અમદાવાદમાં 'બનાવટી રોડ' બનાવનારા કોન્ટ્રાક્ટરોની ખેર નથી! રોડ રિપેરિંગના વિવાદો પર AMCનો કડક પરિપત્ર
Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કરવામાં આવરા રોડ રીપેરીંગ કે નવા રોડની કામગીરીને લઇ સમયાંતરે વિવાદ સામે આવતા રહે છે. ખાસ કરીને તેની ગુણવત્તાને લઇને અનેક પ્રશ્નો ઉભા થાય છે. ત્યારે આ વિવાદોના નિવારણના પ્રયાસરૂપેર મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાનીએ એક નવો પરીપત્ર કર્યો છે. જેમાં વિવિધ નિયમો અને શરતો રાખવામાં આવી છે. જેથી કરીને રોડની ગુણવત્તા અને કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી કરી શકાય.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: રોડ રિસરફેસિંગ, રોડ વાઇડનિંગ અને નવા રોડના કામોમાં ગુણવત્તા અને રેકોર્ડ જાળવણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવી કાર્યપદ્ધતિ લાગુ કરી છે. રોડના કામ દરમિયાન મટિરિયલ ટેસ્ટિંગ, હોટમિક્સ પ્લાન્ટની કામગીરી, ડમ્પરની ટ્રેકિંગ સિસ્ટમ, બિલની ચકાસણી અને DLP (ડિફેક્ટ્સ લાયાબિલિટી પિરિયડ) હેઠળના રોડના નિરીક્ષણ સહિતની પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. તેના માટે નવી SOP (સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરવામાં આવી છે. રોડના કામમાં ઉપયોગમાં લેવાતા હોટમિક્સ મટિરિયલના દરેક ડમ્પરમાં GPS ટ્રેકિંગ ડિવાઇસ લગાવવાનું રહેશે.
ગરબા રસિકો અને ખેલૈયાઓની ચિંતા વધારતા સમાચાર; નવરાત્રિ અને શરદ પૂનમને લઈને અંબાલાલની ભયાનક આગાહી
રોડના કામના ટેન્ડર અલગથી મંજૂર કરાવવાના રહેશે
ડમ્પર અંગેની પ્લાન્ટ અને સાઇટની વિગતો GPS સાથે સ્માર્ટ સિટી-311 પર ઉપલબ્ધ થયા બાદ જ બિલની ચુકવણી કરવાની રહેશે. એટલે હોટમિક્સ મટિરિયલ પ્લાન્ટથી સાઇટ સુધી પહોંચ્યું કે નહીં તેની ટ્રેકિંગ વ્યવસ્થા રહેશે. રોડ રિસરફેસિંગ અને અન્ય સિવિલ કામોમાં ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ (DLP)ની શરત પણ નક્કી કરવામાં આવી છે. બિટુમિનના કામ માટે DLP 5 વર્ષ અને અન્ય સિવિલ કામ માટે DLP 1 વર્ષ રાખવામાં આવી છે. DLP સાથેના રોડના કામના ટેન્ડર અલગથી મંજૂર કરાવવાના રહેશે.
કોન્ટ્રાક્ટર પાસે કરાવેલા કામ તથા તેના ખર્ચની પણ નોંધ કરવાની રહેશે
DLP હેઠળના રોડની ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ તપાસ કરવાની રહેશે. કોન્ટ્રાક્ટર, પીએમસી અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા રોડની સંયુક્ત તપાસ કરી તેમાં રોડનું ધોવાણ, ખાડા વગેરેની સ્થિતિ નોંધવાની રહેશે. DLP દરમિયાન રોડમાં ખામી જણાય તો કરવામાં આવેલા રિપેરની વિગતો અને જરૂરી હોય તો અન્ય કોન્ટ્રાક્ટર પાસે કરાવેલા કામ તથા તેના ખર્ચની પણ નોંધ કરવાની રહેશે.
દર વર્ષે નિર્ધારિત ફોર્મ રજૂ કરવાનું રહેશે
પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે DLP હેઠળ આવતા દરેક રોડ માટે દર વર્ષે નિર્ધારિત ફોર્મ રજૂ કરવાનું રહેશે. તેમાં રોડની લંબાઈ-પહોળાઈ, પ્રોજેક્ટ ખર્ચ, ખર્ચાયેલી રકમ, પીએમસી અને કોન્ટ્રાક્ટરની વિગતો, DLPની શરૂઆત અને અંતિમ તારીખ, ચોમાસા પહેલાં-બાદની રોડની સ્થિતિ તથા સાઇટ વિઝિટના ફોટોગ્રાફ સહિતની વિગતો રહેશે.
Gujarat News Live: અલ નીનોની શિયાળુ કૃષિ પર મોટું સંકટ, રશિયાની લેબમાંથી ઘાતક વાઇરસ લીક, અમદાવાદમાં ડેંગ્યુનો કહેર
રોડનો DLP પૂર્ણ થયા બાદ પણ કોન્ટ્રાક્ટર, પીએમસી અને કોર્પોરેશનના અધિકારીઓએ સંયુક્ત રીતે સાઇટની મુલાકાત લઈને નિર્ધારિત વિગતો ભરવાની રહેશે અને તે સ્માર્ટ સિટી-311 પર અપલોડ કરવાની રહેશે. કોન્ટ્રાક્ટરે રોડના કામમાં વપરાતા કાચા માલના સેમ્પલ પીએમસીની હાજરીમાં લઈ NABL માન્ય લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવાના રહેશે. મટિરિયલ યોગ્ય જણાયા બાદ મિનિસ્ટ્રી ઓફ રોડ અને ટ્રાન્સપોર્ટના સ્પેસિફિકેશન મુજબ મિક્સ ડિઝાઇન તૈયાર કરાવી પીએમસીના વેરિફિકેશન સાથે રજૂ કરવાની રહેશે.
કામ શરૂ કરતા પહેલાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મેળવવી પડશે
કામ શરૂ કરતા પહેલાં સંબંધિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મેળવવી પડશે. રોડના કામ દરમિયાન જરૂરી પરીક્ષણોમાંથી 80 ટકા ટેસ્ટ પ્લાન્ટ અથવા ફિલ્ડ લેબોરેટરીમાં, 10 ટકા રાજ્ય સરકાર માન્ય લેબોરેટરીમાં અને 10 ટકા GERI/સરકારી એન્જિનિયરિંગ કોલેજ/સરકારી પોલિટેકનિક કોલેજ અથવા કોર્પોરેશન સંચાલિત લેબોરેટરીમાં કરાવવાના રહેશે. ગુણવત્તા સંબંધિત તમામ ટેસ્ટ PMCના પ્રતિનિધિની હાજરીમાં કરવાના રહેશે અને કોર્પોરેશનના ઈજનેર અધિકારીએ તેની ખરાઈ કરવાની રહેશે. રોડના કામમાં વપરાયેલા ડામરના ઓરિજિનલ ઇનવોઇસ રનિંગ અથવા ફાઇનલ બિલ સાથે રજૂ કરવાના રહેશે. એક જ પ્લાન્ટ પરથી એકથી વધુ ઝોન કે પ્રોજેક્ટમાં કામ થતું હોય તો સંયુક્ત બિટુમિન કન્ઝમ્પશન રજિસ્ટર જાળવવાનું રહેશે.
કામ શરૂ થતાં પહેલાં અલગ-અલગ ફોર્મ પણ નક્કી
ડામરના ભાવ તફાવતની ચુકવણી અથવા રિકવરી કરતાં પહેલાં ઓરિજિનલ ઇનવોઇસ અને બિટુમિન કન્ઝમ્પશન રજિસ્ટરની ચકાસણી કરવાની રહેશે. રોડના કામ દરમિયાન સાઇટ અને પ્લાન્ટના ફિલ્ડ ઇન્સ્પેક્શન રિપોર્ટ સ્માર્ટ સિટી-311 પર રજૂ કરવાના રહેશે. કામ શરૂ થતાં પહેલાં, કામ દરમિયાન અને કામ પૂર્ણ થયા બાદના ફોટોગ્રાફ પણ રેકોર્ડમાં રાખવાના રહેશે. પ્લાન્ટ અને પેવર સાઇટની તપાસ માટે અલગ-અલગ ફોર્મ પણ નક્કી કરવામાં આવ્યા છે.
સાવધાન! ફરી આવી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પહાડો પર બરફવર્ષા સાથે આ રાજ્યોમાં પડશે ધોધમાર વરસાદ
વિવિધ નિયમો બનાવીને તેના પરીપત્રો જાહેર કરાયા
નોંધનીય છેકે વિવિધ મ્યુનિસિપલ કમિશ્નરો પોતાની ફરજના કાર્યકાળ દરમ્યાના વિવિધ નિયમો બનાવીને તેના પરીપત્રો જાહેર કરતા હોય છે. પરંતુ વર્ષોથી એએમસી સિસ્ટમમાં ચીટકીને બેઠેલા નાના કર્મચારીઓથી લઇ ઉચ્ચ અધિકારીઓ પણ આ પરીપત્રોને ઘોળીને પી જવામાં માહેર થઇ ચૂક્યા છે. ત્યારે આ નવા પરીપત્રનો કેટલો અને કેવી અમલ થાય છે એ તો સમય જ બતાવશે.