SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમદાવાદમાં 'રિક્ષા ગેંગ'નો આતંક: ગીતામંદિરથી બેસાડી અવાવરુ રસ્તે લઈ જઈ બે મહિલાઓ પર છરીના ઘા ઝીંકી ૯૦ હજારની લૂંટ, બે ઝડપાયા

અમદાવાદમાં બે મહિલાઓને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવનાર બે આરોપી ઝડપાયા છે. ગીતામંદિરથી બે મહિલા મુસાફરોને રિક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ લૂંટ ચલાવવામાં આવી હતી. જોકે પોલીસની તકર્કતાથી આરોપીઓ ગણતરીની કલાકોમાં ઝડપાઈ ગયા છે.

Written By Gokani Dhaval
Published: Nov 15, 2026, 04:41 PM IST | Updated: Nov 15, 2026, 04:46 PM IST
Join

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદના રસ્તાઓ પર મુસાફરોની સુરક્ષા સામે ફરી એકવાર મોટો સવાલ ઉભો થયો છે...કારણ કે શહેરમાં સક્રિય થઈ હતી એક એવી 'રિક્ષા ગેંગ', જે મુસાફરોને સુરક્ષિત ઘરે પહોંચાડવાને બદલે અંધારી ગલીઓમાં લઈ જઈને મોતનો ડર બતાવી લૂંટી લેતી હતી...બહારગામથી આવેલી બે મહિલા મુસાફરો સાથે બનેલી એક ચોંકાવનારી ઘટનાએ પોલીસને પણ દોડતી કરી દીધી હતી...કોણ છે આ લૂંટારુઓ અને કેવી રીતે પોલીસે આ ગેંગનો પર્દાફાશ કર્યો?

રિક્ષામાં મુસાફરી કરનારા સાવધાન!

પોલીસ સકંજામાં આવેલા આ બંને શખ્સોના નામ મોહમ્મદ ઝુનેદ રંગરેજ અને મોહસીન મેમણ છે...દેખાવમાં સામાન્ય લાગતા આ બંને આરોપીઓ મુસાફરો માટે કાળ બનીને ફરતા હતા...દાણીલીમડા પોલીસે બંનેની લૂંટના ગંભીર ગુનામાં ધરપકડ કરી છે.

રિક્ષામાં બેસાડી અવાવરુ રસ્તે લૂંટ!

ઘટનાની વિગત મુજબ, રાજસ્થાનથી બે મહિલાઓ અમદાવાદના ગીતામંદિર એસ.ટી. સ્ટેન્ડ ઉતરી હતી અને ત્યાંથી સિંગરવા જવા માટે રિક્ષામાં બેઠી હતી...પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેઓ જે રિક્ષામાં બેઠા છે, તે તેમને ઘરે નહીં પરંતુ લૂંટનો શિકાર બનાવા જઈ રહી છે...આરોપીઓ બંને મહિલાઓને નારોલથી દાણીલીમડા પાસેના અવાવરુ રસ્તા પર લઈ ગયા હતા...અહીં મહિલાઓ પર છરી વડે જીવલેણ હુમલો કરી, સોનાના દાગીના, મોબાઈલ અને રોકડ સહિત કુલ 90 હજારની મત્તા લૂંટીને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ તહેવારોની ભીડ વચ્ચે રેલવેનો મોટો નિર્ણય: અમદાવાદથી મધુબની માટે ખાસ ટ્રેનની જાહેરાત

છરીના ઘા ઝીંકી મહિલાને લૂંટી

લૂંટને અંજામ આપી ફરાર થયેલા આ બંને આરોપીઓને પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યા...પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, આ સમગ્ર ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ મોહસીન મેમણ છે...મોહસીનના કહેવાથી જ ઝુનેદ રિક્ષા લઈને ગીતામંદિર શિકારની શોધમાં આવ્યો હતો...રૂપિયાની લાલચમાં આ બંનેએ નિર્દોષ મહિલાઓને નિશાન બનાવી. આરોપીઓની ગુનાહિત કુંડળી તપાસતા સામે આવ્યું કે, મુખ્ય સૂત્રધાર મોહસીન મેમણ રીઢો ગુનેગાર છે...તેના વિરુદ્ધ દાણીલીમડા, કાલુપુર અને મણિનગર પોલીસ સ્ટેશનમાં લૂંટ, ઘરફોડ અને મારામારી સહિતના 6 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે...જ્યારે તેના સાગરીત ઝુનેદ વિરુદ્ધ પણ ટ્રાફિક પોલીસ મથકમાં જાહેરનામા ભંગના બે ગુના દાખલ છે.

પોલીસે મુદ્દામાલ કબજે કર્યો

પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલો તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો છે...જોકે, આરોપીઓની ગુનો કરવાની રીત અને હિંસક વલણ જોતા પોલીસને આશંકા છે કે, આ 'રિક્ષા ગેંગે' શહેરમાં અન્ય મુસાફરોને પણ આવી જ રીતે નિશાન બનાવ્યા હોઈ શકે છે...જેથી પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવીને અગાઉ બનેલા અનડિટેક્ટ લૂંટ અને ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચોઃ ભાઈને બચાવવા ગયેલા અમદાવાદના યુવક સાથે ખેલાયો લોહીયાળ ખેલ

અમદાવાદની આ ઘટના દરેક મુસાફર માટે એક મોટી ચેતવણી છે...રાત્રિના સમયે કે અજાણ્યા વિસ્તારમાં કોઈપણ રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો...રિક્ષાનો નંબર નોટ કરવાની અને પરિવારને જાણ કરવાની એક નાનકડી સાવચેતી તમને મોટી મુસીબતમાંથી બચાવી શકે છે...કારણ કે ગુનેગારો હંમેશા તમારી એક ભૂલની રાહ જોઈને બેઠા હોય છે...માટે સતર્ક રહો, સુરક્ષિત રહો.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES