નવસારીમાં ચીકુ પકવતા ખેડૂતોમાં ખુશીનો મોહાલ; કુદરતના પ્રકોપ વચ્ચે સારા ભાવ મળતા રાહત, જાણો શું છે સિઝનની સ્થિતિ
Navsari News: બદલાતા વાતાવરણની થપાટ સહન કરી રહેલા નવસારીના બાગાયતી ખેડૂતો માટે આ વર્ષે ચીકુની સિઝન કોઈ અગ્નિપરીક્ષાથી ઓછી નથી. એક તરફ કુદરતના પ્રકોપને કારણે પાક 25 થી 30 ટકા ઘટી જવાની ભીતિ છે અને ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઉત્પાદન નહિવત રહેવાની આશંકા છે. તો બીજી તરફ લાભ પાંચમના મુહૂર્તે અમલસાડ માર્કેટ યાર્ડમાં અંદાજે 14 હજાર મણ ચીકુની ધમાકેદાર આવક થતા બજારમાં એક નવો જ માહોલ સર્જાયો છે. ખેડૂતોને પ્રતિ મણ 900 થી 1400 રૂપિયા સુધીના સારા ભાવ મળતા ચહેરા પર થોડી ખુશી જરૂર છે. પરંતુ સામે પડકારો પણ એટલા જ મોટા છે.
Navsari News: એક તરફ બદલાતા વાતાવરણના કારણે ચીકુના ઝાડ પરથી ફૂલ ખરી જવાના પ્રશ્ને ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે અને મોટા નુકસાનની તલવાર લટકી રહી છે, તો બીજી તરફ અમલસાડ મંડળી અને માર્કેટ યાર્ડ છેલ્લા દસ દિવસથી બંધ રહ્યા બાદ જ્યારે લાભ પાંચમના પાવન અવસરે ખૂલ્યા, ત્યારે અણધારી રીતે 14 હજાર મણ ચીકુની જબરદસ્ત આવક થતા વેપારીઓમાં ભારે ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
Gujarat News Live: ગાંધીનગરમાં માનવતાને શરમાવતી ઘટના! CM ભૂપેન્દ્ર પટેલ આજે છોટાઉદેપુરની મુલાકાતે, આજે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ
ઉત્તર ભારતમાં માલ મોકલવા માટે સરકારે સ્પેશિયલ માલગાડીની વ્યવસ્થા કરી
કુદરત ભલે રૂઠેલી હોય, પરંતુ ઉત્તર ભારતમાં 'અમલસાડી ચીકુ'ની અદભુત ડિમાન્ડ અને ખેડૂતોને મળેલા પ્રતિ મણ 900 થી 1400 રૂપિયા સુધીના ઊંચા ભાવે આ પ્રારંભિક તબક્કે વેપારીઓ અને ખેડૂતો બંનેને મોટી આર્થિક રાહત આપી છે, જાણે કે મંદીના માહોલમાં પણ સોનાનો સુરજ ઉગ્યો હોય..! પરંતુ સિક્કાની બીજી બાજુ વાસ્તવિકતાના કડવા પડકારો પણ રજૂ કરે છે. ગત વર્ષે ઉત્તર ભારતમાં માલ મોકલવા માટે સરકારે સ્પેશિયલ માલગાડીની વ્યવસ્થા કરી હતી જે 24 થી 36 કલાક મોડી પડવાને કારણે મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું.
આ સિઝનનો આગળનો રસ્તો કાંટાળો અને અનિશ્ચિતતાથી ભરેલો!
જેથી તે કડવા અનુભવમાંથી પાઠ ભણીને આ વખતે વેપારીઓએ રેલવે પર ભરોસો મૂકવાને બદલે સીધા ટ્રકો મારફતે જ ચીકુ રાજસ્થાન, પંજાબ અને દિલ્હી સુધી ઝડપથી પહોંચાડવાની અત્યંત સ્માર્ટ રણનીતિ અપનાવી છે. જોકે, પડકારો અહીં જ નથી અટકતા કારણ કે અત્યારે ભલે માલ ઓછો હોવાને કારણે ભાવ સારા મળી રહ્યા છે. પરંતુ આગામી માર્ચ મહિનામાં જો ચીકુની આવકમાં અચાનક મોટો ઉછાળો આવશે તો આ ઊંચા ભાવ ગગડી જવાની પૂરેપૂરી સંભાવના છે. જે દર્શાવે છે કે આ સિઝનનો આગળનો રસ્તો કાંટાળો અને અનિશ્ચિતતાથી ભરેલો છે
24 કલાકમાં બંગાળની ખાડીમાં બનશે વધુ એક વાવાઝોડું, આ રાજ્યોમાં થશે મુશળાધાર વરસાદ, જાણો
નવસારીનું આ નંદનવન ક્યારેય મંદ નહીં પડે
શરૂઆતની આ ઝાકળઝાંખી ખુશી ભલે ક્ષણિક હોય, પણ તે એટલું ચોક્કસ કહી જાય છે કે 'અમલસાડી ચીકુ'ની બ્રાન્ડ વેલ્યુ અને તેની મીઠાશ સામે કુદરતના પ્રકોપ કે લોજિસ્ટિક્સની મર્યાદાઓ પણ લાચાર સાબિત થાય છે. વેપારીઓની નવી ટ્રક ટ્રાન્સપોર્ટેશનની રણનીતિ હોય કે ખેડૂતોની અદમ્ય જિજીવિષા, આ પાક માત્ર ફળ નથી પરંતુ ગુજરાતની મહેનતનું પ્રતિક છે. જો ક્લાઈમેટ ચેન્જ સામે ખેડૂતોને સમયસર વૈજ્ઞાનિક માર્ગદર્શન અને ટેકો મળી રહે, તો નવસારીનું આ નંદનવન ક્યારેય મંદ નહીં પડે.