SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનો વધુ એક વિવાદ ચર્ચામાં; નિયમનો ઉલાળીયો કરી એડવાન્સમાં લાખોનો ચેક ટ્રાવેલ કંપનીને આપ્યો!

Ahmedabad News: ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટીમાં નવો નાણાકીય વિવાદ સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. નીરજા ગુપ્તા અને ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પિયુષ પટેલ સામે શિક્ષણ વિભાગના સ્પષ્ટ આદેશો અને શરતોનો અનાદર કરીને 5.88 લાખનો વિદેશ પ્રવાસ ખર્ચ પાસ કરાવવાનો ગંભીર આક્ષેપ થયો છે.

Written By Kinjal Patel
Published: Sep 30, 2026, 12:51 PM IST | Updated: Sep 30, 2026, 01:08 PM IST
Join

Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનો વધુ એક વિવાદ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના વિદેશ પ્રવાસ ખર્ચને લઈને નવો નાણાકીય વિવાદ સામે આવ્યો છે. શિક્ષણ વિભાગની સ્પષ્ટ મનાઈ હોવા છતાં, તેમના જૂન 2026ના અમેરિકા (ટેક્સાસ) પ્રવાસ માટે 5,88,769નો ખર્ચ પાસ કરાવવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.

6 એપ્રિલના મંજૂરીપત્રમાં સરકાર કે યુનિવર્સિટી પ્રવાસ ખર્ચ નહીં ઉઠાવે તેવી શરત હતી. તેમ છતાં  GUPIER મારફતે એડવાન્સમાં ટ્રાવેલ્સ કંપનીને રૂપિયા ચૂકવાયાનો દાવો થઈ રહ્યો છે. ખર્ચ મંજૂરીના દસ્તાવેજો પર નીરજા ગુપ્તા અને ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પિયુષ પટેલની સહી પણ છે. પિયુષ પટેલ અગાઉ 32 કરોડના બાંધકામ કામોના વિવાદમાં પણ ઘેરાયા હતા.

"25-50 લાખ વાપરું તો ચૂંટણી બિનહરીફ થઈ જાય", પબુભા માણેકનો કથિત વિડિયો વાયરલ, ગુજરાતના રાજકારણમાં ગરમાવો

શિક્ષણ વિભાગની સ્પષ્ટ શરતનો અનાદર
નીરજા ગુપ્તાએ જૂન 2026માં 6 દિવસ માટે અમેરિકાના ટેક્સાસ જવા અંગે શિક્ષણ વિભાગ પાસે મંજૂરી માંગી હતી. શિક્ષણ વિભાગના ઉપસચિવ આશિષ ચૌધરીએ 6 એપ્રિલ 2026ના રોજ પત્ર લખીને આ પ્રવાસ માટે મંજૂરી આપી હતી. પરંતુ, આ મંજૂરીપત્રમાં એક સ્પષ્ટ શરત મૂકવામાં આવી હતી કે એર ટિકિટ કે પ્રવાસનો અન્ય કોઈ પણ ખર્ચ સરકાર અથવા ગુજરાત યુનિવર્સિટી ભોગવશે નહીં. આ આદેશ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પિયુષ પટેલના નામે મોકલવામાં આવ્યો હતો.

સેક્શન 8 કંપની GUPIER મારફતે નાણાં ટ્રાન્સફર કરાયા
સરકારી નિયમનો સીધો ઉલાળીયો કરીને ગુજરાત યુનિવર્સિટીથી અલગ એકાઉન્ટ ધરાવતી સેક્શન 8 કંપની 'GUPIER'નો ઉપયોગ કરીને આ ખર્ચ પાસ કરાવવામાં આવ્યો હોવાનો દાવો કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સત્તાનો દુરુપયોગ કરીને 5.88 લાખથી વધુની રકમ એડવાન્સમાં સીધી ટ્રાવેલ્સ કંપનીના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવી હોવાના પુરાવા પણ સામે આવ્યા છે. નીરજા ગુપ્તાના પોતાના માણસોના સુપરવિઝન હેઠળ જ આ સમગ્ર પ્રક્રિયા સરળતાથી પાર પાડી દેવામાં આવી હતી.

ગોઝારો બુધવાર! ગીર સોમનાથ નજીક ST બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત: 2નાં મોત, 16 ઈજાગ્રસ્ત

ખર્ચ મંજૂરીના દસ્તાવેજો પર નીરજા ગુપ્તા અને ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પિયુષ પટેલની સહી
ખર્ચ મંજૂર કરવાના દસ્તાવેજો પર પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા, ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પિયુષ પટેલ, સિનિયર VP અને ગ્રુપ CEOની સહીઓ જોવા મળી છે. તમને જણાવી દઈએ કે, શ્રીનિવાસ રાવ તાજેતરમાં જ 5 લાખના ગેરકાયદે પગાર કેસમાં સસ્પેન્ડ થયેલા છે, જ્યારે ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પિયુષ પટેલ અગાઉ 32 કરોડના બાંધકામ કામો બારોબાર આપવાના કૌભાંડમાં પણ ઘેરાયેલા છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES