SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગુજરાતમાં 12 થી 18 નવેમ્બર સુધી 'જનજાતીય ગૌરવ સપ્તાહ'ની ભવ્ય ઉજવણી, વન અધિકાર પત્રકોનું વિતરણ, શબરી બુથ અને જોહાર કેફે શરૂ કરાશે

રાજ્ય સરકારે બિરસા મુંડા જયંતીની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં એક સપ્તાહ સુધી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થશે. આ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે, જેમાં મુખ્યમંત્રીથી લઈને તમામ મંત્રીઓ હાજર રહેશે.

Written By Gokani Dhaval
Published: Nov 12, 2026, 12:05 PM IST | Updated: Nov 12, 2026, 12:07 PM IST
Join

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા 12થી 18 નવેમ્બર સુધી રાજ્યવ્યાપી જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. બિરસા મુંડાની જયંતી પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા 34 જિલ્લાઓ અને 17 મહાનગર પાલિકામાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી સમાજના યુવાનો, મહિલાઓ અને પ્રબુદ્ધ નાગરિકોને જોડી ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષની ગાથા જનજન સુધી પહોંચાડવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા ભવ્ય આયોજન

ભગવાન બિરસા મુંડાની જયંતી 15 નવેમ્બરે છે. રાજ્ય સરકાર દ્વારા એક સપ્તાહ સુધી રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 14 નવેમ્બરે સમગ્ર ગુજરાતમાં બિરસા મુંડાની પ્રતિમાની સફાઈ અને સ્વચ્છતા અભિયાન યોજાશે. 14 નવેમ્બરે સાંજે સાડા ચાર હજાર જેટલી આદિવાસી ગ્રામ પંચાયતોમાં ભગવાન બિરસા મુંડાના ઈતિહાસનું પઠન કરવામાં આવશે.

બિરસા મુંડાની આરતી તૈયાર કરાશે

12થી 13 આદિવાસી ભાષાઓમાં પ્રથમ વખત ભગવાન બિરસા મુંડાની આરતી તૈયાર કરાશે. 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે રાજ્યવ્યાપી ભવ્ય ઉજવણી કરાશે. 16 નવેમ્બરે આદિવાસી સમાજના પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજાશે. 17 નવેમ્બરે આદિવાસી સમાજની પરંપરાગત રમતોનું આયોજન કરાશે. 18 નવેમ્બરે 55 જેટલી આદિવાસી વિધાનસભાઓમાં મહિલા સંમેલનો યોજાશે.

આ પણ વાંચોઃ સંબંધોનું ખૂન! ખંભાતમાં ઓનર કિલિંગ: પિતાએ જ દુપટ્ટાથી ગળું દબાવીને કરી દીકરીની હત્યા

54 વિધાનસભા સીટો પર થશે કાર્યક્રમ

રાજ્ય સરકાર દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે. રાજ્યમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થશે. નોંધનીય છે કે બિરસા મુંડા આદિવાસી સમાજના ભગવાન માનવામાં આવે છે. ગુજરાતની 54 વિધાનસભા સીટો પર વિવિધ કાર્યક્રમો યોજાશે.

રાજ્યકક્ષાના કાર્યક્રમમા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજરી આપશે. 2300 કરોડ કરતા વધુ રૂપિયાના કામો કરવામાં આવશે. આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાની પ્રતિમાઓ લગાવવામાં આવશે. 7112 વન અધિકાર પત્રક આપવાના આવશે. 11421 વન અધિકાર પત્રકના લાભાર્થીઓને રેકોર્ડ ઓફ રાઇટ્સ આપવામાં આવશે. આદિવાસી વિસ્તારોમા શબરી બુથ ખુલ્લા મુકશે. શબરી બુથ મા હાટ બજારો ખુલશે. આદિવાસી વિસ્તારોમાં જોહાર કેફે શરૂ કરાશે. જોહાર કેફેમા મિલિટ્સ આધારીત વાનગીઓ મળશે

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES