• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /23 વર્ષની પરંપરા તૂટી! અમદાવાદ GMDC ગ્રાઉન્ડમાં મફત ગરબાનો યુગ પૂરો, આપવા પડશે PASSના રૂપિયા, જાણો ટિકિટના દર

23 વર્ષની પરંપરા તૂટી! અમદાવાદ GMDC ગ્રાઉન્ડમાં મફત ગરબાનો યુગ પૂરો, આપવા પડશે PASSના રૂપિયા, જાણો ટિકિટના દર

Ahmedabad News: અમદાવાદના GMDC મેદાનમાં યોજાતા 'વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ'માં ૨૩ વર્ષ બાદ પ્રથમ વખત એન્ટ્રી ફી લાગુ કરવામાં આવી છે. અગાઉ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેતા આ સરકારી ગરબામાં હવે માત્ર પ્રથમ નોરતે જ પ્રવેશ મફત રહેશે. બીજાથી નવમા નોરતા સુધી ગરબા રસિકોએ ખાનગી એપ મારફતે 100 રૂપિયા થી 3000 રૂપિયા સુધીના ઓનલાઈન પાસ ખરીદવા પડશે. આયોજનને વધુ સુવ્યવસ્થિત કરવા માટે મેદાનને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે: સામાન્ય 'સેલિબ્રેશન ઝોન' અને સ્ટેજની એકદમ નજીક આવેલો 'પ્રિમિયમ એક્સપિરિયન્સ ઝોન'.

Written ByKinjal Patel
Published: Sep 27, 2026, 11:52 AM IST|Updated: Sep 27, 2026, 12:02 PM IST
joinshare
23 વર્ષની પરંપરા તૂટી! અમદાવાદ GMDC ગ્રાઉન્ડમાં મફત ગરબાનો યુગ પૂરો, આપવા પડશે PASSના રૂપિયા, જાણો ટિકિટના દર

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ahmedabad News: GMDC મેદાનમાં આ વર્ષે યોજાનારી વાઇબ્રન્ટ નવરાત્રિમાં ૨૩ વર્ષ બાદ પ્રથમ વખત પ્રવેશ માટે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. અગાઉ સામાન્ય લોકો માટે આ સરકારી ગરબા મહોત્સવ બિલકુલ નિઃશુલ્ક રહેતો હતો, પરંતુ હવે એન્ટ્રી પાસ ખરીદવો પડશે.

જોકે, નવરાત્રિના પ્રથમ નોરતે પ્રવેશ સાવ મફત રાખવામાં આવ્યો છે. બીજા નોરતાથી લઈને નવમા નોરતા સુધી ગરબા રસિકોએ ₹૧૦૦ થી લઈને 3000 રૂપિયા સુધીની કિંમતના ઓનલાઈન પાસ ખરીદવાના રહેશે, જેનું બુકિંગ ખાનગી એપ પર શરૂ થઈ ગયું છે. આ માટે GMDC ગ્રાઉન્ડને બે ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં સેલિબ્રેશન ઝોન અને સ્ટેજની નજીક આવેલો પ્રિમિયમ એક્સપિરિયન્સ ઝોન સામેલ છે.  

વ્યક્તિગત એન્ટ્રી માટે સેલિબ્રેશન ઝોનમાં 2 થી 5 નોરતા માટે 100 અને 6 થી 9 નોરતા માટે ₹૨૫૦ ચાર્જ રહેશે. જ્યારે પ્રિમિયમ ઝોનમાં વ્યક્તિગત એન્ટ્રી માટે 2 થી 5 નોરતા માટે 200 અને 6 થી 9 નોરતા માટે 500 ચૂકવવા પડશે. ગ્રુપ બુકિંગ કરાવવા માંગતા લોકો માટે સેલિબ્રેશન ઝોનમાં 2 થી 5 નોરતા દરમિયાન 300 થી 600 અને 6 થી 9 નોરતા દરમિયાન 750 થી 1500 સુધીના ગ્રુપ પાસ મળશે.

પ્રિમિયમ ઝોનમાં ગ્રુપ પાસના દર 2 થી 5 નોરતા માટે 600 થી 1200 અને 6 થી 9 નોરતા માટે 1500 થી 3000 સુધીના રહેશે. આ વર્ષે ગરબા મહોત્સવનો સમય સાંજે 5 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી પારંપરિક અને અર્વાચીન ગરબાનો રહેશે. ત્યારબાદ મોડી રાત્રે સવારે 4 વાગ્યા સુધી દેશી ઢોલના તાલે પરંપરાગત મંડળી ગરબાનું આયોજન કરવામાં આવશે, એટલે કે ગરબા રાત્રે 4 વાગ્યા સુધી ચાલશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News