SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ભાઈને બચાવવા ગયેલા અમદાવાદના યુવક સાથે ખેલાયો લોહીયાળ ખેલ: કાગડાપીઠમાં જૂની અદાવતે લીધો 23 વર્ષીય પ્રિન્સનો ભોગ

Ahmedabad News: શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ફરી એકવાર ઊંચો જઈ રહ્યો છે અને નાની-નાની અદાવતો હવે ખૂની ખેલમાં પરિવર્તિત થઈ રહી છે. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં આવેલી કે.કા. શાસ્ત્રીનગર ચાલી પાસે જૂની બોલાચાલી અને અદાવતની અદાવતમાં એક યુવકની છાતીમાં છરી મારીને કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. મૃતક પ્રિન્સ દંતાણી પોતાના ભાઈને બચાવવા માટે વચ્ચે પડ્યો હતો, પરંતુ બદમાશોએ તેને જ મોતને ઘાટ ઉતારી દીધો.

Written By Kinjal Patel
Published: Nov 14, 2026, 03:23 PM IST | Updated: Nov 14, 2026, 03:40 PM IST
Join

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં કાગડાપીઠમાં જૂની અદાવતે 23 વર્ષીય યુવકનો ભોગ લીધો છે. કે.કા. શાસ્ત્રીનગર પાસે ગત 9 નવેમ્બરની રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે લોહીયાળ ખેલ ખેલાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે એકથી દોઢ મહિના અગાઉ મૃતક પ્રિન્સ ઉર્ફે ભમભમ દંતાણી અને આદેશ ચાવડા વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. આ ઉપરાંત પ્રિન્સ અને પ્રભાત ઉર્ફે ચોટિયા બાબુભાઈ સોલંકી વચ્ચે પણ અગાઉ ઝઘડો થયો હતો. આ જ જૂની અદાવત અને મનદુઃખની આગ અંદરને અંદર સળગી રહી હતી, જેણે અંતે એક યુવકનો ભોગ લીધો છે

અમૂલ દૂધ બાદ હવે મસ્તી દહીં અને લસ્સીના ભાવમાં પણ વધારો ઝીંકાયો; ગૃહિણીઓના બજેટ પર પડશે સીધી અસર

જાણો શું બની હતી સમગ્ર ઘટના?

આ અદાવતની અદાવતમાં આરોપી પ્રભાત ઉર્ફે ચોટીયો સોલંકી કે.કા. શાસ્ત્રીનગર બ્લોક નંબર-૩ પાસે ઊભેલા પ્રેમ ઉર્ફે બબલી દંતાણી પાસે પહોંચ્યો હતો. પ્રભાતે પ્રેમ સાથે તેના ભાઈ પ્રિન્સ અંગે વાતો શરૂ કરી હતી અને અગાઉની માથાકૂટનો ઉલ્લેખ કરીને તેને પતાવી દેવાની ધમકી આપી હતી. બંને વચ્ચે બોલાચાલી અને ઉગ્ર ઝપાઝપી શરૂ થઈ હતી. આ બધું જોઈને પ્રેમના મોટા ભાઈ 23 વર્ષીય પ્રિન્સ ઉર્ફે ભમભમ દંતાણી પોતાના ભાઈને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. પરંતુ ઉશ્કેરાયેલા પ્રભાત સોલંકીએ ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલી છરી કાઢીને સીધા પ્રિન્સની ડાબી છાતી અને પેટના ભાગે ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓને કારણે લોહીલુહાણ થયેલા પ્રિન્સને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને કાગડાપીઠ પોલીસે હત્યાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.

એલ.જી. હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર માટે દાખલ

પોલીસે આરોપીને ધરપકડ કરીને બંને પક્ષે સામસામી ફરિયાદો નોંધી છે ત્યારે આ ઘટનાની જાણ થતાં જ કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સઘન તપાસ શરૂ કરી હતી. પોલીસે કાયદાકીય કાર્યવાહી કરીને મુખ્ય આરોપી પ્રભાત સોલંકી ઉર્ફે ચોટિયા ને ધરપકડ કરી લીધી છે. જોકે, ઝઘડા દરમિયાન આરોપી પ્રભાતને પણ ઈજાઓ પહોંચી હોવાથી તેને હાલ એલ.જી. હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં બંને પક્ષો દ્વારા સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી છે.

ગાંધીનગરમાં અડધી રાત સુધી PM મોદીએ કયા મંત્રીઓના 'ક્લાસ' લીધા? એરપોર્ટ પર 'જૂના-નવા જોગીઓ'ને મળીને આપ્યો મોટો રાજકીય સંકેત

કાગડાપીઠ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી

આરોપીની સારવાર પૂર્ણ થયા બાદ તેને પોલીસ સ્ટેશન લાવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે અને આ હત્યા પાછળ અન્ય કોઈની ભૂમિકા હતી કે કેમ તે પણ તપાસવામાં આવશે...જૂની અદાવતો અને નાની બોલાચાલીઓ કેવી રીતે હિંસક સ્વરૂપ ધારણ કરીને કોઈના પરિવારનો દીવો બુઝાવી શકે છે, તેનું આ વધુ એક ઉદાહરણ છે. કાગડાપીઠ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES