SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

"પટેલ-વાણિયા કે બ્રાહ્મણ આદિવાસીઓનું મેલું ઉપાડે તો 50 હજાર આપું": શંકરસિંહ વાઘેલાના નિવેદનથી નવો વિવાદ!

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. તેમણે સાગબારામાં આદિવાસીઓને સંબોધિત કરતા એક વિવાદિત નિવેદન આપ્યું છે.

Written By Gokani Dhaval
Published: Oct 03, 2026, 09:52 AM IST | Updated: Oct 03, 2026, 11:09 AM IST
Join

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાઈ તેવી અટકળો ચાલી રહી છે. આ વચ્ચે બાપુ ફરી પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. સાગબારામાં શંકરસિંહ વાઘેલાએ આપેલા નિવેદન પર વિવાદ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે 'અનામત કોઈને મહેરબાનીથી આપવામાં આવી નથી. આ વર્ષોના અન્યાયનું પરિણામ છે.' આ સાથે શંકરસિંહ વાઘેલાએ પડકાર ફેંકતા કહ્યું કે પટેલ-વાણિયા કે બ્રાહ્મણ આદિવાસીઓનું મેલું ઉપાડે તો મહિને 50 હજાર આપું.

શું બોલ્યા શંકરસિંહ વાઘેલા
સાગબારામાં યોજાયેલી જાહેરસભામાં શંકરસિંહ વાઘેલા ભાષણ આપી રહ્યા હતા. આ સભામાં બાપુ કોંગ્રેસના નેતાઓ સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. તેમણે આદિવાસીઓને સંબોધતા કહ્યુ કે જંગલ જમીનના સાચા માલિક આદિવાસીઓ છે અને સરકાર અને વન વિભાગ માત્ર વ્યવસ્થાનો ભાગ છે આ સાથે તેમણે સરકાર બદલવાની વાત પણ કરી હતી.

 

જંગલ-જમીન વિવાદ મુદ્દે ઉઠાવ્યા સવાલ
શંકરસિંહ વાઘેલાએ સાગબારા જંગલ-જમીન વિવાદ અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આદિવાસી સમાજને જંગલ અને જમીનના સાચા માલિક ગણાવ્યા હતા. તેમણે જમીન મારી, જંગલ મારૂ, પાણી મારૂના અધિકારની વાત કરી હતી. તેમણે આગામી ચૂંટણીમાં આદિવાસી સમાજને પોતાના હક માટે નિર્ણય લેવાની અપીલ પણ કરી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં હવે વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગની આગાહીએ વધારી ચિંતા! 

આ જાહેરસભામાં વિપક્ષના આગેવાનોએ પણ સરકાર પર પ્રહાર કર્યાં હતા. ખેડૂતોનો આરોપ છે કે તેઓ 25 વર્ષથી ખેતી કરી રહ્યાં છે. ત્યાં વન વિભાગ જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. વનકર્મચારીઓ ખેડૂતોને હેરાન કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.

આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આક્રમક અંદાજમાં કહ્યું કે અમે તીર-કામઠાં બુઠાં લીધા નથી. તેમણે આંદોલન ઉગ્ર કરવાની ચીમકી આપતા કહ્યુ કે ખેડૂતો જેલભરો આંદોલન માટે પણ તૈયાર છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES