SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ભાવનગર જઈ રહેલા અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત: પીપળી ગામ નજીક કાર પલટી ખાતા બેના મૃત્યુ

Ahmedabad Dholera Expressway Accident: અમદાવાદથી ભાવનગર જઈ રહેલા પરિવારને પીપળી ગામ નજીક અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ચારને ઈજા થઈ છે.

Written By Gokani Dhaval
Published: Nov 12, 2026, 12:59 PM IST | Updated: Nov 12, 2026, 03:25 PM IST
Join

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર પીપળી ગામ નજીક અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી ભાવનગર તરફ થઈ રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. કાર રોડ પર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કુલ બે લોકોના મોત થયા છે. જ્યારે ચાર લોકોને ઈજા થઈ છે.

અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત

પ્રાપ્ત વિગત નજીક અમદાવદ-ધોલેરા હાઈવે પર આ અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી ભાવનગર જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જવા દરમિયાન રસ્તામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ચાર લોકોને ઈજા પહોંચી છે.

ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા

મળતી માહિતી મુજબ કારમાં સવાર લોકો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતા હતા અને ભાવનગર જઈ રહ્યાં હતા. આ દરમિયાન પીપળી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કારમાં સવાર લોકો ભાવનગર જઈ રહ્યાં હતા. એક મૃતકની ઓળખ 32 વર્ષીય નઝીરહુસેન મેમણ તરીકે થઈ છે. જ્યારે બીજા મૃતકની ઓળખ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ધોલેરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદના નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકનો આતંક: એક્ટિવા સવાર દંપતીને અડફેટે 

સિંહોરમાં અન્ય અકસ્માતમાં એકનું મોત

આ સિવાય ભાવનગરના સિંહોરમાં અન્ય એક અકસ્માતમાં અમિત નામના યુવકનું મોત થયું છે. આમ રાજ્યમાં બે અલગ-અલગ અકસ્માતોમાં ત્રણ લોકોના મોત થયા છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES