SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

BAPSનું વધુ એક વૈશ્વિક સન્માન: લંડનમાં પ્રમુખસ્વામી મહારાજના જીવનચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત

Guinness World Records: BAPS સંસ્થાના પાંચમા આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ્ જીવનચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા ‘એક જ લેખક દ્વારા લખાયેલા વિશ્વના સૌથી વિસ્તૃત જીવનચરિત્ર’ તરીકે સત્તાવાર માન્યતા મળી છે.

Written By Kinjal Patel
Published: Oct 06, 2026, 12:36 PM IST | Updated: Oct 06, 2026, 12:44 PM IST
Join

Guinness World Records: પૂજ્ય પ્રમુખસ્વામીના બૃહદ જીવનચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. એક જ લેખક દ્વારા લખાયેલો વિશ્વનો સૌથી વિસ્તૃત જીવનચરિત્ર છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા જીવનચરિત્રને માન્યતા અપાઈ છે. આદર્શજીવનદાસ સ્વામી દ્વારા 13 ગ્રંથોમાં જીવનચરિત્ર લખાયું છે. જીવનચરિત્રમાં 8848 પાના પર 21.46 લાખથી વધુ શબ્દો સમાવવામાં આવ્યા છે. જુલાઈ 2017થી ઓગસ્ટ 2020 સુધીમાં જીવનચરિત્ર તૈયાર થયું છે. 13 ગ્રંથોની અત્યાર સુધીમાં 3.10 લાખથી વધુ નકલો વેચાઈ ચૂકી છે. રવિવારે લંડન ખાતે મહંતસ્વામીના જન્મદિવસની ઉજવણી કરાઈ છે. ઉજવણી દરમિયાન ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

જીવનચરિત્ર ૮,૮૪૮ પાનાં અને ૨૧,૪૬,૪૪૭ શબ્દોનો સમાવેશ
સંસ્કૃત વિદ્વાન પૂ. આદર્શજીવનદાસ સ્વામી (Ph.D.) દ્વારા લિખિત ૧૩ ગ્રંથોમાં વિસ્તરેલું આ જીવનચરિત્ર ૮,૮૪૮ પાનાં અને ૨૧,૪૬,૪૪૭ શબ્દો ધરાવે છે. જુલાઈ ૨૦૧૭થી ઑગસ્ટ ૨૦૨૦ સુધીના ૩૮ મહિનાના ગહન સંશોધન અને લેખન બાદ તૈયાર થયેલા આ ગ્રંથોની અત્યાર સુધીમાં ૩,૧૦,૦૦૦થી વધુ નકલો વેચાઈ ચૂકી છે. આ મહાગ્રંથમાં પ્રમુખસ્વામી મહારાજના (૧૯૨૧–૨૦૧૬) ૯૪ વર્ષના અસાધારણ આધ્યાત્મિક જીવન, સેવાકાર્યો, નમ્રતા અને વિશ્વશાંતિ માટેના ચિરંજીવ પ્રદાનનું આલેખન કરાયું છે.

 

ગિનીસ રેકોર્ડનું સત્તાવાર પ્રમાણપત્ર એનાયત કરાયું
રવિવાર, ૪ ઑક્ટોબર ૨૦૨૬ના રોજ લંડનના OVO અરીના વેમ્બલી ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ૯૩મી જન્મજયંતીની ઉજવણી દરમિયાન આ ગિનીસ રેકોર્ડનું સત્તાવાર પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.

વિશ્વભરમાંથી લાખો લોકો લાઈવ વેબકાસ્ટના માધ્યમથી સાક્ષી બન્યા
લંડનમાં આયોજિત આ ઐતિહાસિક સભામાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના વરિષ્ઠ નિર્ણાયક કાર્લ સૅવિલે રૂબરૂ ઉપસ્થિત રહીને મહંતસ્વામી મહારાજને આ બહુમાનપત્ર અર્પણ કર્યું હતું. આ ગૌરવપૂર્ણ પ્રસંગે લંડન અરીનામાં ૧૧,૦૦૦થી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વિશ્વભરમાંથી લાખો લોકો લાઈવ વેબકાસ્ટના માધ્યમથી સાક્ષી બન્યા હતા.

સૌથી મોટા સામૂહિક હિન્દુ ધર્મગ્રંથ પઠન’નો ગિનીસ રેકોર્ડ 
લેખક આદર્શજીવનદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, આ જીવનચરિત્રના લેખક કરતાં જેમનું જીવન લખાયું છે તે પ્રમુખસ્વામી મહારાજનું દિવ્ય જીવન અનંતગણું વધારે મહત્વનું છે. આ અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૬માં વડોદરા ખાતે ૧૨,૭૨૩ બાળકોએ એકસાથે ‘સત્સંગદીક્ષા’ ગ્રંથના શ્લોકોનું પઠન કરીને ‘સૌથી મોટા સામૂહિક હિન્દુ ધર્મગ્રંથ પઠન’નો ગિનીસ રેકોર્ડ સ્થાપ્યો હતો.

આમ વર્ષ ૨૦૨૬માં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા BAPS સ્વામિનારાયણ સંસ્થાને વૈશ્વિક સ્તરે ભારતીય સનાતન સંસ્કૃતિનું ગૌરવ વધારતા બે અનોખા રેકોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES