• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /પશુપાલકો માટે મોટા સમાચાર: માત્ર 229 રૂપિયા ભરીને પશુઓ માટે મેળવો 40,000 સુધીનું વીમા કવચ, સરકાર આપશે 85% સહાય

પશુપાલકો માટે મોટા સમાચાર: માત્ર 229 રૂપિયા ભરીને પશુઓ માટે મેળવો 40,000 સુધીનું વીમા કવચ, સરકાર આપશે 85% સહાય

રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 1 લાખ પશુઓને નજીવા દરે વીમા સુરક્ષા કવચ મળવાનું છે. જેનું 85 ટકા પ્રીમિયમ રાજ્ય સરકાર ચુકવશે. પશુપાલકોએ માત્ર 229 રૂપિયા ચુકવવાના રહેશે.

Written ByGokani Dhaval
Published: Nov 04, 2026, 06:24 PM IST|Updated: Nov 04, 2026, 06:26 PM IST
joinshare
પશુપાલકો માટે મોટા સમાચાર: માત્ર 229 રૂપિયા ભરીને પશુઓ માટે મેળવો 40,000 સુધીનું વીમા કવચ, સરકાર આપશે 85% સહાય
Image Credit: AI Image

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
વિરાટ કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, આ મામલે બન્યો નંબર-1 બેટ્સમેન

વિરાટ કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, આ મામલે બન્યો નંબર-1 બેટ્સમેન

2

પશુપાલકો માટે મોટા સમાચાર: માત્ર 229 રૂપિયા ભરીને પશુઓ માટે મેળવો 40,000 સુધીનું વીમા કવચ, સરકાર આપશે 85% સહાય

3

ખાખી વર્દીની આડમાં ખેલ: નકલી પોલીસ બની લોકો સાથે ઠગાઈ કરનાર ઝડપાયો

4

રણજી ટ્રોફીમાં મોટો વિવાદ, એવું તો શું થયું કે રાતોરાત બદલવી પડી ટીમ, જાણી લો કારણ

5

મલ્ટિબેગર સ્ટોક કેવી રીતે શોધવો? AIને પૂછ્યું તો આપ્યો ચોંકાવનારો જવાબ, જે બદલી શકે છે તમારી શેર માર્કેટ ટ્રેડિંગ સ્ટ્રેટેજી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ગુજરાતના લાખો પશુપાલકોની આજીવિકાને મજબૂત આર્થિક સુરક્ષા પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને પશુપાલક-લક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, "નેશનલ લાઈવસ્ટોક મિશન" અંતર્ગત 'પશુધન વીમા સહાય યોજના’ની રાજ્યમાં સફળતાપૂર્વક અમલવારી કરવામાં આવી રહી છે.

મંત્રીએ યોજનાની વિગતો આપતા જણાવ્યું કે, પશુધન એ પશુપાલકની આજીવિકાનો મુખ્ય આધાર હોવાથી, અચાનક પશુના મૃત્યુના કિસ્સામાં થતા આર્થિક નુકસાન સામે પશુપાલક પરિવારને રક્ષણ આપવું એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

રાજ્યમાં અમલમાં મુકાયેલી આ વ્યવસ્થા મુજબ પશુપાલક માત્ર રૂ. ૨૨૯ પ્રતિ પશુ ચૂકવીને પોતાના પશુ માટે રૂ. ૪૦,૦૦૦ સુધીનું એક વર્ષનું વીમા કવચ મેળવી શકશે. પશુપાલકોને વીમા પ્રીમિયમમાં ૮૫% એટલે કે, રૂ. ૧,૩૦૦ પ્રતિ પશુની સહાય રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ યોજના હેઠળ પ્રતિ કુટુંબ ગાય, ભેંસ, ઘોડા, ગધેડા, ઊંટ, આખલા, બળદ અને પાડા જેવા મહત્તમ ૧૦ મોટા પશુ અથવા ૧૦૦ નાના પશુઓને વીમા કવચ હેઠળ આવરી લેવાની જોગવાઈ રાખવામાં આવી છે.

પીવાના પાણી અને પશુઓ માટે પાણીનો જથ્થો રિઝર્વ રાખવાની કરાઈ વ્યવસ્થા: દુષ્કાળ વચ્ચે કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું મહત્વનું નિવેદન #Gujarat #BreakingNews #News #Drought #Drought2026 https://t.co/SqxSNr3lSl

— Zee 24 Kalak (@Zee24Kalak) November 4, 2026

 મંત્રીએ ઉમેર્યું કે, વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારત સરકાર દ્વારા ગુજરાત માટે રૂ. ૨૫૦ લાખની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે, જે પૈકી પ્રથમ હપ્તા તરીકે રૂ. ૧૧૫ લાખની ફાળવણી થઈ ચૂકી છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫૫ લાખની 'રાજ્ય પુરસ્કૃત પશુધન વીમા સહાય યોજના' પણ મંજૂર કરાઈ છે.

આ પણ વાંચોઃ તેલમાં કલર અને ફ્લેવર મિક્સ કરીને વેચાતું હતું નકલી ઘી: ફૂડ વિભાગના દરોડામાં થયો ચોંકાવનારો ખુલાસો

વર્ષ ૨૦૨૬-૨૭ના વર્ષમાં રાજ્યના ૧,૦૦,૦૦૦ પશુઓને વીમા કવચ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉના વર્ષ દરમિયાન રાજ્યમાં ૧૨,૨૨૮ પશુપાલકોના ૪૮,૬૯૫ પશુઓને આ યોજના હેઠળ સુરક્ષિત કરવામાં આવ્યા હતા.

વર્તમાન સ્થિતિએ રાજ્યના 'આઈ-ખેડૂત' પોર્ટલ પર અત્યાર સુધીમાં ૮૭,૧૪૭ પશુઓના વીમા માટે અરજીઓ પ્રાપ્ત થઈ ચૂકી છે. આ તમામ પાત્ર અરજીઓને વીમા કવચ હેઠળ આવરી લેવા માટે પશુપાલન વિભાગ દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે.

પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના તમામ પશુપાલકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, પશુધનની સુરક્ષા એ જ પશુપાલકના પરિવારની સાચી આર્થિક સુરક્ષા છે. પશુપાલકો પોતાના પાત્ર પશુઓનો સમયસર વીમો કરાવી લે, પશુનો ઓળખ ટેગ જાળવી રાખે અને નોંધણી સમયે જરૂરી સાચી વિગતો દર્શાવે, જેથી મુશ્કેલીના સમયે ત્વરિત સહાય મેળવી શકાય.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News