દિવાળીની ખરીદી વચ્ચે સાયબર ઠગોથી સાવધાન: ફ્રી ગિફ્ટ અને ડિસ્કાઉન્ટ લિંક પર એક ક્લિક અને ખાતું ખાલી!
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, તેવામાં લોકો અનેક વસ્તુઓ ખરીદતા હોય છે. આ વચ્ચે સાયબર ઠગો પણ લોકોને છેતરવા માટે સક્રિય થઈ ગયા છે. આ ઠગો દ્વારા નવી મોડર ઓપરેન્ડી અપનાવવામાં આવી છે. તમારે પણ દિવાળીની ખરીદી વખતે આ ઠગોથી સાવચેત રહેવું જોઈએ.
ઉદય રંજન, અમદાવાદઃ દિવાળીમાં ચમકતી રોશની વચ્ચે...તમારી એક નાની ભૂલ તહેવારના રંગમાં ભંગ પાડી શકે છે! બજારોમાં રોશની છે, પણ ડિજિટલ દુનિયામાં સાયબર ઠગો અંધારું ફેલાવવાની ફિરાકમાં બેઠા છે....દિવાળીની ખરીદીની ધૂમ વચ્ચે સાયબર ગઠિયાઓએ લોકોને લૂંટવા માટે કયો નવો કિમીયો અપનાવ્યો છે? કેવી રીતે ખેલાઈ રહી છે સાયબર ઠગોની રમત? જુઓ સાવધાન ગુજરાતમાં...
સ્ક્રીન પર ગિફ્ટ, પાછળ સાયબર લૂંટ
તહેવારની આ સીઝનમાં જ્યાં આખું ગુજરાત રોશનીથી ઝળહળી રહ્યું છે, ત્યાં સાયબર અપરાધીઓ ઓનલાઈન અંધારું ફેલાવવાની ફિરાકમાં છે...દિવાળીની ખરીદીની ધૂમ વચ્ચે સાયબર ગઠિયાઓએ લોકોને લૂંટવા માટે નવો કિમીયો અપનાવી રહ્યા છે...
એક ક્લિક...ખુશીઓ પર પૂર્ણવિરામ!
વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર મળતી લલચામણી લિંક્સ વાસ્તવમાં એક મોટો ફંદો છે...જાણીતી શોપિંગ એપ્સના નકલી વર્ઝન બનાવીને તમારી અંગત વિગતો ચોરવામાં આવી રહી છે...માત્ર એક ક્લિક...અને તમારી મહેનતની કમાણી સાફ થઈ શકે છે!.
મોબાઈલ સ્ક્રીન પર ફ્રી ગિફ્ટ કાર્ડ, ડિસ્કાઉન્ટ વાઉચર કે દિવાળી ગ્રીટિંગ્સની પીડીએફ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે...પણ સાવધાન! આ અજાણી લિંક્સ તમારા ફોનને હેક કરી શકે છે અથવા તમારા ફોનનું કોલ ફોરવર્ડિંગ ઓન કરીને બેંક ઓટીપી ચોરી શકે છે.
આ પણ વાંચોઃ ભીલડીમાં અનોખો સભા મંડપ: દેશી ખાટલા પર બેસી પશુપાલકો PM મોદીને સાંભળશે
આ સાયબર માયઝાળથી કેવી રીતે બચવું, સાંભળો સાયબર એક્સપર્ટ અને પોલીસ અધિકારીની આ મહત્વની ચેતવણી..
જો ભૂલથી કોઈ ફેક લિંક ડાઉનલોડ થઈ જાય કે એકાઉન્ટ હેક થાય, તો ગભરાયા વગર...તરત જ નેશનલ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરો અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ગુનો નોંધાવો...કેમ કે તમારી જાગૃતિ જ સાયબર ઠગો સામેનું સૌથી મોટું હથિયાર છે.