18,000 કરોડનું બજેટ પણ ‘બોસ’ કોઈ નહીં: પ્રભારી વગર AMCમાં શાસકો બેફામ, વહીવટી તંત્ર સામે નતમસ્તક!
Ahmedabad Municipal Corporation: AMCમાં ભાજપના સતત એકચક્રી શાસન અને વહીવટી તંત્ર વચ્ચે સુમેળ જાળવવામાં પક્ષ દ્વારા નીમવામાં આવતા 'પ્રભારી'ની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. ભૂતકાળમાં સુરેન્દ્ર પટેલ (કાકા) જેવા અનુભવી નેતાઓના માર્ગદર્શન હેઠળ કમિટીઓના એજન્ડા અને વહીવટી નિર્ણયો પર મજબૂત પકડ રહેતી હતી. જોકે, ધર્મેન્દ્ર શાહના વિવાદાસ્પદ કાર્યકાળ અને ત્યારબાદ પ્રભારી સિસ્ટમમાં થયેલા ફેરફારોને કારણે હાલમાં AMC માં કોઈ નિશ્ચિત પ્રભારીની હાજરી નથી. આના પરિણામે ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે, જેના લીધે હોદ્દેદારો વચ્ચે આંતરિક મતભેદો અને વહીવટી શિથિલતા વધતી જોવા મળી રહી છે.
અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: 18000 કરોડ કરતા વધુનુ વાર્ષિક બજેટ ધરાવતી રાજ્યની સૌથી મોટી અને ધનાઢ્ય મહાનગર પાલિકા એટલે અમદાવાદ મહાનગર પાલિકા... હેરીટેજ સિટી, મેગા સિટી અને સ્માર્ટ સિટી સહીતના રૂપકડા નામોથી ઓળખાતા અમદાવાદમાં મહાનગરપાલિકા પર ભાજપનું વર્ષ 2005થી સતત એકચક્રી શાસન રહ્યું છે અને આ શાસન ઉપર મજબૂત પકડ માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં મૂકવામાં આવેલી એક ખાસ વ્યવસ્થા અત્યંત મહત્વનો ભાગ રહી છે, જેના ફળ ભાજપને તાજેતરની એએમસી ચૂંટણી પૂર્ણ થઇ ત્યા સુધી ખાવા મળતા રહ્યા.
અને આ ખાસ વ્યવસ્થા હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સંગઠનમાંથી મુકાતા ખાસ પ્રભારી પણ આ વખતે ભાજપનું નવું સંગઠન બન્યા બાદ ખાસ પ્રભારીવાળી સિસ્ટમમાં બદલાવ આવ્યો છે અને પ્રદેશ સંગઠન મહામંત્રીને મધ્યઝોનના પ્રભારીના બનાવવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ સંગઠનનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદીઓ સાવધાન! નવરાત્રિ ટાણે આ જીવલેણ રોગનો રાફડો ફાટ્યો; ખાલી સોલા સિવિલમાં જ 14,37
ભાજપ શાષકો અને વહીવટી તંત્ર વચ્ચે વિવિધ વિષયોને લઇને સંકલન
જેની સીધી અને ગંભીર અસર વર્તમાન સમયમાં AMCના શાષકો અને વહીવટી તંત્ર વચ્ચે વચ્ચે જોવા મળી રહી છે. સંગઠન મહામંત્રી અજય બ્રહ્મભટ્ટની AMCમાં પ્રત્યક્ષ હાજરી નહીવત રહેતી હોવાથી હાલમાં વિવિધ પેટા કમિટી અને સર્વોચ્ચ એવી સ્ટેન્ડીંગ કમિટીના એજન્ડા અને તેના નિર્ણયો પર સીધી અસર જોવા મળી રહી છે. જ્યાં પેટા કમિટીઓના કમિટી ચેરમેન અને અન્ય મુખ્ય પાંચ હોદ્દેદારો અલગ અલગ દિશામાં પોતપોતાની મરજી મુજબ વર્તી રહ્યા છે અને સેંકડો એવા મામલા બની રહ્યા છે જેમાં ભાજપ શાષકો અને વહીવટી તંત્ર વચ્ચે વિવિધ વિષયોને લઇને સંકલન જ નથી થઇ રહ્યું.
પ્રભારી એટલે શું
ચૂંટણી જીતીને સત્તા મેળવ્યા બાદ પાર્ટી લાઇન અને પક્ષના એજન્ડા મુજબ સ્થાનિક વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખ વચ્ચે સંકલન અને એક સૂત્રતા જાળવવા પક્ષ તરફથી મૂકવામાં આવતા વ્યક્તિ એટલે પ્રભારી
સતત AMC ઉપર પોતાનુ એકચક્રી શાસન યથાવત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપની વાત કરીએ તો ઔડાના પૂર્વ ચેરમેન, રાજ્ય સભાના સાંસદ, રિવરફ્ર્ન્ટનો પાયો નાંખનાર અને લાંબા સમય સુધી પ્રદેશ ભાજપ કોષાધ્યક્ષ રહેલા સુરેન્દ્ર પટેલ કે જેઓ કાકાના હુલામણા નામે ઓળખાય છે, તેઓને ભાજપ દ્વારા વર્ષ 1995માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી તરીકેની વિશેષ જવાબદારી સોંપવામાં આવી. 1987માં પ્રથમવાર ભાજપે AMCમાં સત્તા મેળવી ત્યારે પક્ષ માટે ફંડ મેળવવાનું સૌથી મોટું માધ્યમ જ અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન હતું. દરમ્યાન 2000થી 2005માં કોંગ્રેસની સત્તા આવી પણ 2005 થી ભાજપે પાછળ વળીને જોયુ નથી અને સતત AMC ઉપર પોતાનુ એકચક્રી શાસન યથાવત રાખ્યું છે.
AMC દ્વારા વિવિધ કમિટીઓમાં નક્કી થતા એક પણ એજન્ડા
2005થી સુરેન્દ્ર પટેલ (કાકા) પોતાની અનુભવ, આવડત અને દુરંદેશી નિર્ણયોના કારણે અમદાવાદના વિકાસમાં સતત મહત્વપૂર્ણ સાબિત થયા છે. સુરેન્દ્ર પટેલ (કાકા) 2022 ના મધ્ય ભાગ સુધી એએમસીના પ્રભારી તરીકે રહ્યા અને તેઓએ AMCમાં ઓછામાં ઓછી હાજરી આપી અને લો પ્રોફાઇલ રહી શહેરના વિકાસ અને વહીવટ સંબંધી મહત્તમ નિર્ણયો કર્યા. AMC દ્વારા વિવિધ કમિટીઓમાં નક્કી થતા એક પણ એજન્ડા કે કામ એવા નથી રહ્યા, કે જેની જાણ અને મંજૂરી સુરેન્દ્ર પટેલ (કાકા) ની જાણમાં ન હોય. એજન્ડા જાહેર થતાં પહેલાં AMCના કમિટી ચેરમેનોએ સુરેન્દ્ર કાકાના ઘરે અથવા કાર્યલયમાં રૂબરૂ જવું પડતું અને તેઓને તમામ બાબતોથી વાકેફ કરી તેમનું ગ્રીન સિગ્નલ પણ મેળવવું પડતું, જે બાદ જ તે વિષય કમિટીના એજન્ડા તરીકે આગળ વધી શકતો હતો.
વીરજી ઠુમ્મર બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: પક્ષમાં શોકની કાલિમા, લાંબી
ભાજપને ધર્મેન્દ્ર શાહ સમયે થયેલા અનુભવો ડરનું કારણ
આમ વર્ષ 2022 સુધી સુરેન્દ્ર કાકાનો દબદબો રહ્યો. પછી સમય આવ્યો AMCના નવા પ્રભારી ધર્મેન્દ્ર શાહનો. તેઓ પણ અનુભવી અને AMCમાં કોર્પોરેટરથી લઇને સ્ટેન્ડીગ કમિટી ચેરમેન અને પ્રદેશ ભાજપ સહ કોષાધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા. પ્રભારી તરીકે ધર્મેન્દ્ર શાહનો કાર્યકાળ AMCમાં સૌથી વિવાદીત રહ્યો. 2022થી 2024 દરમ્યાન એમ્યુઝમેન્ટ પાર્ક, ઇનફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સોલીડ વેસ્ટ સહીતના સેંકડો વિષયો એવા હતા જેમાં કથિત કરોડોના કૌભાંડના આક્ષેપને લઇને રાજકીય ગરમાવો થયો હતો.
ભાજપ હાઇકમાન્ડે એકાએક ઘરનો દરવાજો બતાવી દીધો
ધર્મેન્દ્ર શાહના AMCપ્રભારી તરીકેના કાર્યકાળમાં સૌથી મોટો વિવાદ તેઓ દ્વારા વહીવીટી કાર્યોમાં કરાતા સીધા હસ્તક્ષેપ, AMCઅધિકારીઓની વહિવટી મીટિંગોમાં તેમની સતત સીધી હાજરી અને વહીવટી અધિકારીઓને આપવામાં આવતા સીધા આદેશોને લઇને થયો હતો. પ્રભારી તરીકેની તેમની જવાબદારી ભાજપ પક્ષ દ્વારા સોંપવામાં આવેલી સંપૂર્ણ આંતરિક હતી, છતાં તેઓ AMCના સુપર બોસ તરીકે વર્તતા હતા. આખરે પાણી નાક ઉપર જતા ભાજપ હાઇકમાન્ડે તેમને એકાએક ઘરનો દરવાજો બતાવી દીધો હતો.
ક્યારથી થઇ સંકલનના અભાવની શરૂઆત.....
- પ્રદેશ ભાજપના નવા સંગઠનની રચનાનો સમય આવ્યો અને જગદીશ પંચાલની આગેવાનીમાં પ્રદેશ ભાજપનું નવું સંગઠન બને એ પહેલાં ભાજપે વર્ષ ૨૦૨૪ મધ્યમાં હંગામી ધોરણે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને તે સમયના પ્રદેશ મહામંત્રી રજની પટેલને AMCના પ્રભારી બનાવ્યા.
- પ્રદેશ સંગઠનન મોટી જવાબદારી હોવાથી તેઓ AMCમાં દર મંગળવારે યોજાતી શહેર ભાજપ હોદ્દેદારોની મંગળવારી બેઠકમાં પણ નહીવત ઉપસ્થિત રહેતા.
- મોટાભાગની બેઠકો તત્કાલીન શહેર ભાજપ પ્રમુખ અમિત શાહની અધ્યક્ષતામાં જ યોજાતી હતી. ત્યારથી ભાજપ શાષકો અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનના અભાવની શરૂઆત થવા માંડી હતી.
Gujarat News Live: ગુજરાત પોલીસમાં સીધી ભરતી માટે મહત્વપૂર્ણ નિર્ણય, દીપક બાબરિયાનું નિધન, અમદાવાદમાં નવરાત્રિ ટાણે ડેન્ગ્યુનો કહેર
ચૂંટાયેલી પાંખ અને સંગઠન વચ્ચે એકસૂત્રતા જળવાતી હતી
AMCના હોદ્દેદારોને કોઇ રોકવા, ટોકવા કે પૂછવા વાળા પ્રભારી ન હોવાથી તે સમયના પેટા કમિટીઓના ચેરમેન, સ્ટેન્ડીંગ ચેરમેન કે મેયર પોતપોતાની મરજી મુજબ નિર્ણયો લેવા માંડ્યા હતા. અગાઉ ભાજપની સિસ્ટમ મુજબ કોઇપણ કમિટી મળતાં પહેલાં એજન્ડા મિટીંગ પણ મળતી હતી, જેમાં એએમસીના ચૂંટાયેલા પ્રતિનીધીઓ ઉપરાંત શહેર સંગઠનમાંથી પણ પક્ષના પ્રતિનીધી ઉપસ્થિત રહેતા હતા. જેથી ચૂંટાયેલી પાંખ અને સંગઠન વચ્ચે એકસૂત્રતા જળવાતી હતી. પરંતુ ધીમે ધીમે આ પ્રક્રીયા ઓછી થઇ ગઇ. ભાજપનું નવું સંગઠન રચાયું તે બાદ સંગઠન તરફથી રાજ્યના મધ્યઝોનના પ્રભારી તરીકે અજય બ્રહ્મભટ્ટની નિમણૂંક કરાઇ છે, પરંતુ AMCના પ્રભારી તરીકેની જવાબદારી કોઇને સોંપાઇ ન હોવાથી હાલમાં એએમસીના વર્તમાન શાષકો તેમની મેં ૨૦૨૬માં નિમણૂંક થઇ એના 5 મહીનામાં જ અલગ અલગ દિશામાં દોડી રહ્યા છે.
કેમ જરૂરી છે પ્રભારી પદ
- મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, શાષક પક્ષ નેતા અને દંડક.
- આ પાંચ મુખ્ય પદ ઉપરાંત વિવિધ કમિટીઓના ચેરમેન અને ડેપ્યtટી ચેરમેનો પણ હાલમાં ભાજપની કહેવાતી "શિસ્ત" ના ઓથા હેઠળ એકબીજાના ટાંટિયા ખેંચવામાં સક્રીય
- પૂર્વ ઝોનના ઇજનેરી વિભાગના કામ વગર જ બીલ મંજૂર કરવાનું સાબિત થયેલું ડ્રેનેજ કૌભાંડ હોય કે મકરબા બ્રીજ વિષય.
- શાષકો જાણે કે વહીવટી તંત્રની સામે નતમસ્તક અને સરન્ડર થઇ ગયા છે.
- અધિકારીને આ વિષયમાં આગળના વહીવટી પગલા લેવા પણ નથી જણાવી શકતા.
- આખી સ્થિતી માટેનું સૌથી મોટુ કારણ છે હાલમાં એએમસીના પ્રભારીની નિમણૂંક જ ન થવી.
ગુજરાતમાં રવિ પાક પર અલ નીનોનું મોટું સંકટ: આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન શાસ્ત્રીએ
પ્રદેશ ભાજપે કોઇ કારણોસર એએમસીમાં વર્ષોથી ચાલી આવતી પ્રભારીની નિમણૂંક કરવાની પરંપરા બદલી નાંખી છે. જેની સીધી અસર પક્ષ અને શહેરના એટલે કે એએમસી દ્વારા લેવાતા નિર્ણય અને થતા કામ ઉપરી દેખીતી જોવા મળી રહી છે. ત્યારે આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સ અને સંભવિત ઓલમ્પિકના આયોજન પહેલાં ભાજપ પ્રભારી જેવા અતિ મહત્વના હોદ્દા પર કોઇ અનુભવીની નિમણૂંક કરીને પરિસ્થિતિ થાળે પાડે છે કે નહી એ જોવાનું મહત્વનું રહેશે.