SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સુરતમાં મોબાઈલ ફોન બન્યો મોતનું કારણ, ધાબા પરથી પટકાતા 42 વર્ષીય યુવકનું કરૂણ મોત, પરિવારમાં શોક

Surat News: સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે એક 42 વર્ષીય પ્રફુલભાઈ પટેલનું મોત નીપજ્યું છે. તેઓ ઘરના ધાબા પર ફોન પર વાત કરતાં-કરતા આંટા મારી રહ્યા હતા ત્યારે અચાનક સંતુલન ગુમાવવાથી નીચે પટકાતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ થયું હતું. આ ઘટનાએ સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.

Written By Kinjal Patel
Published: Oct 23, 2026, 06:06 PM IST | Updated: Oct 23, 2026, 06:14 PM IST
Join

પ્રશાંત ઢીવરે/સુરત: શહેરમાં મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ એક વ્યક્તિના જીવ પર ભારે પડ્યો છે. સચિન જીઆઇડીસી વિસ્તારમાં ફોન પર વાત કરતા કરતા ધાબા પરથી નીચે પટકાતા 42 વર્ષીય વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું છે. જેના કારણે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટના સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં બની હતી. 
42 વર્ષીય પ્રફુલ પટેલ નામનો વ્યક્તિ પોતાના ઘરના બીજા માળે આવેલા ધાબા પર સતત મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો હતો.

ગુજરાતમાં ફરી 17 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂંકનો ગંજીપો ચિપાયો, જાણો કોને ક્યાં મુકાયા?

માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી
પ્રફુલ રોજની જેમ સાંજના સમયે ઘરના ધાબા ઉપર જઈને ફોન પર વાત કરતો હતો. ગઈકાલે પણ તે ફોન પર વાત કરતા કરતા ધાબા પર આંટા મારી રહ્યો હતો.  ફોન પર વાતમાં તે એટલો બધો મગ્ન થઈ ગયો હતો કે તેને ધાબાની પાળી કે આગળનો કોઈ ખ્યાલ જ ન રહ્યો. વાત કરતા કરતા જ તે અચાનક સંતુલન ગુમાવીને ધાબા પરથી સીધો નીચે પટકાયો હતો. નીચે પટકાતા તેને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી

સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મોત નિપજ્યું
આસપાસના લોકો અને પરિવારજનોએ તાત્કાલિક તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાંથી તેને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મોત નિપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ પ્રફુલ કંપનીમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે એક મહેનતુ અને સામાન્ય વ્યક્તિ હતો. તેના આકસ્મિક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટના બાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે

ગાંધીનગર મનપાના મેયર કોણ? 5 વિધાનસભા બેઠકો પર ઠાકોર સમાજનો દબદબો, છતાં મેયર પદ માટે કોણ છે દાવેદારો

મોબાઈલનો ઉપયોગ કરતી વખતે કેટલી સાવધાની રાખવી જરૂરી
આ ઘટનાની જાણ થતાં જ સચિન જીઆઇડીસી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના એક ચેતવણી સમાન છે કે મોબાઈલનો ઉપયોગ કરતી વખતે કેટલી સાવધાની રાખવી જરૂરી છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES