• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /અમદાવાદના નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકનો આતંક: એક્ટિવા સવાર દંપતીને અડફેટે લેતા સ્થાનિકોએ ચખાડ્યો મેથીપાક

અમદાવાદના નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકનો આતંક: એક્ટિવા સવાર દંપતીને અડફેટે લેતા સ્થાનિકોએ ચખાડ્યો મેથીપાક

અમદાવાદમાં નશો કરી કાર ચલાવી રહેલા યુવકે ફરી અકસ્માત સર્જયો છે. નાના ચિલોડામાં બુધવારે વર્ના કારે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી. આ કારમાંથા દારૂની બોટલ પણ મળી આવી છે.

Written ByGokani Dhaval
Published: Nov 12, 2026, 12:41 PM IST|Updated: Nov 12, 2026, 12:43 PM IST
joinshare
અમદાવાદના નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકનો આતંક: એક્ટિવા સવાર દંપતીને અડફેટે લેતા સ્થાનિકોએ ચખાડ્યો મેથીપાક

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

અમદાવાદમાં ફરી એકવાર કાર ચાલકે અકસ્માત સર્જયો છે. શહેરના ચિલોડા વિસ્તારમાં બુધવારે બપોરે નશામાં ધૂત કારચાલકે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને અડફેટે લીધા હતા. પૂરપાટ આવી રહેલી વર્ના કારે એક્ટિવા ચાલક દંપતીને ટક્કર મારી હતી. આ યુવક દારૂના નશામાં હોવાનું સામે આવ્યો છે. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. આ જોઈ રોષે ભરાયેલા સ્થાનિકોએ યુવકને મેથીપાક ચખાડ્યો હતો.

કારમાં સવાર હતા બે લોકો

નાના ચિલોડામાં બુધવારે બપોરે એક વર્ના કારે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને અડફેટે લીધા હતા. આ ટક્કર બાદ દંપતી નીચે પડી ગયું હતું. અકસ્માત સર્જાતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ ગાડીમાં તપાસ કરતા ડ્રાઈવર અને એક અન્ય વ્યક્તિ સવાર હતી. ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી હતી.

બેકાબૂ ઓડી કાર સીધી જ ઝાડમાં ઘૂસી, 5માંથી 1 યુવકનું મોત, ગાંધીનગરના દહેગામ હાઈવે પર ગંભીર અકસ્માત #Gandhinagar #DahegamHighway #AudiCarAccident #viralvideo #trendingvideo #viral #viralshort #viralshorts #viralvideos #viralreels #trending #trendingshorts #trendingreels #trending https://t.co/JgeKjvFQay

— Zee 24 Kalak (@Zee24Kalak) November 12, 2026

 સ્થાનિકોએ કાર ચાલકને મેથીપાક ચખાડ્યો

કારમાંથી દારૂની બોટલ મળી આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા. તેમણે ડ્રાઈવરને મેથીપાક ચખાડ્યો હતો. કારમાં સવાર બંને વ્યક્તિ નશામાં હતા. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. ત્યારબાદ સ્થાનિકોએ બંનેને પકડી પોલીસને સોંપ્યા હતા.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થલે પહોંચ્યો હતો. પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે બંને દારૂના નશામાં હતા. બંનેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત સર્જનાર ચિરાગ ગાંગાણી અને ગૌતમ ગોહિલ સામે ગુનો નોંધ્યો છે. આ બંને રાજકોટના હોવાનું સામે આવ્યું છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News