નશાની લતમાંથી 3 મિત્રો બન્યા ડ્રગ્સ પેડલર: અમદાવાદમાં 7 મહિનાથી ચાલતા હાઇબ્રિડ ગાંજાના કાળા કારોબારનો પર્દાફાશ
Ahmedabad News: શહેરમાં ફરી એક વખત હાઇબ્રીડ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. આરોપીઓ રાજસ્થાનથી હાઇબ્રીડ ગાંજો લાવી અમદાવાદમાં વેચાણ કરતા હતા. છેલ્લા સાત મહિનાથી ગાંજાની હેરાફેરીનું આ નેટવર્ક ચાલી રહ્યું હતું, ત્યારે પોલીસે ડ્રગ્સ સપ્લાયર અને રાજસ્થાનમાં સંકળાયેલા અન્ય આરોપીઓ અંગે તપાસ શરૂ કરી. આરોપી નશાના રવાડે ચઢ્યા બાદ હાઇબ્રિડ ગાંજાનો ધંધો શરૂ કર્યો. કોણ છે આ આરોપીઓ...
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના કૃષ્ણનગર પોલીસની કસ્ટડીમાં રહેલા આ આરોપીઓના નામ સંદીપકુમાર વર્મા, પ્રદીપ રાજપૂત અને બંટી મીરચંદાની છે. પોલીસને બાતમી મળી હતી કે સંદીપ વર્મા પાસે હાઇબ્રીડ ગાંજાનો જથ્થો છે. જેથી પોલીસે રેડ કરીને આરોપીની પૂછપરછ અને તપાસ કરતાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જે ગાંજા અંગેની તપાસ કરતા પ્રદીપ રાજપૂત અને બંટી મીરચંદાનીનું નામ સામે આવ્યું હતું.
દિવાળી પહેલા સાવધાન! સરકારી બાબુઓએ ગિફ્ટ લીધી તો કાયમ માટે પસ્તાવાનો વારો આવશે, ACBની છે ખાસ નજર
પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
જેથી પોલીસે તે બંનેની તપાસ કરતા બંટીના ઘરમાંથી પણ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી રૂ 1,90,000 ની કિંમત નો 54.180 ગ્રામ હાઇબ્રીડ ગાંજાનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. હાઇબ્રીડ ગાંજા અંગેની તપાસ કરતા સામે આવ્યું કે બંટી મીરચંદાની આ હાઇબ્રીડ ગાંજાનો જથ્થો દસ દિવસ પહેલા રાજસ્થાનથી લાવ્યો હતો અને કૃષ્ણનગર અને તેના આસપાસના વિસ્તારમાં છુટક વેચાણ કરતો હતો.
ત્રણેય આરોપી પણ નશાના બંધારણી હોવાનો ખુલાસો
મહત્વનું છે કે ત્રણેય આરોપી પણ નશાના બંધારણી હોવાથી આ જથ્થો પોતાના ઉપયોગમાં લેવાની સાથે અન્ય લોકોને પણ વેચાણ કરતા હતા. પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપી છેલ્લા 7 મહિનાથી આ રીતે ગાંજાની હેરફેર કરે છે. જેથી પોલીસે રાજસ્થાનથી ગાંજાની હેરાફેરી કરનાર અંગે વધુ તપાસ શરૂ કરી છે. હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ એકબીજાના મિત્રો હોવાનું સામે આવ્યું છે.
ગંગોત્રી હાઇ-વે પર નદીમાં ખાબકી ગુજરાતના 7 મુસાફરો ભરેલી કાર, 4 મૃતદેહ મળ્યા; સર્ચ ઓપરેશન ચાલુ
ઉપરાંત ત્રણેય મિત્રો હાઇબ્રીડ ગાંજાનું સેવન કરતાં હોવાનો પણ ખુલાસો થયો છે. જેથી પોલીસને શંકા છે કે, ઝડપાયેલ આરોપીઓ પાસેથી સ્થાનિક અન્ય ગાંજાના કે નશાનું વિતરણ કરનાર ડ્રગ્સ સપ્લાયરની માહિતી પણ સામે આવી શકે છે. જેથી પોલીસે તે દિશામા પણ વધુ તપાસ હાથ ધરી છે.