કચ્છના જહાજ પર ઓમાન નજીક ડ્રોન હુમલો: માંડવીના 13 ખલાસીઓનો ચમત્કારિક બચાવ, ઈરાને હુમલો કરાયો હોવાનો દાવો
Kutch News: કચ્છના જહાજ પર ઓમાન નજીક ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. ભારતીય જહાજ પર ડ્રોનથી એટેક કરવામાં આવ્યો છે. જોકે, સદનસીબે 13 ખલાસીઓનો ચમત્કારિક બચાવ થયો છે. જ્યારે બે ખલાસીને માત્ર સામાન્ય ઈજા પહોંચી છે. ઈરાની ડ્રોનથી હુમલો થયાની જાણકારી પણ સામે આવી છે.
Kutch News: કચ્છના જહાજ પર ઓમાન નજીક ભીષણ હુમલો થયાનો સમાચાર મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભારતીય જહાજ પર ડ્રોનથી એટેક કરવામાં આવ્યો છે. જી હા... ઓમાનની હદ નજીક દુબઈથી સોમાલિયા જઈ રહેલા ભારતીય જહાજ પર ડ્રોનથી ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં સદનસીબે 13 ખલાસીઓનો ચમત્કારિક બચાવ થયો હોવાના સમાચાર છે. બે ખલાસીને માત્ર સામાન્ય ઈજા થઈ છે.
Gujarat News Live: PM મોદી ભીલડી ખાતે પહોચ્યા, 'મોદી કહી નહિ જાયેગા'ના સૂત્ર સાથે સમર્થનમાં બેનરો, વિશ્વઉમિયાધામમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાશે
કચ્છનું જહાજ 'એમ.એસ.વી. કુબા' પર ડ્રોન હુમલો
આ ઘટના વિશે મળતી માહિતી મુજબ, માંડવી અને સલાયા વિસ્તારના ખલાસીઓનું 'એમ.એસ.વી. કુબા' (M.N.V. 2183) નામનું વહાણ દુબઈથી સોમાલિયાના બોસાસો તરફ જઈ રહ્યું હતું. આ જહાજ જ્યારે ઓમાનની હદમાં પહોંચ્યું, ત્યારે વહેલી સવારે અચાનક ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ ઘાતક હુમલો ઈરાન દ્વારા કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જહાજમાં 13 ખલાસીઓ હેમખેમ, બે ખલાસીઓને સામાન્ય ઈજા
કચ્છના જહાજ પર ડ્રોનના આ ઘાતક વારમાં જહાજને મોટું નુકસાન પહોંચ્યું છે, પરંતુ જહાજમાં સવાર તમામ 13 ખલાસીઓ સુરક્ષિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનામાં માત્ર બે ખલાસીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેમણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખલાસીઓને સમયસર બચાવ અને સાવચેતીના ભાગરૂપે સુવિધા મળી રહેતા એક મોટી જાનહાનિ ટળી છે.
પીએમ મોદીનું ભીલડીમાં આગમન: થોડીવારમાં 14 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું આપશે ભેટ, જાણો બે દિવસનો સમગ્ર કાર્યક્રમ
ઓમાનના કસબ બંદરના સ્થાનિક માછીમારો તાત્કાલિક મદદે દોડી આવ્યા
કચ્છના જહાજ પર થયેલા ડ્રોન હુમલા વખતે મુશ્કેલ સમયમાં ઓમાનના કસબ બંદરના સ્થાનિક માછીમારો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. તેમણે દરિયામાં ફસાયેલા અને ઈજાગ્રસ્ત થયેલા ભારતીય ખલાસીઓને સમયસર સહાય પૂરી પાડી હતી, જેમના કારણે સ્થિતિ વધુ ગંભીર થતાં અટકી ગઈ હતી.
દરિયાઈ વેપાર અને વહાણવટા ક્ષેત્રે ભારે ચિંતા ફેલાઈ
કચ્છના જહાજ પર ઘટેલી આ દુર્ઘટનાને કારણે દરિયાઈ વેપારને મોટું નુકસાન પહોંચ્યું છે. જ્યારે માછીમારોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. ફરી એકવાર આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતીય જહાજો અને ખલાસીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે, આ ઘટનાએ દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.