• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ: ધિરાણ પર 2% વ્યાજ રાહત, 10 લાખથી વધુ અન્નદાતાને થશે ફાયદો

ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ: ધિરાણ પર 2% વ્યાજ રાહત, 10 લાખથી વધુ અન્નદાતાને થશે ફાયદો

ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતોને ધિરાણ પર વ્યાજમાં 2 ટકાની રાહત આપવા માટે 174.07 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણયનો ફાયદો 10 લાખથી વધુ ખેડૂતોને થશે.

Written ByGokani Dhaval
Published: Oct 27, 2026, 05:28 PM IST|Updated: Oct 27, 2026, 05:32 PM IST
joinshare
ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ: ધિરાણ પર 2% વ્યાજ રાહત, 10 લાખથી વધુ અન્નદાતાને થશે ફાયદો

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ફ્રી LPG સિલિન્ડરથી લઈને e-KYC સુધી... નવેમ્બરમાં થશે ૩ મોટા ફેરફાર, દરેક ગ્રાહકોને જાણવા જરૂરી

ફ્રી LPG સિલિન્ડરથી લઈને e-KYC સુધી... નવેમ્બરમાં થશે ૩ મોટા ફેરફાર, દરેક ગ્રાહકોને જાણવા જરૂરી

2

ધાડ પડે તે પહેલાં જ ખેલ ખતમ: આંગડિયા પેઢીમાં લૂંટનો મોટો પ્લાન નિષ્ફળ: રાજકોટ SOGનો સપાટો

3

સરકારી સહાયમાં ઉત્તર ગુજરાત સાથે અન્યાય? પાટણ અને બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કિસાન સંઘનું અલ્ટીમેટમ

4

અભિષેક શર્માએ રેકોર્ડની લગાવી વણઝાર, ક્રિસ ગેલનો તોડ્યો રેકોર્ડ, તો કોહલીને પણ છોડ્યો પાછળ

5

ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ: ધિરાણ પર 2% વ્યાજ રાહત, 10 લાખથી વધુ અન્નદાતાને થશે ફાયદો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

રાજ્યના ખેડૂતોને ગ્રામીણ કક્ષાએથી જ સસ્તા અને સરળ વ્યાજદરે ટૂંકા ગાળાનું કૃષિ ધિરાણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય લીધો છે. રાજ્યના સહકારી કૃષિ ધિરાણ માળખા દ્વારા ખેડૂતોને પોતાના સ્વ-ભંડોળમાંથી કરવામાં આવેલા ધિરાણ પર ૨% વ્યાજ સહાય પેટે રૂ. ૧૭૪.૦૭ કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને 'ખેડૂતલક્ષી તથા સહકાર-તરફી' અભિગમ માટે પૂર્ણપણે કટિબદ્ધ છે. ગત તા. ૧/૦૪/૨૦૨૫ થી તા. ૩૦/૦૯/૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન રાજ્યની સહકારી બેંકોએ પોતાના સ્વ-ભંડોળમાંથી ખેડૂતોને આપેલા ધિરાણ પર ૨% વ્યાજ રાહત મંજૂર કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે, અગાઉ મોટાભાગની સહકારી બેંકો ખેડૂતોને ૧૦% થી ૧૩%ના ઊંચા વ્યાજદરે ધિરાણ આપતી હતી. ખેડૂતો પર વ્યાજનો બોજો ન પડે અને સહકારી ધિરાણ માળખું ટકાઉ બને તે હેતુથી રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૯-૧૦થી ૨% વ્યાજ રાહત યોજના અમલમાં મૂકી છે. આ યોજનાના પરિણામે આજે રાજ્યના ખેડૂતોને માત્ર ૭%ના રાહત દરે પાક ધિરાણ ઉપલબ્ધ થઈ રહ્યું છે.

સહકારી બેંકોનું ‘કોસ્ટ ઓફ ફંડ’ સામાન્ય રીતે અન્ય બેંકો કરતાં વધુ હોય છે. તેમ છતાં, ખેડૂતો પર વ્યાજનો વધારાનો બોજો ન પડે તે માટે રાજ્ય સરકાર વર્ષ ૨૦૦૯-૧૦થી સતત ૨% વ્યાજ રાહત યોજના ચલાવી રહી છે અને બેંકોના આ તફાવતને વ્યાજ સહાય રૂપે સરભર કરે છે.

આ પણ વાંચોઃ દિવાળી પહેલાં આ સરકારે અન્નદાતા માટે ખોલી તિજોરી! 1.5 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા

રાજ્યમાં ૧ રાજ્ય સહકારી બેંક, ૧૮ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો અને ૧૦,૯૦૦થી વધુ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)નું ત્રિ-સ્તરીય મજબૂત માળખું કાર્યરત છે. આ સહકારી માળખા દ્વારા રાજ્યના ૧૦ લાખથી વધુ ખેડૂતો ટૂંકી મુદતનું કૃષિ પાક ધિરાણ મેળવી રહ્યા છે. વિશેષરૂપે, રાજ્યના લગભગ ૩૩% નાના અને સીમાંત ખેડૂતો આ સહકારી ધિરાણ વ્યવસ્થા સાથે જોડાયેલા છે, જેમના માટે સરકારનો આ નિર્ણય અત્યંત આશીર્વાદરૂપ સાબિત થશે, તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રાજ્યની અનેક ગ્રામ પંચાયતો સુધી આજે રાષ્ટ્રીયકૃત કે ખાનગી બેંકો પહોંચી નથી. આવા સમયે ગ્રામ્ય કક્ષાએ ખેડૂતો માટે ધિરાણ મેળવવાનું સહકારી માળખું જ એકમાત્ર અને મુખ્ય સ્ત્રોત છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી આવા લાખો ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે અને સાથે સાથે રાજ્યનું સહકારી ધિરાણ માળખું પણ વધુ સુદ્રઢ બનશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News