SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

નવરાત્રિમાં S.G હાઈવે પર ટ્રાફિક નહીં થાય! શનિવારથી આ રસ્તો ખુલ્લો મુકાશે, 56 ગરબાના સ્થળોને ધ્યાને રાખી તંત્રની તૈયારી

Ahmedabad News: નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને એસ.જી. હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવવા માટે ઇસ્કોનથી સાણંદ બ્રિજ નીચેના રસ્તાનું કામ પૂર્ણતાના આરે છે. YMCA-કર્ણાવતી ડાયવર્જન બંધ કરીને નવો રસ્તો શરૂ કરવા માટે ટ્રાફિક પોલીસ, NHAI, AMC અને ટોર્રેન્ટ જેવા સંલગ્ન વિભાગોએ સંયુક્ત વિઝિટ કરી જરૂરી સૂચનાઓ આપી છે. ઝડપી કામગીરી કરીને અંદાજે દોઢ લાખ વાહનચાલકો માટે કર્ણાવતી-YMCA રોડ શનિવારે ખુલ્લો મૂકવામાં આવશે.

Written By Kinjal Patel
Published: Oct 09, 2026, 01:13 PM IST | Updated: Oct 09, 2026, 01:19 PM IST
Join

Ahmedabad News: અમદાવાદમાં આસો નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને એસ.જી. હાઈવે પર વાહનોની અવરજવર અને ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. ઇસ્કોનથી સાણંદ બ્રિજ નીચેના રસ્તાનું કામ હવે પૂર્ણતાના આરે પહોંચ્યું છે, જેનાથી તહેવારોના દિવસોમાં વાહનચાલકોને મોટી રાહત મળશે.

મોતની ચિચિયારીથી ગૂંજી ઉઠ્યું કચ્છ; બોલેરો-ટ્રકની અકસ્માતમાં 7નાં મોત, લોહીના ખાબોચિયા; રસ્તા પર ચીસાચીસ, હચમચાવનારા દૃશ્યો

ટ્રાફિક જામ ઓછો કરવા 02 હજારથી વધુ જવાનો તૈનાત કરાશે..
નવરાત્રી દરમિયાન રાત્રિના સમયે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસે વિશેષ એક્શન પ્લાન બનાવ્યો છે. જે અંતર્ગત મુખ્ય ચાર રસ્તાઓ અને ભીડભાડ વાળા પોઈન્ટ્સ પર ૨ હજારથી વધુ ટ્રાફિક જવાનો અને પોલીસ સ્ટાફને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવરાત્રી ટાણે અંદાજે દોઢ લાખ વાહનચાલકોને મળશે મોટી રાહત
મળતા સમાચાર પ્રમાણે, ઝડપી કામગીરી પૂર્ણ કરીને કર્ણાવતી-YMCA રોડ આગામી શનિવારે વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલી બ્રિજની આ અત્યંત મહત્વપૂર્ણ કામગીરી પૂરી થવાથી દૈનિક ધોરણે પસાર થતા અંદાજે દોઢ લાખ જેટલા વાહનચાલકોને ભારે ટ્રાફિકમાંથી કાયમી મુક્તિ મળશે.

Gujarat News Live: કચ્છના ખાવડા RE પાર્કમાં ભયાનક અકસ્માત, રાજકોટના મુંજકા નજીક બનેલા બ્રિજમાં ખામી, અમેરિકામાં નોકરીનું સપનું હવે અઘરું

કામગીરી ઝડપથી આટોપી લેવા માટે જરૂરી આદેશો આપ્યા
YMCA અને કર્ણાવતી ક્લબ પાસે હાલ ચાલતું ડાયવર્જન બંધ કરીને નવો તૈયાર થયેલો રસ્તો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે ટ્રાફિક પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટોરન્ટ પાવર જેવા વિભાગોના અધિકારીઓએ સ્થળ પર સંયુક્ત વિઝિટ કરી હતી અને કામગીરી ઝડપથી આટોપી લેવા માટે જરૂરી આદેશો આપ્યા હતા.

સિંધુભવન, બોપલ અને શીલજ વિસ્તારમાં 56 સ્થળોએ ગરબાના આયોજન
એસ.જી. હાઈવેની આસપાસ આવેલા સિંધુભવન રોડ, બોપલ અને શીલજ વિસ્તારમાં આ વર્ષે કુલ 56 સ્થળોએ ગરબાના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. ગરબા રસિકો અને વાહનોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને આ રસ્તો ખુલ્લો મુકાવાથી વાહનવ્યવહાર સરળતાથી ચાલતો રહેશે.

40 વટાવેલા યુવકોને વાંઢા લિસ્ટમાંથી નામ કઢાવી વાજપેયી-રાહુલની જેમ દેશ સેવા કરો; 'હવે બીજો કોઈ રસ્તો નથી'

સર્વિસ રોડના ખાડાથી સ્થાનિક મુસાફરોને થોડી હાલાકી
મુખ્ય રસ્તો ખુલ્લો મુકાઈ રહ્યો છે તે આનંદની વાત છે, પરંતુ સર્વિસ રોડ પર હજુ સુધી પડેલા ખાડા પૂરવામાં આવ્યા નથી. જેના કારણે સ્થાનિક સ્તરે અવરજવર કરતા મુસાફરો અને સ્થાનિક રહીશોને થોડી મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. તંત્ર દ્વારા આ સર્વિસ રોડનું સમારકામ પણ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES