ડિજિટલ આતંકથી ગુજરાતને હચમચાવવાનો પ્રયાસ, અમદાવાદમાં તહેવારો ટાણે મોટું ષડયંત્ર: 19 ધમકીભર્યા ઈ-મેઈલથી ખળભળાટ
અમદાવાદમાં વિવિધ જગ્યાએ ધમકીભર્યા ઈમેલ મળવાનો સિલસિલો યથાવત છે. બુધવારે ફરી 19 જેટલા ધમકીભર્યા ઈમેલ મળવાથી ખળભળાટ મચી ગયો હતો. શાળા-સ્ટેડિયમ સહિત અન્ય જગ્યાએ આ મેલ મળ્યાં હતા. તહેવારો સમયે ડર કોણ ફેલાવી રહ્યું છે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. આ વચ્ચે પોલીસે આ ધમકીભર્યા ઈમેલ મામલે સઘન તપાસ શરૂ કરી છે.
ઉદય રંજન, અમદાવાદઃ તહેવારોના પવિત્ર દિવસોમાં ગુજરાતને હચમચાવવાનું બહુ મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર દેશ વિરોધી તાકાતોએ ઘડ્યું છે! અમદાવાદની શાળાઓ, અદાલતો અને સ્ટેડિયમો... બધું જ એક સાથે કાવતરાખોરોના ડિજિટલ ટાર્ગેટ પર હતું! મંગળવારે એક-બે નહીં, પણ પૂરા 19 ધમકીભર્યા ઈ-મેઈલ આવતા જ આખું પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે...પણ સવાલ એ છે કે શાંતિપ્રિય ગુજરાતમાં ભયનો માહોલ ઊભો કરનાર આ ડિજિટલ આતંકવાદીઓ છે કોણ? જ્યારે તપાસ શરૂ કરી, ત્યારે કડીઓ એવી જગ્યાએ પહોંચી કે આખી સિસ્ટમ ચોંકી ગઈ......
શાળા, સ્ટેડિયમ અને કોર્ટ..
માસૂમ બાળકોની શાળાઓ, સ્ટેડિયમો અને ન્યાયના પવિત્ર મંદિરો! અચાનક આવેલા ડિજિટલ હુમલાથી આખું અમદાવાદ હાઈ-એલર્ટ પર આવી ગયું...પણ સવાલ એ છે કે શાંતિપ્રિય ગુજરાતના આ આર્થિક પાટનગરને ધમકાવનારો અસલી માસ્ટરમાઇન્ડ કોણ છે?
આ પણ વાંચોઃ ગુજરાત પોલીસની મોટી સફળતા: ગુમ થયેલા મોબાઈલ શોધવામાં ગુજરાત દેશમાં બીજા નંબરે
બોમ્બ ધમકી પાછળ કોણ?
સાયબર ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જે ખુલાસો થયો છે તે ચોંકાવનારો છે! આ ધમકીભર્યા મેઈલ પાછળ કોઈ સ્થાનિક તોફાની તત્વ નથી, પણ તાર સીધા સરહદ પાર પાકિસ્તાન સાથે જોડાયા છે. બાંગ્લાદેશથી હેક થયેલા આઈડી ખરીદાયા અને કરાચી, લાહોર તથા રાવલપિંડીથી ડિજિટલ આતંકનો આ ઘૃણાસ્પદ ખેલ ખેલાયો!.
19 ઈ-મેઈલ, અનેક ટાર્ગેટ...
માત્ર એક કે બે નહીં.. મંગળવારે એક જ દિવસમાં 19 સળગતા ઈમેઈલ આવ્યા! જેમાં 14 શાળાઓ સહિત વીઆઈપી લોકેશન્સ ટાર્ગેટ પર હતા...ખાલિસ્તાનના નામે અને આગામી મોટા મ્યુઝિક કોન્સર્ટ્સને નિશાન બનાવીને આખા ગુજરાતમાં ડરનો માહોલ ઊભો કરવાનો આ મનસૂબો હતો...અગાઉ 7 ઓક્ટોબરે પણ આવા જ 16 મેઈલ આવ્યા હતા!.
આ પણ વાંચોઃ સાબરમતી જેલમાં લોરેન્સ પર '200 ખોલી' વાળો પહેરો: 7.5x11ની કાલકોઠડીમાં પુરાયો ગૅંગસ્ટર
તહેવારોમાં ભય ફેલાવવાનું કાવતરું
જ્યારે આખું શહેર દિવાળી અને તહેવારોના ઉત્સવમાં ડૂબેલું છે, ત્યારે જનતામાં દહેશત ફેલાવવાનો આ બહુ મોટો પ્લાન હતો...પણ કાવતરાખોરો ભૂલી ગયા કે ગુજરાત પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓ પલ પલની મૂવમેન્ટ પર નજર રાખી રહી છે...સ્ટેડિયમથી લઈને શાળાઓ સુધી...સુરક્ષાના તમામ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે...
ગુનો ડિજિટલ છે, પણ સુરક્ષા એજન્સીઓનો સકંજો લોખંડી છે...હવે સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ મળીને આ આંતરરાષ્ટ્રીય કાવતરાના મૂળ સુધી પહોંચવા એક્શન મોડમાં છે!.
વારંવાર ધમકીઓ આપીને ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરનારાઓની ખેર નથી! સરહદ પાર બેઠેલા આકાઓ ગમે તેટલા ડિજિટલ રસ્તા અપનાવે, પણ સાયબર ક્રાઈમનો લોખંડી હાથ તેમના ગળા સુધી પહોંચીને જ રહેશે.