મેડ સંધુ હત્યા કેસ: 'શૂટર' પરમિન્દર કાકા અમદાવાદથી ઝડપાયો, ગોલ્ડી ઢિલ્લોન ગેંગ સાથે સંબંધ હોવાનો ખુલાસો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મૈડ સંધૂ હત્યાકાંડમાં એક આરોપી પરમિંદર કાકાની ધરપકડ કરી છે. આ આરોપી ગોલ્ડી ઢિલ્લો ગેંગ સાથે જોડાયેલો હતો.
હવે વાત એક એવી સનસનાટીભરી હત્યાની...જેના તાર છેક પંજાબથી લઈને ગુજરાત સુધી જોડાયેલા છે. સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતા પંજાબી ઈન્ફ્લુએન્સર 'મેડ સંધૂ'ની અંધાધૂંધ ફાયરિંગ કરીને હત્યા કરી દેવાય છે...આ હત્યા પાછળ ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોંનું નામ સામે આવે છે... પણ સૌથી મોટો સવાલ એ હતો કે કાળ બનીને આવેલો મુખ્ય શૂટર ક્યાં ગાયબ થઈ ગયો? પંજાબ પોલીસ જેને શોધી રહી હતી, તે શૂટર કેવી રીતે ગુજરાત પોલીસની રડારમાં આવી ગયો.
મેડ સંધૂ મર્ડરનું ગુજરાત કનેક્શન!
પંજાબના ચર્ચિત ઈન્ફ્લુએન્સર મેડ સંધૂ હત્યાકાંડના તાર છેક ગુજરાત સાથે જોડાયા છે...અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા શૂટરની ધરપકડ કરી છે, જે પંજાબ પોલીસની આંખમાં ધૂળ નાખીને ગુજરાતમાં આશરો લઈ રહ્યો હતો.
ત્રણ ઓક્ટોબરે દિનદહાડે પંજાબી ઈન્ફ્લુએન્સર મેડ સંધૂ પર અંધાધૂંધ ફાયરિંગ કરનારો આ શૂટર બીજો કોઈ નહીં, પણ પરમિન્દર કાકા ઉર્ફે પરમિન્દર પ્રસાદ છે.. હત્યા કર્યા બાદ તે સીધો ગુજરાત ભાગી આવ્યો હતો...પોલીસ પકડી ના પાડે તે માટે તે સતત અમદાવાદની અલગ-અલગ હોટલોમાં પોતાના ઠેકાણા બદલી રહ્યો હતો.
આ પણ વાંચોઃ સરકારી કચેરીઓથી લઈને કોર્ટ સુધી સન્નાટો: મહેસૂલી કર્મચારીઓ અને વકીલોની હડતાળ
ગુપ્ત બાતમી મળતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્પેશિયલ ઓપરેશન હાથ ધરીને પરમિન્દરને દબોચી લીધો છે...આ હત્યાની જવાબદારી ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોંએ સોશિયલ મીડિયા પર લીધી હતી...હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આ હત્યા પાછળ કયું મોટું આંતરરાષ્ટ્રીય ફંડિંગ નેટવર્ક કામ કરી રહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હત્યાના બરાબર ૩ મહિના પહેલાં મેડ સંધૂનો નિહંગ જથેદાર મનપ્રીત સિંહ ખાલસા સાથે મોટો વિવાદ થયો હતો...મેડ સંધૂના પહેરવેશ, લાઈફસ્ટાઈલ અને જૂના વીડિયો સામે વાંધો ઉઠાવીને નિહંગ પક્ષે તેને સોશિયલ મીડિયા પર આવી સામગ્રી પોસ્ટ ન કરવા સખત ચેતવણી આપી હતી...જોકે, સંધૂએ સ્પષ્ટતા કરી હતી કે તેણે પોતાની ભૂલો સુધારી લીધી છે...
તો ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોંએ એક પોસ્ટ કરીને મેડ સંધૂની હત્યાની જવાબદારી લીધી હતી...તેણે પોસ્ટમાં લખ્યું હતું- “આ અમારી નવી પેઢીને ખરાબ કરી રહ્યો છે. બાકીના જે લોકો પણ આ પ્રકારના છે, જે ટિકટોક પર ગંદકી ફેલાવી રહ્યા છે અને જે તેમને પ્રમોટ કરી રહ્યા છે, તેઓ પણ પોતાની તૈયારી કરી લે.
હાલ તો પોલીસે શૂટર પરમિન્દરને પોલીસ દબોચી લીધો છે...સોશિયલ મીડિયાની દુશ્મનીમાં થયેલા આ મર્ડર પાછળ ગેંગસ્ટર ગેંગનો મોટો ખુલાસો આગામી દિવસોમાં થઈ શકે છે.