SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમદાવાદીઓને દિવાળીની ભવ્ય ભેટ: 9 નવેમ્બરે સરખેજ-ઈસ્કોન એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ, 7 હજાર પરિવારોને મળશે સપનાનું ઘર

Ahmedabad News: દિવાળીના પવિત્ર તહેવારો વચ્ચે અમદાવાદ શહેર માટે મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ વાસીઓ માટે રૂ. 1500 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોની મોટી ભેટ લઈને આવી રહ્યા છે. આ વિકાસ કાર્યોમાં શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટેનો મહત્ત્વકાંક્ષી એલિવેટેડ બ્રિજ અને ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવારો માટે લકી ડ્રો દ્વારા નવા ઘરની ચાવી આપવાનો સમાવેશ થાય છે.

Written By Kinjal Patel
Published: Nov 07, 2026, 06:19 PM IST | Updated: Nov 07, 2026, 06:28 PM IST
Join

Ahmedabad News: અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર વાહનચાલકોને ટ્રાફિકની મુશ્કેલીમાંથી કાયમી છુટકારો અપાવવા માટે તૈયાર કરાયેલા સરખેજ-ઈસ્કોન એલિવેટેડ બ્રિજનું 9 નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સત્તાવાર લોકાર્પણ કરવામાં આવશે. આ બ્રિજના લોકાર્પણ પહેલાના ડ્રોન વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં બ્રિજની સુંદરતા અને ગુણવત્તા સ્પષ્ટ જોઈ શકાય છે.

'બંધ રૂમમાં ભાજપના નેતાઓ કગરતા હોય છે, મારે પણ મંત્રી બનવું જ છે', અલ્પેશ ઠાકોરે ખોલ્યા રાઝ

4 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર તૈયાર, હવે ચાર રસ્તામાંથી મુક્તિ

એસ.જી. હાઈવે પર એલિવેટેડ બ્રિજ શરૂ થવાથી સરખેજથી ગાંધીનગર તરફ જતા અને આવતા લાખો વાહનચાલકોને સીધો ફાયદો થશે. રૂપિયા 450 કરોડના ભવ્ય ખર્ચે નિર્માણ પામેલો આ 4 કિલોમીટર લાંબો એલિવેટેડ બ્રિજ આધુનિક ઈજનેરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. હવે સરખેજથી ગાંધીનગર મુસાફરી કરનારા વાહનચાલકોને રસ્તામાં આવતા ચાર રસ્તાઓ પર ઊભા રહેવામાંથી કાયમી મુક્તિ મળશે. હવે એક પણ સિગ્નલ કે ચાર રસ્તે રોકાયા વગર વાહનો સડસડાટ પસાર થઈ શકશે. આનાથી દૈનિક ધોરણે મુસાફરી કરતા લાખો લોકોને સમય અને ઈંધણ બંનેની મોટી રાહત મળશે.

અમદાવાદમાં પ્રથમ વખત એકસાથે 7 હજાર EWS આવાસનો ડ્રો

વિકાસ કાર્યોની આ ભેટમાં રહેઠાણ ક્ષેત્રે પણ મોટો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. અમદાવાદમાં સૌ પ્રથમ વખત એકસાથે 7,000 EWS (આર્થિક રીતે નબળા વર્ગના) આવાસનો કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો યોજાવા જઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ ડ્રો સંપન્ન કરાવશે.

હવે શિયાળો નહીં પરંતુ વરસાદ આવશે! બંગાળનો ઉપસાગર તોફાની બનશે, ગુજરાતના હવામાનમાં આવશે પલટો

નવા વર્ષે મળશે પોતાના ઘરની ચાવી: 97 હજાર અરજીઓ આવી હતી

પોતાના ઘરનું સ્વપ્ન સેવતા પરિવારો માટે આ નવું વર્ષ ખૂબ જ ખાસ બની રહેશે, કારણ કે ગૃહ મંત્રીના હસ્તે જ લાભાર્થીઓને નવા મકાનની ચાવીઓ સોંપવામાં આવશે. નોંધનીય છે કે આ EWS આવાસ યોજના માટે તંત્રને રેકોર્ડબ્રેક 97 હજારથી વધુ અરજીઓ મળી હતી, જેમાંથી પારદર્શક પદ્ધતિથી ડ્રો દ્વારા 7 હજાર નસીબદાર પરિવારોની પસંદગી કરવામાં આવશે.

નરોડા, નિકોલ, ઓઢવ સહિત 11 વિસ્તારોમાં બન્યા આધુનિક આવાસ

આ મકાનો શહેરના વિવિધ 11 વિસ્તારોમાં તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને નરોડા, નિકોલ, ઓઢવ જેવા મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રામાપીરના ટેકરા પાસે જ 1250 જેટલા સુવિધાસભર મકાનો બનીને તૈયાર થઈ ગયા છે, જેથી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પણ પાકા આવાસનું સન્માનજનક જીવન મળશે.

રક્ષક જ બન્યા ભક્ષક! વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં મદદ માગવા ગયેલા ભાઈઓ પર અત્યાચાર, તત્કાલીન PI સામે કોર્ટનો મોટો હુકમ

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES