SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

"જે લિફ્ટમાં CM ભૂપેન્દ્ર પટેલ અને એમ.કે. દાસ બેસે છે, તે પણ સલામત નથી"! ગુજરાતની 24000 થી વધુ લિફ્ટને લઈ મોટો ખુલાસો

રાજ્યમાં 24000થી વધુ લિફ્ટના લાયસન્સ રીન્યુ કરવામાં આવ્યો હોવાની વિગતો વચ્ચે ચોંકાવનાર ખુલાસા થયા. આ લિફ્ટ ના લાયસન્સ રીન્યુ કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. જો કે કોઈને કોઈ કારણસર વિલંબ થઈ રહ્યો હોવાની વિગતો જાણવા મળી. આ વિગતોમાં સૌથી ચોકાવનારી બાબત સામે આવી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેબિનેટના મંત્રીઓ જે સ્વર્ણિમ સંકુલ 1 માં બેસે છે ત્યાં ની પણ લીફ્ટ ના લાયસન્સ રીન્યુ કરવામાં આવ્યા નથી. આજ સ્થિતિ રાજ્ય સરકાર ના મંત્રીમંડળ ના સભ્યો સ્વર્ણિમ સંકુલ 2મા બેસે છે ત્યાની લીફ્ટ ની આજ સ્થિતિ છે.

Written By Kinjal Patel
Published: Oct 21, 2026, 05:08 PM IST | Updated: Oct 21, 2026, 05:55 PM IST
Join

હિત્તલ પારેખ/ગાંધીનગર: ગુજરાતના સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે કડક નિયમો બનાવતી સરકારના પોતાના જ વહીવટી તંત્રમાં સલામતીના ધજાગરા ઉડી રહ્યા છે. ગુજરાતમાં લિફ્ટની સલામતી અને તેના નિયમન અંગે સરકાર ગમે તેટલા મોટો મોટા દાવા કરે, પરંતુ જમીની હકીકત ચોંકાવનારી છે.  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ એમ કે દાસ જે લિફ્ટમાં અવરજવર કરે છે તે પણ સલામત નથી.

ગુજરાતભરમાં 24,000થી વધુ લિફ્ટના લાઇસન્સ રિન્યુ કરવામાં આવ્યા હોવાના દાવા વચ્ચે એક એવો ખુલાસો થયો છે જે ઉડીને આંખે વળગે તેવો છે, જેના કારણે વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઈને મુખ્ય સચિવ સુધીના ઉચ્ચ અધિકારીઓ જે લિફ્ટમાં રોજ અવરજવર કરે છે, તે લિફ્ટો પણ સુરક્ષિત નથી અને તેના લાઇસન્સ પણ રિન્યુ કરાયા નથી. હવે જો રાજ્યના સીએમ જ્યાં બેસે છે, ત્યાં આવી હાલત હોય તો સામાન્ય માણસનું શું કહેવું?

વાવ-થરાદમાં સંબંધો શર્મસાર: 20 વર્ષીય યુવકની પથ્થર મારીને કરાઈ હત્યા, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

 

સ્વર્ણિમ સંકુલથી લઈને સચિવાલય સુધી સુરક્ષાના ધજાગરા ઉડ્યા
સામાન્ય રીતે નિયમ એવો છે કે દર પાંચ વર્ષે લિફ્ટનું લાયસન્સ રિન્યુ કરાવવું પડે છે અને તેનું યોગ્ય ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડે છે. પરંતુ, આ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી જે સરકાર પર છે, તે જ સરકારના મુખ્ય મથક સચિવાલયમાં નિયમોની બેદરકારી ખુલ્લેઆમ જોવા મળી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેબિનેટના મંત્રીઓ જ્યાં બેસે છે તે સ્વર્ણિમ સંકુલ-1 ની લિફ્ટના લાયસન્સ પણ રિન્યુ કરવામાં આવ્યા નથી.

 

રાજ્ય સરકારના મંત્રીમંડળના અન્ય સભ્યો જે સ્વર્ણિમ સંકુલ-2 માં બેસે છે, ત્યાંની લિફ્ટોની સ્થિતિ પણ તદ્દન સમાન છે. રાજ્યના વહીવટી વડા અને મુખ્ય સચિવ એમ.કે. દાસ સચિવાલયના બ્લોક નંબર-1 માં પાંચમા માળે બેસે છે. તેઓ નિયમિતપણે જે લિફ્ટમાં અવરજવર કરે છે, તેનું પણ લાયસન્સ રિન્યુ કરાયું નથી.

બેદરકારી છુપાવવા માટે ચાલી રહ્યો છે અજીબોગરીબ ખેલ
આ સમગ્ર મામલામાં સૌથી મોટો શંકાસ્પદ ખુલાસો એ થયો છે કે સંબંધિત સત્તાવાળાઓ દ્વારા બેદરકારી છુપાવવા માટે અજીબોગરીબ રસ્તો અપનાવવામાં આવ્યો છે. સામાન્ય નિયમ મુજબ લિફ્ટની અંદર લાયસન્સ સર્ટિફિકેટ પ્રદર્શિત કરવું ફરજિયાત હોય છે. જો જૂનું લાયસન્સ રાખવામાં આવે તો તે સમય વિતી ગયાનું સ્પષ્ટ દેખાઈ આવે.

'રીચી રીચ'ના માલિકની હેવાનિયત : સાંતેજમાં તનીષ પટેલ પર જીવલેણ હુમલો કરી કાન કાપી નાખનાર આરોપી પોલીસ પકડથી દૂર

આ વાત છુપાવવા માટે આ તમામ વીવીઆઈપી લિફ્ટોમાંથી જૂનું લાયસન્સ કાઢી નાખીને તે જગ્યા તદ્દન ખાલી રાખી દેવામાં આવી છે, જેથી કોઈનું ધ્યાન ન જાય. આ લાપરવાહી સીધી રીતે જ સુરક્ષા પ્રત્યેની સરકારની ઉદાસીનતા દર્શાવે છે.

સામાન્ય સોસાયટીઓ, હોસ્પિટલો કે મોલની લિફ્ટોની સ્થિતિ કેટલી જોખમી હશે?
ગુજરાતમાં લિફ્ટના લાયસન્સ રિન્યુ કરવાની અને દેખરેખ રાખવાની જવાબદારી સરકારની જ હોય છે. તેમ છતાં કોઈને કોઈ કારણસર આ પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. જ્યારે આખા રાજ્યનું વહીવટી તંત્ર ચલાવતા મુખ્ય બિલ્ડિંગમાં જ આ હાલત હોય, તો સામાન્ય સોસાયટીઓ, હોસ્પિટલો કે મોલની લિફ્ટોની સ્થિતિ કેટલી જોખમી હશે તેનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે.

સચિવાલય અને વીવીઆઈપી સંકુલમાં જ લિફ્ટના લાયસન્સ ન હોવાનો મામલો સામે આવતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. વિપક્ષો આ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે ત્યારે સરકાર તરફથી ડેમેજ કંટ્રોલના પ્રયાસો શરૂ થઈ ગયા છે.

અદ્રશ્ય જેલ અને ₹8 કરોડની લૂંટ! અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટનો ભયાનક ખેલ, સુરતથી માસ્ટરમાઈન્ડ ઝડપાયો

ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન
આ ગંભીર મુદ્દે રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકારે તમામ લિફ્ટ માટે તાત્કાલિક અસરથી ઇન્સ્પેક્શન કરી ચેકિંગ કરવાનો આદેશ આપી દીધો છે. સ્વર્ણિમ સંકુલ-1 અને સ્વર્ણિમ સંકુલ-2 માં લાયસન્સ ન હોવાના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં અન્ય જગ્યાઓની જેમ અહીં પણ જો લાઇસન્સ નહીં હોય, તો નિયમો અનુસાર તાત્કાલિક અસરથી કડક પગલાં ભરવામાં આવશે.

અમદાવાદમાં લિફ્ટ દુર્ઘટના બાદ રાજ્યમાં લિફ્ટની મંજૂરી મુદ્દે ચોંકાવનારા આંકડા
અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં નારોલમાં બનેલી લિફ્ટ દુર્ઘટના બાદ રાજ્યમાં લિફ્ટની મંજૂરી બાબતે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં દોઢ લાખ કરતા વધારે લિફ્ટ છે. જેમાંથી 24 હજાર લિફ્ટના લાયસન્સ રિન્યૂ નથી થયા. અમદાવાદમાં સાત હજાર લિફ્ટના લાયસન્સ રિન્યૂ નથી થયા. પાંચ હજાર લિફ્ટ તો એવી છે જેનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે. 3 હજાર લિફ્ટ પાસે લાયસન્સ નથી. કર્મચારીઓની અછત અને લોકોની નાણાં બચાવવાની વૃત્તિના કારણે રાજ્યમાં લિફ્ટની દુર્ઘટના બનતી હોવાના પૂર્વ ફાયર અધિકારીના આક્ષેપ છે. લિફ્ટમાં લિફ્ટ લાયસન્સ ફરજિયાત લગાવવાનું હોય છે. દર વર્ષે ફરજિયાત મેઇન્ટેનન્સ કરાવવાનું હોય છે. પરંતુ તેમાં બેદરકારી રાખવામાં આવા આ પ્રકારની ઘટનાઓ બની રહ્યાનો પૂર્વ ચીફ ફાયર ઓફિસરનો દાવો છે.

લિફ્ટ વસાવતા પહેલા સિવિલ અને લિફ્ટ ડ્રોઈંગ ગાંધીનગર લિફટ વિભાગમાંથી અપ્રુવ કરાવવાનું હોય છે. બાદમાં જે તે વ્યક્તિએ લિફ્ટ કંપની પાસે ડ્રોઈંગ મુજબ લિફ્ટ નખાવવાની રહે... તેમજ લીફટ ઇન્સ્પેક્ટર પાસે ઇન્સ્પેકશન કરાવવાનું હોય છે. બન્યા બાદ ફાઇનલ ઇન્સ્પેકશન થાય જે ઓકે થાય તે પછી લાયસન્સ મળે અથવા કોઈ ત્રુટી હોય તો તે દૂર કર્યા બાદ મંજૂરી મળે. કામગીરી પૂર્ણ કરતા પહેલા ફાયરમેન સ્વીચ ફરજિયાત નખાવવાની રહે, જે ગ્રાઉન્ડ ફ્લોર પર હોય. આ સાથે  લિફ્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર અને લિફ્ટમાં લિફ્ટ લાયસન્સ ફરજિયાત લગાવવું પડે છે.
 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES