાહાટીનું કનેક્શન સામે આવ્યું છે. તહેવારોની સીઝન નજીક આવી રહી છે ત્યારે આરોપી બજારમાં આવી નકલીનોટો ઘુસાડવાની પેરવીમાં હતા, પરંતુ પોલીસે સમયસર આ આખા નેટવર્કની કમર તોડી નાખી છે.

500ના દરની કુલ 165 ડુપ્લિકેટ નોટો મળી

પોલીસના આ મેગા ઓપરેશનમાં રાજકોટ અને સુરત બંને શહેરોમાંથી કઈ નોટો કેટલી માત્રામાં પકડાઈ છે, તેના સત્તાવાર આંકડા પણ સામે આવ્યા છે.  રાજકોટના શ્યામ કિરણ પાર્કમાંથી પોલીસને  100ના દરની 216 નકલી નોટો અને500ના દરની 3 નકલી નોટો મળી આવી છે. આ સાથે જ પ્રિન્ટર અને સ્કેનર સહિત કુલ 65,500નો મુદ્દામાલ કબજે કરાયો છે તો સુરતના ગોડાદરા વિસ્તારમાંથી પકડાયેલા આરોપી પાસેથી 500ના દરની કુલ 165 ડુપ્લિકેટ નોટો મળી આવી છે. આ સિવાય તેની પાસેથી અન્ય અસલ ચલણી નોટો અને મોબાઈલ સહિત કુલ 3,020નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બજારમાં આ નકલી નોટો અસલી તરીકે વટાવવામાં આવે અને નિર્દોષ વેપારીઓ કે નાગરિકો છેતરાય તે પહેલા જ પોલીસે સપાટો બોલાવી દીધો છે. દિવાળી અને તહેવારોની સીઝનનો ફાયદો ઉઠાવી અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું મોટું ષડયંત્ર ખાખીની સતર્કતાને કારણે ફ્લોપ સાબિત થયું છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News