ગુજરાતના પેન્શનરો માટે સૌથી મોટા સમાચાર: પાંચમા પગાર પંચ હેઠળના મોંઘવારી ભથ્થામાં મોટો વધારો
Gandhinagar News: પેન્શનરો માટે સારા સમાચાર. સરકારના પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે નાણા વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય. પાંચમા પગાર પંચ હેઠળ પેન્શન મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો. હંગામી વધારો ૩૮૧ ટકાથી વધારીને સીધો ૪૪૩ ટકા કરવામાં આવ્યો. જુલાઈ ૨૦૨૨ થી જાન્યુઆરી ૨૦૨૪ સુધીના સમયગાળા માટે તબક્કાવાર વધારો મંજૂર. જુલાઈ ૨૦૨૧ થી જૂન ૨૦૨૪ સુધીના કુલ ૧૩૧ ટકા એરિયર્સની ચુકવણી. જુલાઈ ૨૦૨૨ થી ૩૯૬%, જાન્યુઆરી ૨૦૨૩થી ૪૧૨% અને જુલાઈ ૨૦૨૩થી ૪૨૭% મળશે. જાન્યુઆરી ૨૦૨૪થી ૪૪૩% ભથ્થું ચૂકવવા રાજ્યના નાણા વિભાગે સત્તાવાર ઠરાવ કર્યો.
Gandhinagar News: રાજ્ય સરકારના પેન્શનરો માટે એક ખુશખબર આપ્યા છે. સરકારના પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે નાણા વિભાગે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે કર્મચારીઓ અને પેન્શનરો પાંચમા પગાર પંચ મુજબ પેન્શન મેળવી રહ્યા છે, તેમના મોંઘવારી ભથ્થામાં જંગી વધારો મંજૂર કરવામાં આવ્યો છે. જી હા... સરકારના પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને હંગામી વધારો 381 ટકાથી વધારીને સીધો 443 ટકા કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થું સીધું વધારીને 443 ટકા કરી નાંખ્યું
ગુજરાતના સરકારના નાણા વિભાગે પાંચમા પગાર પંચ હેઠળ પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓનો મોંઘવારી વધારો હાલના 381 ટકાથી વધારીને સીધો 443 ટકા કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી હજારો પેન્શનરો અને તેમના પરિવારજનોની માસિક આવકમાં નોંધપાત્ર વધારો થશે. સરકાર દ્વારા જુલાઈ 2022 થી જાન્યુઆરી 2024 સુધીના સમયગાળા માટે આ વધારો તબક્કાવાર રીતે મંજૂર કરવામાં આવ્યો છે.
વિવિધ સમયગાળા માટે નક્કી કરાયેલા મોંઘવારી ભથ્થાના દર આ રીતે છે...
- જુલાઈ 2022 થી: 396 ટકા
- જાન્યુઆરી 2023 થી: 412 ટકા
- જુલાઈ 2023 થી: 427ટકા
- જાન્યુઆરી 2024 થી: 443 ટકા
જાન્યુઆરી 2024થી 443% ભથ્થું ચૂકવવા સત્તાવાર ઠરાવ
રાજ્યના નાણા વિભાગની મંજૂરી પછી જુલાઈ 2021 થી જૂન 2024 સુધીના કુલ 131 ટકા એરિયર્સની ચુકવણી પણ પેન્શનરોને કરવામાં આવશે. જાન્યુઆરી 2024થી સુધારેલું 443 ટકા ભથ્થું ચૂકવવા માટે સરકારે સત્તાવાર ઠરાવ બહાર પાડી દીધો છે.