SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

હાર્દિકને ફરી નહીં મળે ટિકિટ? કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ પર શંકરસિંહ વાઘેલાનો સણસણતો કટાક્ષ

former Gujarat CM Shankersinh Vaghela: Zee 24 Kalak ના પોડકાસ્ટ શો 'બ્લેક કૉફી' માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે. જેમાં હાર્દિક એન્ડ કંપની વિશે પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં તેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ પર શંકરસિંહ વાઘેલાએ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણી પછી અનેક લોકો નવરા થઈ જશે. હાર્દિક એન્ડ કંપનીને ટિકિટ મળવા પર બાપુએ શંકા વ્યક્ત કરી હતી.

Written By Kinjal Patel
Published: Oct 08, 2026, 12:30 PM IST | Updated: Oct 08, 2026, 01:31 PM IST
Image Credit: Ai Image
Join

former Gujarat CM Shankersinh Vaghela: ગુજરાતના રાજકારણમાં નિડર ગણાતા સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર ગુજરાતની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. Zee 24 Kalak ના પોડકાસ્ટ શો 'બ્લેક કૉફી' માં એડિટર દીક્ષિત સોની સાથેની ખાસ વાતચીત દરમિયાન બાપુએ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા નેતાઓ અને આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

વિધાનસભા ચૂંટણી પછી અનેક લોકો થઈ જશે નવરા: બાપુ
Zee 24 Kalak ના પોડકાસ્ટ શો 'બ્લેક કૉફી' માં સવાલોના જવાબો આપતા શંકરસિંહ વાઘેલાએ પક્ષપલટો કરનારા નેતાઓ પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણી પૂરી થયા પછી અનેક નેતાઓ નવરા થઈ જશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જે લોકો નવરા પડવાના છે, તે મૂળ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા લોકો જ હશે.

હાર્દિક એન્ડ કંપનીને ફરી ટિકિટ મળવા પર બાપુએ વ્યક્ત કરી શંકા...
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા હાર્દિક પટેલ અને તેમની સાથેના નેતાઓ ("હાર્દિક એન્ડ કંપની") અંગે વાત કરતા બાપુએ શંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, "હાર્દિક એન્ડ કંપનીને ફરી ટિકિટ મળવા પર ડાઉટ છે. ભાજપમાં જોડાયેલા પક્ષપલટુ નેતાઓને ભવિષ્યમાં ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવશે કે નહીં, તે અંગે તેમણે મોટી શંકા વ્યક્ત કરી હતી.

'જે લોકો નવરા પડશે એ કોંગ્રેસ વાળા હશે, ટિકિટ ન આપે તો કેટલાક લોકો કોંગ્રેસમાં આવી શકે'
શંકરસિંહ વાઘેલાએ આશંકા વ્યક્ત કરતા એવું પણ સંકેત આપ્યો હતો કે જો ભાજપ આ નેતાઓને ટિકિટ નહીં આપે, તો તેમાંથી કેટલાક લોકો ફરીથી કોંગ્રેસમાં પાછા આવી શકે છે. બાપુના આ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓમાં ભારે ચર્ચા જાગી છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES