રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં તન્વી ગોલ્ડ રિફાઈનરીમાં લૂંટ અને હત્યા કેસમાં મુખ્ય આરોપી અનુરાગ સિંહ રાજપૂતને પોલીસની ટીમ ઘટનાસ્થળે પંચનામું કરવા અને પુરાવા એકત્ર કરવા લઈ ગઈ ત્યારે તેણે પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. આરોપી અનુસારે સ્થળ પર છુવાયેલા અન્ય હથિયાર વડે પોલીસો પર બે રાઉન્ડ ફાયરિંગ કરી દેતા અફરાતફરી મચી ગઈ હતી.
રાજકોટ લૂંટ વિથ મર્ડર કેસમાં આરોપીએ પોલીસ પર કર્યું 2 રાઉન્ડ ફાયરિંગ, PSIએ સ્વબચાવમાં ગોળી ધરબી #Rajkot #LootAccusedArrested #FiringWithLoot #TanviGold #viralvideo #trendingvideo https://t.co/T4WnPM1yDe
— Zee 24 Kalak (@Zee24Kalak) October 16, 2026
રાજકોટના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ રિફાઈનરીની બહાર 14 ઓક્ટોબરે બનેલી ઘટના બાદ પોલીસે આશરે 10થી 15 ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે યુપીની કુખ્યાત ગેંગના 10 આરોપીઓને માત્ર 9 કલાકમાં ઝડપી લીધા હતા.