સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે નવી ભેટ: 600 પ્રવાસીઓની ક્ષમતાવાળી નવી 'એકતા ક્રૂઝ'નું કર્યું લોકાર્પણ
National Unity Day: રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે એક નવી ભેટ આપી છે. એકતાનગરમાં નર્મદા નદી પર પ્રવાસનના આકર્ષણમાં વધારો કરતી 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી નવી એકતા ક્રૂઝનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અગાઉ 250 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝ કાર્યરત હતી, ત્યારે હવે વધુ ક્ષમતા ધરાવતી નવી ક્રૂઝ પ્રવાસીઓને નવો અનુભવ કરાવશે.
National Unity Day: સ્ટેચ્યુ ઓફ યુનિટી...વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું એકતાનગર...ત્યારે હવે એકતાનગરના પ્રવાસન આકર્ષણોમાં વધુ એક નવો અધ્યાય ઉમેરાયો છે. રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી નવી એકતા ક્રૂઝનું લોકાર્પણ કર્યું છે. અગાઉ 250 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝ પ્રવાસીઓ માટે કાર્યરત હતી.
રાજકોટમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર રેડ; 43 પુરુષો અને 33 મહિલાઓ ઝડપાઈ; મોઢા છુપાવવા ટેબલ-ખુરશીના કવર બાંધવા પડ્યા!
પ્રવાસીઓ નર્મદા નદીની સફરનો આનંદ માણી શકશે
હવે નવી ક્રૂઝ દ્વારા એકસાથે વધુ પ્રવાસીઓ નર્મદા નદીની સફરનો આનંદ માણી શકશે. નવી એકતા ક્રૂઝ માત્ર નદીમાં સફર કરવાનું માધ્યમ જ નહીં, પરંતુ પ્રવાસીઓ માટે વિવિધ કાર્યક્રમોનું પણ નવું સ્થળ બનશે. આ ક્રૂઝમાં વેડિંગ ડેસ્ટિનેશન સહિત વિવિધ સામાજિક અને મનોરંજનના કાર્યક્રમો યોજવાની સુવિધા ઉપલબ્ધ થશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ભવ્ય દૃશ્ય પ્રવાસીઓ માટે યાદગાર અનુભવ
ખાસ વાત એ છે કે નર્મદા નદીની વચ્ચે ક્રૂઝની સફર દરમિયાન પ્રવાસીઓને સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વવિખ્યાત પ્રતિમાને નજીકથી નિહાળવાની અનોખી તક મળશે. કુદરતી સૌંદર્ય, નર્મદા નદીનો નજારો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ભવ્ય દૃશ્ય પ્રવાસીઓ માટે યાદગાર અનુભવ બની રહેશે.
Gujarat News Live: રાજકોટમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર રેડ, દુષ્કાળના સંકટ વચ્ચે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં વરસાદ, માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા
એકતા ક્રૂઝ હવે પ્રવાસીઓ માટે નર્મદા નદીના પ્રવાસનું નવું આકર્ષણ
રાષ્ટ્રીય એકતા દિવસના પાવન અવસરે શરૂ થયેલી આ નવી ક્રૂઝ એકતાનગરના પ્રવાસન ક્ષેત્રને નવી ઓળખ આપશે તેવી આશા છે. વધુ પ્રવાસીઓને સમાવી શકે તેવી ક્ષમતા અને વિવિધ કાર્યક્રમોની સુવિધા સાથે એકતા ક્રૂઝ હવે પ્રવાસીઓ માટે નર્મદા નદીના પ્રવાસનું નવું આકર્ષણ બનશે.