સુદર્શન સેતુ બાદ હવે બનશે બેટ દ્વારકા કોરિડોર: દ્વારકાધીશની નગરીમાં બનશે વિશ્વકક્ષાનું ટુરિઝમ હબ!
Devbhumi Dwarka: બેટ દ્વારકાના સર્વાંગી વિકાસનો માર્ગ મોકળો બનશે. 'હોલિસ્ટીક ડેવલોપમેન્ટ' યોજના હેઠળ 31 સર્વે નંબરની જમીન સંપાદિત કરાશે. જગતમંદિર આસપાસની દુકાનો, વાણિજ્યિક ધર્મશાળાઓ અને રહેણાંક મકાનોનું થશે સંપાદન. જમીન સંપાદન અને પુનર્વસનની કામગીરી માટે દ્વારકાના નાયબ કલેક્ટરની નિયુક્તિ.
જયદીપ લાખાણી /દેવભૂમિ દ્વારકા: દ્વારકા દર્શન સર્કિટના મુખ્ય તીર્થસ્થાન અને ભગવાન શ્રીકૃષ્ણની પાવન નગરી એવા બેટ દ્વારકાના વિશ્વકક્ષાના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. ‘હોલિસ્ટીક ડેવલોપમેન્ટ ઓફ બેટ દ્વારકા’ યોજના અંતર્ગત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા બેટ દ્વારકાની આશરે ૧-૦૦-૬૧.૨૩ હેક્ટર (આરે ચો.મી.) જમીનના સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસન હેતુથી અધિકૃત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ બેટ દ્વારકાના કુલ ૩૧ અલગ-અલગ સર્વે નંબર્સની જમીનનું સંપાદન કરવામાં આવશે.
સુરતમાં પણ બનશે બીજું ખોડલધામ: નવરાત્રિ મહોત્સવ દરમિયાન ‘અન્નપૂર્ણા ખોડલધામ’ની જાહેરાત
રહેણાંક મકાનોનું સંપાદન કરી તે જગ્યા ખુલ્લી કરવામાં આવશે
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત 'બેટ દ્વારકા કોરિડોર'ના પ્રથમ તબક્કાના ભાગરૂપે જગતમંદિર આસપાસના ગીચ વિસ્તારનું વિસ્તૃતીકરણ કરવામાં આવશે. મંદિર પરિસર આસપાસ આવેલી સંખ્યાબંધ દુકાનો, વાણિજ્યિક ધર્મશાળાઓ તથા રહેણાંક મકાનોનું સંપાદન કરી તે જગ્યા ખુલ્લી કરવામાં આવશે. જમીન સંપાદન બાદ આ વિશાળ જગ્યામાં યાત્રાળુઓ માટે આધુનિક અને તમામ પ્રકારની સુવિધાજનક ‘હોલિસ્ટીક ડેવલોપમેન્ટ’ કામગીરી વેગવંતી બનાવાશે.
દ્વારકાના નાયબ કલેક્ટરને ખાસ નિયુક્ત કરાયા
આ સમગ્ર જમીન સંપાદન પ્રક્રિયા 'જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસનમાં વ્યાજબી વળતર અને પારદર્શકતા અધિકાર અધિનિયમ-૨૦૧૩' (Land Acquisition Act-2013) હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. અસરગ્રસ્તોને યોગ્ય વળતર મળે અને પ્રક્રિયા પારદર્શક રહે તે માટે અધિનિયમની જોગવાઈઓ મુજબ જરૂરી કાર્યો અને ફરજો નિભાવવા માટે દ્વારકાના નાયબ કલેક્ટરને ખાસ નિયુક્ત કરવામાં આવ્યા છે.
Gujarat News Live: ચૈતર વસાવા હાઈકોર્ટના શરણે, ગુજરાતમાં રહેતા વાઘને ડિસેમ્બરમાં પાર્ટનર મળશે, ધંધુકા-ભાવનગર હાઈ-વે પર અકસ્માત
ટાપુ પર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો
આશરે ₹1200 કરોડના ખર્ચે બેટ દ્વારકા અને ઓખા વચ્ચે નિર્માણ પામેલા 'સુદર્શન સેતુ' બાદ ટાપુ પર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સમુદ્રી જળરાશિથી ઘેરાયેલા આ આઈલેન્ડનું પ્રાકૃતિક સૌંદર્ય અને દરિયાઈ જળસૃષ્ટિ નિહાળવા દર વર્ષે લાખો સહેલાણીઓ આવે છે. આ સંજોગોમાં વધતી જતી પ્રવાસી સંખ્યાને પહોંચી વળવા અને બેટ દ્વારકા કોરિડોરના ઝડપી અમલીકરણ માટે જમીન સંપાદનની પ્રત્યક્ષ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.